________________
૧
ગુજરાતી ભાવાનુવાદ તે જીવ ત્રણ જ્ઞાનથી યુક્ત હતે. અને તેણે નારકીઓને પણ ક્ષણવાર સુખ આપ્યું. મહાબલના ભાવમાં તપમાં પણ કરેલી માયાથી તે જીવ તીર્થકરપણામાં પણ આપણે ઉત્પન્ન થયે. રાત્રિના અંતે ચૌદ મહાસ્વપ્ન જોઈને વિકસિત બનેલા રોમાંચરૂપી અંકુરાવાળી રાણીએ નિદ્રાને ત્યાગ કર્યો. રાણીએ રાજા પાસે જઈને રાજાને ચૌદ મહાસ્વને કહ્યાં. હે સ્વામિન ! મેં હાથી વગેરે ચૌદ સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતા જોયા છે. તે આ સ્વપ્નનું ફળ શું થશે તે કહે. રાજાએ પણ પોતાના અંતરમાં હર્ષ પામીને રાણીને આ પ્રમાણે કહ્યું : હે દેવી! આ મહાસ્વપ્નથી મહાન લાભ થશે. આપણે ચતરફ ધનભંડાર અને ધાન્યના કે ઠારથી ઘણા વધીશું. મુશ્કેલીથી જીતી શકાય તેવા પણ શત્રુઓ સુખેથી જીતી શકાશે. ઉત્તરોત્તર સંપત્તિ વધશે એવી સંભાવના કરાય છે. વળી તું સમય પૂર્ણ થતાં શુભલક્ષણવાળી કુલદીપક અને ધીર પુત્રીને જન્મ આપીશ. કાનને અમૃતના પારણું સમાન પતિના વચનને સાંભળીને તેણે બાકીની રાત્રિ ધર્મ“જાગરિકામાં ઉદ્યત બનીને પસાર કરી. દેથી સતત સેવા કરવા ગ્ય રાણીએ પતિના મનેરની સાથે જેમ પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કર્યો. રાજાએ જ્યારે પુંસવન વગેરે જે ક્રિયા કરાવવા માટે ઇચ્છા કરી ત્યારે તે ક્રિયા ઈંદ્ર વગેરેએ સ્વયં કરી ગર્ભપષક અને દેશ-કાલને ઉચિત વિહાર–આહાર આદિ તે તે કિયાએથી રાણીએ સુખપૂર્વક ગર્ભનું પોષણ કર્યું. શુભ ગર્ભના પ્રભાવથી ત્રીજા મહિને રાણીને પુષ્પની શયામાં સૂવાને દેહલે થયે. દેએ તે દેહલે પૂરો કર્યો. માગશર સુદ અગિયારસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયો ત્યારે પ્રભાવતીએ જેમ પૂર્વદિશા સૂર્યબિંબને જન્મ આપે તેમ પુત્રીને જન્મ આપ્યું. તે પુત્રી તેજથી દીપકને ઝાંખે પાડનારી, સર્વ અંગમાં સુંદર લક્ષણોવાળી, તાલિશપત્ર અને ઈંદ્રનીલમણિના જેવા નીલરંગવાળી અને શુભ લક્ષણવાળી હતી. આ વખતે નરકના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. જગત જાણે તેજના પુજથી ઘેરાયેલું હોય તેવું (=પ્રકાશવાળું) થયું. દિશાએ પ્રકાશવાળી થઈ વાયુ સુખ ઉત્પન્ન કરનારા વાયા. સંપૂર્ણ જગત ભેગીના ચિત્તની જેમ સુખથી ભરપૂર બન્યું.
આ તરફ સિંહાસન ચલિત થવાથી અવધિજ્ઞાનથી જિનેશ્વરના જન્મને જાણીને અલકમાં રહેનારી આઠ દિકકુમારિકાઓ પિતાનું કાર્ય કરવાની ઈચ્છાથી વાહન સહિત અને પરિવાર સહિત જલદી ત્યાં આવી, આવીને જિનને અને જિનની માતાને નમસ્કાર કર્યા. પછી તેમણે કહ્યું: હે જગન્માતા ! તમે અમારાથી ભય પામશે નહિ અમે અધેલોકમાં રહેનારી આઠ દિકુમારિકાઓ અવધિજ્ઞાનથી તીર્થકરના જન્મને જાણીને તેમની ભક્તિ કરવા માટે અહીં આવી છીએ. આમ કહીને ઈશાન ખૂણામાં રહેલી તેમણે સ્તંભ- ૧. શબ્દાર્થ આ પ્રમાણે છે- નિદ્રારૂપી સંકેચને ત્યાગ કર્યો. નિદ્રા એ એક પ્રકારને સંકેચ છે. અને જાગરણ એ એક પ્રકારને વિકાસ છે.