________________
૮૬
શીલેાપદેશમાલા ગ્રંથના
પ્રભુએ સિંહાસનને અલકૃત કર્યું.. દેવાએ અન્ય ત્રણ દિશામાં અન્ય ત્રણ સિંહાસના કર્યાં, અને તેમની ઉપર નેમિપ્રભુના ત્રણ પ્રતિબિંખ વિધુર્યાં. તે સમવસરણમાં ક્રમ પ્રમાણે પઢા બેઠી.
ઉદ્યાનપાલકોએ દ્વારિકામાં જઈને કૃષ્ણને આ સમાચાર જાવ્યા. કૃષ્ણે સમાચાર આપનારને સાઢા ખારું કરોડ રૂપિયા આપ્યા. કૃષ્ણ તીથ કરને વંદન કરવા માટે સવ સમૃદ્ધિથી આવ્યા. પ્રભુ પ્રત્યે આસક્ત મનવાળી રાજીમતી પણ જેમ ભ્રમરી માલતી પુષ્પ પાસે આવે તેમ પ્રભુ પાસે આવી. ભવરૂપી અંધારા કૂવામાંથી બહાર નીકળવા રજીસમાન પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજાએ દીક્ષાની માગણી કરી. પ્રભુએ બે હજાર રાજાઓની સાથે વરદત્ત રાજાને અને ઘણી કન્યાઓની સાથે રાજીમતીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. રાજીમતીને જીવનપર્યં ́ત સ્વામીના ચરણ કમલની સેવા કરવાના મનારથવાળી જોઈને કૃષ્ણે પ્રભુને સ્નેહનું કારણ પૂછ્યું. [આથી પ્રભુએ ધન અને ધનવતીના પ્રથમ ભવથી નવેય ભવાના સંબંધ કહ્યો. ] પૂર્વભવના બંધુ ધનદત્ત અને ધનદેવ તથા મંત્રી વિમલખાધ અપરાજિત વિમાનમાંથી ચ્યવીને અહીં રાજા થયા હતા. તે ત્રણે રાજાઓએ રાજીમતીના પ્રસંગથી પેાતાના ભવા સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રભુની પાસે દીક્ષાને પામ્યા, પ્રભુએ તે ત્રણ સહિત વરદત્ત વગેરે અગિયારને ગણધરપદે સ્થાપ્યા. તેમણે ત્રિપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી. દશ દશાર્ણોએ ઉગ્રસેન અને પ્રદ્યુમ્ન વગેરે પુત્રોની સાથે શ્રાવકપણાના સ્વીકાર કર્યા. રામ અને કૃષ્ણે સમ્યક્ત્વના સ્વીકાર કર્યાં. રુમિણી વગેરે પુત્રવધૂઓની સાથે વિવેકવતી, શિવાદેવી, રાહિણી અને દેવકી પ્રભુની પાસે શ્રાવકધને પામી. આ પ્રમાણે ચતુર્વિધ સંધ થઈ જતાં પહેલી પારિસિ પૂર્ણ થઈ ગઈ. બીજી પરિસિમાં ગણધરે ધર્મ કહ્યો. કૃષ્ણે ત્યાં ખલિ લઈ આવ્યા. આકાશમાં ઉછાળેલા ખલિમાંથી અર્ધા લિ દેવાએ આકાશમાં જ અદ્ધરથી લઈ લીધા. નીચે પડેલા અર્ધા અલિમાંથી અર્ધા લિ લેાકેાએ વહેચીને લઈ લીધેા, અને અર્ધો બલિ રાજાએ લીધા. પ્રભુના તીમાં ત્રણ મુખવાળા અને મનુષ્યના વાહનવાળા ગામેધ નામના ચક્ષ શાસન રક્ષક હતા, તથા સિંહના વાહનવાળી કુષ્માંડી (=અંબિકા) નામની દેવી શાસનરક્ષિકા હતી. પાપને દૂર કરતા ભગવાન આશ્ચય કારી પ્રાતિહાર્યો અને મનેાહર અતિશયાની સાથે ભૂમિતલ ઉપર વિચરવા લાગ્યા. લોકાલોકને પ્રકાશિત કરનારા અને જગતને ૧પુનર્જીવિત કરતા સ્વામીએ અનાય દેશમાં પણ ભવ્ય લોકાને ખાધ પમાડયો. પ્રભુના અઢાર હજાર સાધુએ, યક્ષિણી આદિ ચાલીશ હજાર સાવીએ, એક લાખ ને એગણાતેર હજાર શ્રાવકા, ત્રણ લાખ ને એગણુચાલીશ હજાર શ્રાવિકાઓ, દોઢ હજાર અવધિજ્ઞાની, તેટલા જ કેવળજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, ચાર સે। ચૌદપૂર્વ ધારી,
૧. ભાવથી મૃત્યુ પામી રહેલા જગતને ભાવથી ફરી જીવાડતા.