________________
શીપદેશમલા ગ્રંથને શીલપાલનનું જ સમર્થન કરે છે –
सिरिमल्लिनेमिपमुहा, साहीणसिवावि बंभवयलीणा ।
जई ता किमण्णजीवा, सिढिला संसारवसगावि ॥४०॥ ગાથાથ –જે જેમને મોક્ષ સ્વાધીન હતા (=તે જ ભવમાં અવશ્ય મેક્ષમાં જનારા હતા) તેવા પણ શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ વગેરે બ્રહ્મચર્ય વ્રતમાં લીન બન્યા (=લગ્નનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું જ પાલન કર્યું), તે પછી સંસારને વશ પડેલા બીજા સામાન્ય પ્રાણીઓ શીલપાલનમાં શિથિલ કેમ છે?
ટીકાથ–તે જ ભવમાં મોક્ષમાં જનારાઓ પણ જે શીલનું પાલન કરે છે તે સંસારમાં ડૂબેલા સામાન્ય છાએ મોક્ષરૂપ ફલ મેળવવા માટે વિશેષથી શીલનું પાલન કરવું જોઈએ. શ્રી મલ્લિનાથ ઓગણીસમા તીર્થંકર છે અને શ્રી નેમિનાથ બાવીસમા તીર્થકર છે. શ્રી નેમિનાથનું ચરિત્ર પહેલાં કહેલું જ છે. શ્રી મલ્લિનાથનું ચરિત્ર કહેવામાં આવે છે. તે આ પ્રમાણે :
શ્રીમલ્લિનાથનું દૃષ્ટાંત જેમનું ચિહ્ન કળશ દર્શન માત્રથી પણ નમેલા ભવ્ય જીવનું કલ્યાણ કરે છે તે શ્રી મલ્લિજિન સંપત્તિ માટે થાઓ. મહિમાના ભંડાર જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં જગતમાં બળવાન અને પ્રસિદ્ધ સલિલાવતી વિજય છે. તેમાં કલહરૂપી મલથી રહિત વીતશેકાનગરી છે. તે નગરીના ઘરમાં રહેલા મણિઓએ ઇંદ્રધનુષની શોભા આકાશમાં ધારણ કરી રાખી. તે નગરીમાં અતિશય પરાક્રમી બલ નામને રાજા રાજ્ય કરતા હતા. તેના યશરૂપી પુરુષનું સર્જન કરવા તારાઓ જાણે કાષ્ઠ જેવા (=રેજહીન) થઈ ગયા હતા. તેની શીલવંતી ધારિણી નામની પત્ની હતી. તે ધરિણીથી (=પૃથ્વીથી) એક માત્રાથી અધિક હતી તે યંગ્ય જ છે. કારણ કે તે ધરિણીથી (=પૃથ્વીથી) કેટલાક ગુણવડે અધિક હતી. તે બેને શૂરવીરમાં શરભ સમાન મહાબલ નામને પુત્ર હતે. કમે કરીને તે વિશ્વની સીઓને વશ કરવા માટે ઔષધસમાન યૌવનને પામ્યું. પિતાએ તેને ચોસઠ કળાઓથી યુક્ત પાંચ સો કન્યાઓ મહોત્સવ પૂર્વક અત્યંત આનંદથી પરણાવી. તેના વૈશ્રમણ, અભિચંદ્ર, ધરણ, પૂરણ, વસુ અને અચલ એ છ મિત્ર હતા. જેમ જીવલોક સદા છઠાયથી સહિત હોય તેમ તે સદા મિત્રોની સાથે રહેતા હતા. તે મિત્રોની સાથે પોતાને ઉચિત એવી વિવિધ કીડાઓથી નિઃશંકપણે ક્રીડા કરતો હતે. વિનય કરનાર તેણે ગ્યકાળે આચાર્યની પાસે છ અંગ જેવી મિત્રશ્રેણિની સાથે જ કળાઓને
૧. મણિઓની પ્રભા આગળ મારી પ્રભા ઝાંખી પડી જશે એમ વિચારીને ઈન્દ્રધનુષ પૃથ્વી ઉપર ન આવતાં આકાશમાં જ રહ્યું એમ કવિએ કલ્પના કરી છે.
૨. શરભ સિંહથી પણ અધિક બલવાન પ્રાણું છે. તેને આઠ પગો હેવાથી અષ્ટાપદ પણ કહેવામાં આવે છે.
૩. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ છ અંગો છે.