________________
શીલપદેશમલા ગ્રંથને ભોજન કર્યું. અંતઃપુર સહિત કૃષ્ણ આ પ્રમાણે દરરોજ ઉદ્યાન, વાવડી અને સરેવરમાં શ્રીનેમિકુમારની સાથે પ્રેમથી રમવા લાગ્યા. એકવાર કૃષ્ણ અંતઃપુરના રક્ષકને અને દ્વારપાલને આજ્ઞા કરી કે, મારા પ્રાણપ્રિય બંધુને ક્યાંય અટકાવ નહિ, તથા રુકિમણી, સત્યભામા અને રેવતી વગેરે પત્નીઓને કહ્યું કે, તમારે દિયર નેમિને ચતુરાઈ ભરેલાં વચનેથી આકર્ષવા. ત્યારબાદ નેમિ એકલા પણ કૃષ્ણના અંતઃપુરમાં જતા હતા. સમચિત્તવાળા પુરુષે બધે નિઃશંકપણે ફરે છે. જરાપણ વિકાર વિના સુંદર વચનસમૂહને બેલતા સ્વામી ઉપહાસવાળી રમતથી ચંચળ એવી ભાભીઓને ખુશ કરતા હતા.
હવે શિવાદેવીએ કૃષ્ણને કહ્યું તમે નેમિને તે રીતે સમજાવે કે જેથી તે પુત્રવધૂના મુખને જોવાની મારી ઈચ્છાને જલદી પૂરે. કૃષ્ણ સત્યભામા વગેરે દ્વારા આ વાત નેમિને કહેવડાવી, નેમિએ પણ કુશળવચનોથી સહેલાઈથી ભાભીઓને નિરુત્તર કરી દીધી. જાણે નેમિના લગ્ન માટે સહાય કરવાની ઈચ્છાવાળી હોય તેમ દક્ષિણદિશાના પવનથી પુષ્ટ એવી વસંતઋતુ આવી. નગરજનેથી અને અંતઃપુરથી પણ ચારે બાજુથી પરિવરેલા કૃષ્ણ રમવા માટે નેમિની સાથે ગિરનાર પર્વત ઉપર ગયા. જેમણે દારુ પીધે છે એવા યાદ સાથે કસુંબો લઈને સ્ત્રીઓની સાથે ક્રીડા કરવા માટે જાણે કેયાએ બોલાવ્યા હેય તેમ ઉદ્યાનમાં ગયા. જાણે ( પુષ્પોમાંથી) પ્રગટ થતી પરાગના ભાથાવાળા કામદેવની પૂજા કરવા માટે હોય તેમ યાદવેએ પત્નીઓની સાથે ઉદ્યાનની શેરીઓમાં પુષ્પો ચુંટ્યાં. કૃષ્ણના આદેશથી સત્યભામા વગેરે સ્ત્રીઓ પુષ્પને ચુંટવાની ઈચ્છાથી નેમિની સાથે ઉદ્યાનમાં ગઈ. કોઈ સ્ત્રીએ જાણે કામદેવનો ભાલે હોય તેવી શ્રેષ્ઠ આમ્રવૃક્ષની મંજરી છાતીને પ્રગટ કરવાપૂર્વક નેમિના હાથમાં આપી. કેઈ સ્ત્રીએ શ્રીનેમિના. જાણે જાગતા કામદેવની રક્ષા પિટલી હોય તેવા કેશપાશને મેગરાના ફુલોથી શણગાર્યો. કઈ સ્ત્રીએ શ્રીનેમિના બે આંખના આંતરડામાંથી ધૂળ દૂર કરવાના બહાનાથી ભ્રમરીની જેમ મુખરૂપી કમળની સુગંધનું પાન કર્યું. કેઈ સ્ત્રીએ બગલને બતાવવાપૂર્વક તિલક કર્યું. જેનું વસ્ત્ર ( = સાડી) ખસી રહ્યું છે એવી કઈ સ્ત્રીએ બે ગાલમાં પત્ર કર્યું = ચંદન વગેરેથી પત્ર ચિતર્યું.
જાણે શ્રીનેમિને વિકારી કરવા માટે સમર્થ ન થઈ એથી લજજાથી હોય તેમ વસંતઋતુ પૂરી થઈ અને ગ્રીષ્મઋતુ આવી. કૃષ્ણની પત્નીઓ જલક્રીડા કરવા માટે વાવડીએમાં પેઠી. ભાભીઓએ શ્રીનેમિપ્રભુને પણ ખેંચીને સાથે લીધા. તેમણે કૃષ્ણની સાથે શરમ વિના જલક્રીડાઓ કરી. ત્યાં કૃણુવડે હાથમાં પકડાયેલા શ્રીનેમિ સાક્ષી જેવા થયા. હવે કૃષ્ણથી સંકેત કરાયેલી રુકિમણી વગેરે સ્ત્રીઓએ શ્રીનેમિને શંગારપૂર્વક પિચકારીઓથી સ્વચ્છ ર્યા. નેમિનાથે પણ તેમની સાથે નિઃશંકપણે ક્રીડા કરી. તેવા પુરુષ કેઈની પણ ઈચ્છાનો ભંગ કરતા નથી. નેમિએ પિચકારીના પાણીથી કેઈ સ્ત્રીના