________________
૮૨
શીલપદેશમાલા ગ્રંથનો ઉત્સુકતાવાળા તેમણે ક્રાંટુકિને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછયું. તેણે કહ્યું કૃષ્ણ સૂતા હોય ત્યારે વિવાહનું કાર્ય કરવું યોગ્ય નથી. કૃણે હસીને કહ્યુંઃ (શરીરથી અને સત્તાથી એમ) બંને રીતે બલવાન હું સાક્ષાત્ જાગતે હોવા છતાં આ શંકા કયાંથી થાય? અર્થાત્ આ શંકા બેટી છે. બીજું – નેમિના વિવાહ મંગલમાં વિલંબ કરો નથી. મદન્મત્ત હાથી આલાનમાં બંધાયેલ હોય તે પણ તેને વિશ્વાસ ન કરવો જોઈએ. ક્રિષ્ણુકિએ કહ્યુંતે શ્રાવણ સુદ છઠ્ઠ શુદ્ધ છે. ઉગ્રસેન અને સમુદ્રવિજય બંને લગ્ન માટેની જલદી તૈયાર કરવા લાગ્યા. બંનેના રાજમહેલમાં મંગલદવનિ થવા લાગે. અખંડ સૈભાગ્યવંતી અને પુષ્ટ શરીરવાળી સ્ત્રીઓ આનંદથી ચેતરફ ફરવા લાગી રત્નવાળું તરણુ, મંડપ વગેરે બધી સામગ્રી ઈરછાનુસાર દેએ જ રચી દીધી. લગ્નના નજીકના દિવસે કુંતી, શિવાદેવી વગેરે યાદવીઓએ નેમિને પૂર્વ દિશામાં સિંહાસન ઉપર બેસાડીને લગ્ન પ્રસંગે ગવાતા ગીતે ગાવાપૂર્વક જલદી નવડાવ્યા, તથા જેમણે મીંઢળ બાંધ્યું છે તેવા વર નેમિને વરને ચોગ્ય વસ્ત્રો પહેરાવ્યાં. ત્યારબાદ તેમણે ઉગ્રસેનના રાજમહેલમાં જઈને રાજમતીને સ્નાન કરાવ્યું. શણગારવા માટે દાસીઓએ તેને ચેકમાં બેસાડી. આ વખતે રાજમતીનું રૂપ જેવાની અતિશય ઈચ્છાવાળી સ્ત્રીઓ ક્ષણવાર અતિશય આંખે ઊંચી કરીને રહી, અર્થાત્ રાજીમતીને એકીટસે જોવા લાગી. પૂર્વભવના પ્રિય નેમિને પામીને તેને મળવાની ઉત્કંઠાથી આકુલ થયેલી રાજીમતીએ પણ તે રાત દુઃખપૂર્વક પસાર કરી. સૂર્યોદય થતાં નેમિકુમારે સ્નાન અને વિલેપન કર્યું. પછી તેમને જાણે શુલધ્યાનના અંશે હોય તેવા મેતીના આભૂષણોથી શણગાર્યા. ચંદ્ર જેવું નિર્મલ છત્ર તેમના મસ્તકે ધર્યું. ગંગાના પ્રવાહ જેવા (સફેદ) ચામરો તેમને વીંઝવા માંડયા. લુણ ઉતારવામાં આવ્યું. કુમારિકા બહેનોએ મંગલ કર્યું. યાદવોને આનંદ કરનારા વર શ્રીનેમિ સફેદ ઘોડાવાળા રથ ઉપર આરૂઢ થયા. માર્ગમાં એમની પાછળ કૃષ્ણ વગેરે ઉત્તમ યાદ ચાલવા લાગ્યા. (આ પ્રમાણે આડંબરથી જતા) શ્રીનેમિ ઉગ્રસેનની રણભૂમિ સુધી આવ્યા,
સેંથામાં તારાની શ્રેણિ જેવા મોતીસમૂહને ધારણ કરતી રામતીને વિચક્ષણ સખીઓ ઝરુખામાં લઈ ગઈ. તેના સુવર્ણની બે ઝાંઝરથી લેવાયેલા બે ચરણે ખરેખર! જાણે ચરણરૂપી કમળને જાણનારા રાજહંસના આશ્રયને પામેલા જેવા થયા, એટલે કે રાજહંસ જેવા થયા, અર્થાત્ જેમ રાજહંસે કમળના ગુણને જાણતા હોવાથી કમળને જ આશ્રય લે છે, તેમ ચરણેએ જાણે રાજીમતીના ગુણને જાણીને રાજમતીને જ આશ્રય લીધે. તેની આંખે દેખાવડી અને સ્વચ્છ હવા છતાં, જાણે આ આંખે સાંભળવામાં અટકાવે છે એમ વિચારીને હોય તેમ, ધાવમાતાએ તેની અને કાજળની
૧. તેની આંખો જોવામાં જ લીન બનેલાને બીજાઓ કંઈ કહે તો જોનારનું તેના તરફ ધ્યાન ન રહે. માટે આંખો સાંભળવામાં અટકાવે છે અંતરાય કરે છે એમ કલ્પના કરી છે."