________________
ગુજરાતી ભાવાનુવાદ
૮૫
ગાયાં. માટાએ પણ કથાંય માહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. નેમિને ચારિત્રરૂપી લક્ષ્મીને પરણવા માટે જતા જોઈને રાજીમતી પૂર્વ દિશાના વાયુથી ક્ષતશ્રેણિ 'દુઃખી થાય તેમ દુઃખી થઇ. હવે તેની સુંદર મુખવાળી સખીએ પ્રભુની આગળ રહીને અને સખીના દુઃખને યાદ કરી કરીને નેમિને ઉપાલ ભપૂર્વક કહ્યું: લાકમાં સંભળાય છે કે સ્ત્રીઓમાં ચ'ચળતા અધિક હાય છે. પણ નક્કી કરેલા કાર્યથી વિરુદ્ધ કરવાના કારણે તમારામાં જ ચંચળતા રહેલી છે એમ હું જાણું છું. ભેાળી રાજીમતી ધૂત તમારા વિષે નિરક અનુરાગ કરે છે. કારણ કે મુક્તિરૂપી સ્ત્રીમાં અનુરાગી બનેલા તમે સંચમને સ્વીકારી છે. અહા ! જરાસ'ધના વધ કર્યો ત્યારે લાખા રાજાઓના નિગ્રહ કરીને હવે રાજપુત્રીના વિવાહમાં પાપના ભયવાળા થયા છે! અહા! હે દ્યૂત! તમે ખરા દયાળુ છે, જેથી સ્વકર્માંથી લાવીને મૂકાયેલા પશુસમૂહને છેડાવીને રાજીમતીને દુઃખરૂપી સમુદ્રમાં પાડી. તમે દાનવીર પણ ખરા છે, કે જેથી એક વર્ષ સુધી સુવર્ણ દાનથી આખા વિશ્વને સંતાષ પમાડયો, પણ દીન રાજીમતીને દૃષ્ટિથી પણ સતેષ ન પમાડી. ત્રણ જ્ઞાનવાળા તમને આ ઉપાલભા આપવાથી સયુ". ચિહ્નરૂપ શંખના સંગથી વક્રતા તમને વળગેલી છે એમ હું જાણું છું. આ પ્રમાણે તેના વડે નિંદા અને ઉપાલંભ ગર્ભિત સ્તુતિઓથી કહેવાયેલા નેમિ જાણે સાંભળ્યુ' ન હોય તેમ અટકવા વિના ગયા. સહંસામ્ર વનમાં પ્રભુ શિખિકામાંથી ઉતર્યાં. પછી આભૂષણા વગેરે મૂકી દીધુ'. છઠ્ઠ તપવાળા અને ત્રણ સો વર્ષની વયવાળા પ્રભુએ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે પૂર્વાદ્ઘકાળે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રના ચાગ થતાં દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું. નારકોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. પ્રભુની સાથે હજાર રાજાઓએ દીક્ષા લીધી. કૃષ્ણ, રામ અને પાંડવા વગેરે પ્રભુને વંદન કરીને પોતાના ઘરે ગયા. બીજા દિવસે ગાકુલમાં ૨હેતા વરદત્ત બ્રાહ્મણના ઘરમાં શ્રીનેમિ પ્રભુનું ખીરથી છટ્ઠતપનું પારણું થયું. એના ઘરમાં ધનવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, વવૃષ્ટિ, જયજય એવા ધ્વનિ અને ઈંદુભિનાદ એ પાંચ વ્યિા થયાં. ચાપન દિવસ સુધી પૃથ્વી ઉપર વિચરીને પ્રભુ ફરી ગિરનાર પવ તની અંતે ( =ઉપર ) આવેલા સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં અટ્ઠમતપવાળા અને વેતસ વૃક્ષની નીચે રહેલા પ્રભુ આસામાસની અમાસના પૂર્વાહ્નકાળે ચિત્રાનક્ષત્રમાં ચદ્રના યોગ થતાં કેવલજ્ઞાન પામ્યા. ત્યાં સિંહાસન ચલાયમાન થવાથી ઈંદ્રો આવ્યા અને ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. દેવાએ દરેક ગઢમાં દરેક દ્વારે ધૂપપાત્રા મૂકેલાં હતાં, તારણ અને ધજાએ બાંધેલી હતી, અને વાવડીએ કરી હતી. મધ્યગઢમાં ( પ્રભુને વિશ્રામ કરવા માટે ) દેવછંદ અને અશાવૃક્ષની રચના કરી હતી. સુવર્ણ કમલ ઉપર ચરણને સ્થાપતા પ્રભુએ પૂ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યાં. પછી “ તીને નમસ્કાર થાએ” એમ બેલવાપૂર્વક પૂર્વાભિમુખ બેસીને
૧. દુઃખી તે। જીવ થાય, ક્ષતશ્રેણિ નહીં, આથી ‘શ્રુતશ્રેણિ દુઃખી થાય’ એ કથન ઉપચારથી છે. ૨. અપેાર પહેલાં.