________________
ગુજરાતી ભાવાનુવાદ
બે સ્તનરૂપી કળશેા ઉપર તાડન કર્યું. તે સ્રીની છાતી ઉપર છવાયેલા જલબંદુ હારની શાભાને પામ્યા. નેમિએ કરેલા જલસિંચનથી કાઇક સ્રીઓની નાડીની ગાંઠ છૂટી ગઈઢીલી થઈ ગઈ, કાઇક સ્ત્રીઓની કાંચળી ફાટી ગઇ, કાઇક સ્રીએ વસ્રરહિત બની. સ્વામી પાતે પુષ્કરપત્રની જેમ રાગથી ન લેપાયા, પણ જેમ ચૂર્ણના વણુ તાંબૂલને રાગવાળુ=રંગવાળું કરે તેમ સ્ત્રીઓને રાગવાળી કરી. હવે રુક્િમણીએ આપેલા હાથના ટેકાવાળા શ્રીનેમિ રાજહ`સની જેમ વાવડીના કાંઠે આવ્યા. પછી જાખવતી હ થી પ્રભુની પાસે વચ્ચે લઈ આવી. ગાંધારીએ વિવિધ રચનાથી કેશપાશ બાંધ્યા. રેવતીએ વજ્રના છેડાએથી નેમિકુમારને વીંઝવા. પદ્માવતીએ પ્રભુના કંઠમાં હાર પહેરાવ્યા. ચરણાને દાખતી અને ચંદનરસથી સિંચતી સત્યભામાએ જાણે ક્રેાધવાળી હાય તેમ કુમારને આ પ્રમાણે કહ્યું: હું કુમાર ! અજ્ઞાનીના જેવા તમારા આ કદાગ્રહ શું છે ? જેથી પૂ પુરુષોએ આચરેલા માર્ગના હઠથી લાપ કરો છે. (પૂર્વે થયેલા) બધા રાજાઓએ પ્રથમ વયમાં લગ્ન કરીને યૌવનને સલ કર્યું હતું અને અંતે વ્રતના સ્વીકાર કર્યા હતા. તેથી અતિશય સૌભાગ્યવાળી પ્રથમવયને વ્રતાથી પૂરી કરનારા તમે તાડવૃક્ષના ફૂલની ઈચ્છા કરનારા પુરુષની જેમ કેાને ઉપહાસ્ય નથી ? ઇત્યાદિ ચુક્તિથી ભાભીએ કહી રહી હતી ત્યારે કૃષ્ણે કહ્યું: હું ખંધુ! તમે અવજ્ઞા ન કરો. ભાભીઓને ખુશ કરો. જિનેશ્વરા સંસારમાં પહેલાં પ્રાયઃ સ્રીસહિત હતા, પછી તી'ની સ્થાપના કરીને અંતે મેક્ષમાં ગયા. આપણા કુલમાં થયેલા શ્રી મુનિસુવ્રતસ્વામીએ પડેલાં ભાગેા ભાગવીને પછી વ્રત લીધું હતું. આથી હું કુલમંડન ! તમારે પણ કુલાચારના લાપ ન કરવા જોઈએ. આ પ્રમાણે કહીને કૃષ્ણ અંતઃપુર સહિત નેમિના પગમાં પડવા. ખંધુની દાક્ષિણ્યતાથી સ્વામીએ “તે પ્રમાણે હે” એમ લગ્નના સ્વીકાર કર્યાં. નેમિએ લગ્નના સ્વીકાર કર્યાં છે એમ સાંભળીને શ્રીસમુદ્રવિજય અને શિવાદેવી હષ પામ્યા, અને સંદેશા લાવનારને દાનથી સંતાષ પમાડ્યો, પછી વર્ષાઋતુ આવી ત્યારે અતિ હર્ષ પામેલા કૃષ્ણ નેમિને ન્યુઋણુ કરીને પત્નીઓની સાથે દ્વારિકાનગરીમાં આવ્યા.
૮૧
હવે પ્રભુને ચાગ્ય કન્યાની શેાધ કરતા કૃષ્ણને સત્યભામાએ હપૂર્વક કહ્યુંઃ મારી રાજીમતી નામની નાની મ્હેન છે. ( તે નેમિકુમારને ચેાગ્ય છે.) તે વખતે જેમ સૂર્ય જ્યેાતિશ્ર્ચક્રના બુધગ્રહના ખલથી યુક્ત હોય છે, તેમ જયાતિષમાં બુધ (વિદ્વાન બલદેવથી ચુક્ત કૃષ્ણ પણ ઉગ્રસેન નામના રાજાના રાજમહેલમાં ગયા. તેણે પણ એ હાથની અંજલિ કરીને નેમિકુમારને પોતાની પુત્રી આપી. કૃષ્ણે શૌય પુરી આવીને તે વાત સમુદ્રવિજયને કરી.
૧. સ્ત્રીઓ કેડે વસ્ત્ર રહે એ માટે નાભિ પાસે ઢારી વગેરેથી ગાંઠ બાંધે છે તે. ( શબ્દ કાશમાં શ્રોત્સિત્તા શબ્દના આ અથ જોવામાં આવ્યા નથી. પણ પ્રકરણના અનુસારે મેં આ અ લખ્યા છે. ભૂલ જણાય તા સુધારી લેવી
૧૧