________________
૮૩
ગુજરાતી ભાવાનુવાદ રેખાથી અંકિત કરી. જાણે જંબુદ્વીપમાં આ જ મુખ્ય છે એમ સમજીને કુંડલના બહાનાથી બે સૂર્યોએ તેને આશ્રય લીધે છે, અને ગાલના બહાનાથી બે ચંદ્રોએ તેને આશ્રય લીધે છે. તે વિમાનની જેમ ઝરુખા ઉપર બેઠી. તેણે ઝરુખાના અવકાશમાંથી નિમેષરહિતનેથી નેમિના લાવણ્યરૂપી અમૃતનું પાન કર્યું. તે વખતે જમણી બાહુ અને જમણી આંખ ફરકી. આથી તે વર દુર્લભ છે એમ માનીને તે ખિન્ન બની ગઈ. તેને પ્લાન જેવી જેને આકુલ થયેલી સખીઓએ કહ્યું: હે સખિ ! હમણાં વિષાદ રૂપી ચાંડાલને પ્રવેશ કેમ થયું છે? તેણે પણ સત્ય કહ્યું. હે સખિઓ ! ભાગ્ય વિનાની હું શું કરું? કારણ કે આનંદના સ્થાને અશુભ નિમિત્ત ઉપસ્થિત થયું છે. સખીઓએ કહ્યું ઃ હે સખિ! અમંગલ શાંત થાઓ. તારા આ વચનને ધિક્કાર . ગોત્રદેવીએ બધી રીતે આપણું કુશલ કરશે.
ભેજ રાજાએ એકઠા કરેલા જલચર અને સ્થલચર પ્રાણીઓને શ્રી નેમિએ તે વખતે કરુણ આક્રંદ કરતા જોયા. શ્રી નેમિએ આશ્ચર્ય પૂર્વક પૂછયું : આ પ્રાણુઓ શા માટે એકઠા કરાયા છે? સારથિએ સાચું કહી દીધું. હે દેવ! આપનું આતિથ્ય કરવા માટે આ પ્રાણીઓ રાખેલા છે. નેમિ બેલ્યાઃ રાજા વિનાના વિશ્વને ધિક્કાર થાઓ ! દયારહિત આ લેકોને ધિક્કાર છે ! કારણ કે આ પ્રમાણે શરણ રહિત પશુઓને વધ કરે છે. આ પ્રમાણે કહીને કરુણારૂપી અંકુરાઓથી અંકુરાવાળા થયેલા શરીરને ધારણ કરતા નેમિએ રથને પશુઓના વાડા તરફ વાળે. દીનમુખવાળા અને દીન આંખેવાળા પશુઓએ પણ સ્વામીને જોયા, અને પોત પોતાની ભાષાથી સ્વામી આગળ અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો એ પ્રમાણે પોકાર કર્યો. સારથિને આજ્ઞા કરીને પ્રભુએ જીને બંધનથી મુક્ત કરાવ્યા, અને રથને સ્વપ્રજનની સિદ્ધિ તરફ (=ગિરનાર પર્વત તરફ) વાળે. અતિશય સંભ્રમથી બ્રાન્ડ બનેલા સમુદ્રવિજય વગેરે અને શિવાદેવી વગેરે રથને છોડીને (=રથમાંથી ઉતરીને) નેમિની પાસે આવ્યા. આંખમાંથી આંસુ પાડતા માતા-પિતાએ પુત્રને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! મહત્સવના પ્રારંભમાં વિરસ કેમ કરે છે? અર્થાત્ રંગમાં ભંગ કેમ કરે છે? હે નંદન ! અમારે ઓચિતું આંસુ પાડીને રડવાનું કેમ થયું? અર્થાત્ તું અમને ઓચિંતુ કેમ રડાવે છે? માટે તું પાછો ફર, ક્ષત ઉપર ક્ષાર ન નાખ. ધીરનેમિએ કહ્યુંઃ હે પિતાજી! પશુઓને આ પ્રમાણે (=બંધનમાં રહેલા છે એ પ્રમાણે) જેઈને મેં કર્મસમૂહથી વીંટળાયેલા આત્માને યાદ કર્યો, અર્થાત્ જેમ પશુઓ બંધનમાં રહેલા છે એમ હું (કર્મના) બંધનમાં રહેલો છું એ પ્રમાણે આત્માને યાટ કર્યો. માટે તેને મુક્ત કરવા માટે હું સંયમના માર્ગે પ્રયત્ન કરીશ. તમને સંતેષ પમાડનારા મહાનેમિ વગેરે પુત્ર છે. આ પ્રમાણે સાંભળીને માતા-પિતા મૂઈ પામ્યા. કૃષ્ણ પોતે વિહલ બનેલા હોવા છતાં ધીરજથી સમુદ્રવિજય અને શિવાદેવીને આશ્વાસન આપીને ઉચિત વચન બેલ્યા. તે આ પ્રમાણે - હે બંધુ! જેવી રીતે કરુણથી