________________
ગુજરાતી ભાવાનુવાદ
૮૭ આઠસો વાદીઓ (=વાદલબ્ધિવાળા), એક હજાર મન:પર્યવજ્ઞાની થયા. કેવલજ્ઞાનના દિવસથી પૃથ્વી ઉપર વિચરતા નેમિનાથનો ચતુર્વિધ શ્રીસંઘ આટલે જ હતે. વ્રતરૂપીલક્ષમી અને જ્ઞાનરૂપી લક્ષમી વિદ્યમાન હોવા છતાં તેની ઉપેક્ષા કરીને મુક્તિરૂપી પ્રિયાને પરણવાની ઈચ્છાવાળા શ્રીનેમિજિન ગિરનાર પર્વત ઉપર પધાર્યા. ત્યાં છેલ્લી દેશના સાંભળીને કેઈક જ સમ્યત્વને પામ્યા, કેઈકે દીક્ષાને અને કેઈક શ્રાવકધર્મને પામ્યા. ભગવાન એક મહિનાના ઉપવાસ કરીને પાંચસે ને છત્રીસ સાધુઓની સાથે પાદપેપગમન અનશનને પામ્યા. ભગવાન અષાઢ સુદ આઠમે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં સિદ્ધિરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલનો (છાતીને) અલંકાર બન્યા, અર્થાત્ મોક્ષ પામ્યા. પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમાર, શ્રી નેમિનાથના બંધુઓ, કૃષ્ણની સ્ત્રીઓ અને બીજા પણ સાધુઓ મુક્તિનું ભાજન થયા. જેને આત્મા મુક્ત બન્યો છે અને જે સાધવીગણની પ્રવર્તિની છે તે રામતી પણ શ્રીનેમિનાથથી અભેદને પામ્યા, અર્થાત્ ભગવાન અને રાજીમતી એ બંને સિદ્ધ બનવાથી એ બંનેમાં કઈ ભેદ ન રહ્યો. જિનેશ્વરે અવંધ્યપ્રાર્થનાવાળા હોય છે. રાજીમતી એક વર્ષ સુધી છવસ્થપણામાં રહ્યા, ચાર વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, પાંચ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. શ્રીનેમિજિનના માતા-પિતા થા દેવકને પામ્યા. દશાર્યો અને બીજા છ પણ વૈમાનિક દેવકની લમીને પામ્યા. શ્રીનેમિનાથનું ત્રણ વર્ષકુમાર અવસ્થામાં, છવસ્થ અને કેવલી અવસ્થામાં સાત વર્ષ, એમ સઘળું આયુષ્ય હજાર વર્ષનું હતું. શ્રી નમિનાથ પ્રભુની મુક્તિ થયા પછી પાંચ લાખ વર્ષ વીત્યા બાદ બાવીસમા જિનેશ્વર શ્રીનેમિનાથની મુક્તિ થઈ. ઈ કુબેર દ્વારા શ્રીનેમિનાથની શિબિકા બનાવીને, જિનના શરીરની પૂજા કરીને, તે શિબિકામાં જિનના શરીરને જાતે વિધિપૂર્વક પધરાવ્યું. નૈઋત્ય દિશામાં ગોશીષ ચંદનના કાઠેથી ચિતા રચીને તેમાં શિબિકા પધરાવી. અગ્નિકુમાર દેએ અગ્નિ પ્રગટાવ્યું. વાયુકુમાર દેવોએ અગ્નિને પ્રજવલિત કર્યો, અને (દેહ બળી ગયા પછી) મેઘકુમાર દેએ અગ્નિને ઠારી દીધે. ઇદ્રોએ જિનેશ્વરની દાઢાઓ લીધી. દેવોએ બાકીનાં અસ્થિ લીધાં. રાજાઓએ પ્રભુનાં વચ્ચે લીધાં. સજજનેએ ભસ્મ લીધી. બાકીના સાધુઓની અંતિમ ક્રિયા દેવોએ કરી. શ્રી ગિરનાર પર્વત ઉપર નેમિનાથની નિર્વાણભૂમિમાં ઈદે મંડપ કર્યો. એ મંડપમાં શિલા ઉપર ઇદ્દે વજથી પ્રભુનું નામ લખ્યું. નારકેને પણ ક્ષણવાર મહાન આનંદની ઉર્મિઓને ઉત્પન્ન કરનાર શ્રીનેમિપ્રભુના નિર્વાણ કલ્યાણુકને આ પ્રમાણે યક્તવિધિથી ઇદ્રોએ ઉજવ્યો. પછી નંદીશ્વરદ્વીપમાં આઠ દિવસ સુધી સુભક્તિથી શાશ્વત જિનેની પૂજા કરીને પ્રભુના ગુણે પ્રત્યે આદરવાળા બધા ય ઇદ્રો પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે જેમ નેમિનિને આઠ ભવથી અનુરાગવાળી રામતીને ત્યાગ કરીને સર્વોત્કૃષ્ટ પ્રકારના શીલનું પાલન કર્યું, તેમ ભવ્ય જીવે પણ ક્ષણે ક્ષણે ઉત્તમ પ્રકારના શીલનું પાલન કરવું જોઈએ. [૩૯]