________________
ગુજરાતી ભાવાનુવાદ સંશયને ભેદવાની ઈચ્છાવાળા હોય તેમ પ્રેમથી ત્યાં આવ્યા. પિતાના અર્ધા આસને બેઠેલા કુમારને કૃષ્ણ પૂછયું: આકાશ-પૃથ્વીના ઉદરને (ખાલી જગ્યાને) ભરીદે તેવા અવાજવાળો શંખ તમે ફેંક્યો ? નેમિકુમારે હા કહી. રોમાંચના અંકુરથી દાંતવાળા કૃષ્ણ ફરી નેમિકુમારને મધુર શબ્દોથી આ પ્રમાણે કહ્યું હે બંધુ ! તમેએ શંખ ફેંક્યો ત્યારે પૃથ્વી પણ કંપી, રામના મનમાં પણ ભને વેગ થયો. તેથી બંધુ ! કુતૂહલી હું તમારું બાહુબળ જેવા ઈચ્છું છું. માટે અખાડામાં જઈને ક્ષણવાર મલ્લયુદ્ધ કરીએ. સ્વયં કૌતુકવાળા સ્વામીએ પણ તેને સ્વીકાર કર્યો. અતિશય હર્ષ પામેલા બંને બંધુઓ યુદ્ધ માટે તૈયાર થયા. સ્વામીએ પિતાનું બલ અનંત છે એમ વિચારીને કૃષ્ણને કહ્યું હે બંધુ! આપણે બે રમતથી પણ યુદ્ધ કરીએ તે ગ્ય નથી. એક-બીજાના બાહુરૂપી સ્તંભને વાળીને જ આપણે કૌતુકને પૂર્ણ કરીએ. આ વિષે રામ સાક્ષી જેવા બને. સ્વામીએ આ પ્રમાણે કર્યું એટલે કૃષ્ણ પિતાનો હાથ લાંબો રાખે. નેમિકુમારે તે હાથને જેમ બાળક કાકડીને વાળે તેમ વાળી દીધે. હવે સ્વામીએ સપની ફણા જેવા હાથરૂપી દંડને લાંબે રાખે. એને વાળવા માટે કૃષ્ણ જરા પણ સમર્થ ન થયા. પિતાનું જેટલું જેર હતું તેટલા જોરથી નેમિકુમારને હાથરૂપી સ્તંભને પકડીને રહેલા અને લટકતા કૃષ્ણ વૃક્ષ ઉપર લટક્તા વાંદરાની જેમ શેલ્યા. નેમિકુમારને હાથ વજાના સ્તંભની જેમ જરાય હાલ્યા નહિ. પછી કૃષ્ણ હૃદયના અભિપ્રાયને છુપાવીને બંધુને આલિંગન કર્યું, અને કહ્યું કે, હે બંધુ! આપણું જ કુલ પ્રશંસનીય છે. કારણ કે તેમાં બીજામાં ન હોય તેવા બળવાળા તમારા જેવા વીર થયા છે. ઈત્યાદિ પ્રશંસા કરતા કૃષ્ણ નેમિકુમારને રજા આપી.
હવે વિસ્મયથી પ્રફુલ્લિત મુખવાળા કૃષ્ણ રામને કહ્યું: હે આર્ય ! લઘુબંધુ નેમિકુમારનું બાહુબળ મેં જોયું. આવું બાહુબળ વિશ્વમાં ચક્રવર્તીનું અને ઇંદ્રનું પણ નથી. હે બંધુ ! જગતને જીતનારાઓથી પણ ન જીતી શકાય તેવા બળથી શોભતા નેમિકુમાર અતિશય દુર્લભ એવા છ ખંડ પ્રમાણ પૃથ્વીના રાજ્યને કેમ ભેગવતા નથી ? કૃષ્ણની શંકાને દૂર કરવા રામે સ્મિત કરીને કહ્યુંઃ આપણે પણ એમના જ બળથી સામ્રાજ્યને ભોગવીએ છીએ. હે બંધુ ! જે એ બળથી લાખ રાજાઓને નિગ્રહ ન કરત તે તમે યુદ્ધના મેદાનમાં જરાસંધનો વધ કેવી રીતે કરત? નેમિ બાવીસમા તીર્થંકર થશે એમ નિમિત્તિયાએ કહ્યું છે. આવા નેમિ નરકને કરનારા રાજ્યને કેવી રીતે છે? શ્રીરામે આ પ્રમાણે કહ્યું તે પણ કૃષ્ણની શંકાને દૂર કરવા દેવે કહ્યું કે, કુમારાવસ્થામાં દઢવ્રતવાળા નેમિનાથ મેક્ષમાં જશે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા કૃષ્ણ ભક્તિપૂર્વક રામને કહીને અંતઃપુરમાં ગયા અને તે નેમિચરિત્ર કહ્યું. ત્યાં નેમિને બેલાવીને કૃષ્ણ - વાત્સલ્યપૂર્વક વિશેષ બહુમાન કરીને ખુશ કર્યા. પરસ્પર પ્રેમથી મનહર તે બંનેએ રત્નસિંહાસન ઉપર બેસીને સ્નાન કર્યું, ચંદનથી વિલેપન કર્યું અને (સાથે) દિવ્ય