________________
શીલપદેશમાલા ગ્રંથને
ધારિણીની પુત્રી થયે. માતા-પિતાએ તેનું રજીમતી એવું નામ રાખ્યું. સદા પાણીના આશ્રયવાળી કલ્પવેલીની જેમ તે વધવા લાગી. જેમ ચંદ્રકળા કુમુદના (ચંદ્રવિકાસી કમળના) ઉલ્લાસને કરે છે તેમ લેકેના હર્ષમાં વૃદ્ધિ કરતી અને સર્વ કળાઓને ગ્રહણ કરતી તે યૌવનને સન્મુખ બની. બિચારો ચંદ્ર રાજીમતીના મુખની સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકે? કારણ કે સમુદ્રની ઉન્નતિ (ભરતી) થતાં તેની કાંતિ વિશેષ દીપતી નથી. રામતીનું સર્જન કરનારને હું યૌવન માનું છું. જેથી તેણે રમતથી રાજીમતીના શરીર, વાણી અને મન એ ત્રણેને ચતુર બનાવ્યા.
એકવાર કુમારોથી વિંટળાયેલા નેમિકુમારે કીડાથી કૃષ્ણની આયુધશાળામાં જાણે બીજા કૃષ્ણ હોય તેમ પ્રવેશ કર્યો. શા ધનુષ, નંદક ખગ, અને સુદર્શન ચક્ર ઉપર દષ્ટિ ફેરવતા નેમિકુમારે જાણે પિતાના ચિહ્નના પ્રેમથી હોય તેમ વારંવાર શંખને જે. નેમિકુમારને હાથથી શંખને લેવાની ઈચ્છાવાળા જાણીને પહેરેગીરે નમીને સ્મિતપૂર્વક કહ્યુંઃ હે પ્રભુ સાંભળે, આ શંખને પૂરવાની (=વગાડવાની) વાત તે દૂર રહી, કિંતુ શંખને લેવા (=ઉપાડવા) માટે પણ વાસુદેવ સિવાય બીજે કઈ સમર્થ નથી. માટે નિરર્થક પ્રયાસ ન કરો. પોતાના બળથી બળવાન સ્વામીએ જેમ બાળક ક્રીડાના દડાને ઉપાડે તેમ હાથથી શંખને ઉપાડ્યો. પછી સ્વામીવડે રમતથી મુખ આગળ ધારણ કરાયેલ શંખ જાણે હૃદયમાંથી નીકળેલ શુકલ ધ્યાનને પિંડ હોય તેમ છે. શંખને પૂર્યો એટલે લેકના ઉદરને (૩ખાલી જગ્યાને) પૂરી દેનાર વિનિ ઉત્પન થયે. પહેરેગીરે રોગીની જેમ મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. ચપળ તરંગોવાળા સમુદ્રો પ્રલયકાળની. જેમ ક્ષુબ્ધ બન્યા. પૃથ્વી પીઠ કંપી ઉઠી. ખરેખર ! બ્રહ્માંડ ફૂટી ગયું. જાણે લાંબે કાળ. એક સ્થળે રહેવાથી થયેલા પ્રેમથી સમુદ્રને મળવા માટે હોય, તેમ દ્વારિકાનો કિલ્લે તે જ ક્ષણે હાલવા (=કંપવા) માંડ્યો. આ વખતે રાજાઓથી ભરાયેલી સભામાં બેઠેલા કૃષ્ણ આ દવનિ સાંભળીને સંબ્રાન્ત બનીને ચારે બાજુ દષ્ટિ નાખી. કૃષ્ણ રામને કહ્યું શું બીજા દ્વિીપથી વાસુદેવ આવ્યા છે ? અથવા શું બીજે વાસુદેવ ઉત્પન્ન થયે છે ? કારણ કે શંખ વાગ્યા છે. આ પ્રમાણે કૃષ્ણ વિચારી રહ્યા હતા તેટલામાં પહેરેગીરેએ આવીને કહ્યું તમારા જ આ શંખને નેમિનાથે વગાડ્યો છે. આ પ્રમાણે સાંભળીને કૃષ્ણ સંભ્રમના આવેગથી નહિ સમાતા વિસ્મયને જાણે મસ્તકને હલાવવાના બહાનાથી સમાવતા હોય તેમ રહ્યા. ખરેખર ! અમારા કુલમાં નેમિ ચક્રવર્તી થયા છે. કારણ કે આ શંખ મેં પૂર્વે ફેંક્યો હતો ત્યારે ક્યારે પણ આ ધ્વનિ થયે નથી. કૃષ્ણ આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જગતને આનંદકારક આશયવાળા નેમિકુમાર સ્વયં જાણે
૧, રાજમતીના પક્ષમાં મોક્ષરસના આશ્રયવાળી.
૨. રામતીના પક્ષમાં ઘણોપરાતી એટલે સ્તન વૃદ્ધિ થતાં, સ્તનવૃદ્ધિ થતાં રાજમતીની કાંતિ, વિશેષ શોભે છે.