________________
ગુજરાતી ભાવાનુવાદ
૭૭, સ્પર્શીને રાજહંસની જેમ કૃષ્ણના હાથરૂપી કમળ ઉપર સ્પષ્ટપણે આરૂઢ થયું, અર્થાત્ કૃષ્ણની છાતીને સ્પર્શીને કૃષ્ણના હાથમાં આવ્યું. દેએ આ નવમે વાસુદેવ થયે એ પ્રમાણે છેષણ કરી, તથા પૃથ્વીને સુગંધી પાણીથી સીંચીને પૃથ્વી ઉપર પુષ્પવૃષ્ટિ કરી. કૃષ્ણ હજી પણ જેમ તેમ બોલતા જરાસંધની કાયારૂપી બેડીના ચક્રથી બે ભાગ કરી નાખ્યા. દેવતાઓએ જયધ્વનિ કર્યો. હવે જાણે સર્વના સંહાર માટે જન્મી હોય તેવી છવયશાએ તુરત માતાની સાથે અગ્નિમાં પ્રાણને હોમી દીધા. નેમિનાથ વડે મકલાચેલ માતલિ સારથિ પોતાના સ્થાને ગયે. કૃષ્ણ ભરતાઈને જીતીને દ્વારિકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણને રાજ્યાભિષેક થઈ ગયા પછી સેળ હજાર રાજાઓએ પોતાની બે બે કન્યાઓ ભક્તિથી કૃષ્ણને અર્પણ કરી. કૃષ્ણના શંખ, ખગ, ધનુષ, ચક્ર, વનમાલા, મણિ અને ગદા એ સાત રત્ન ઉત્પન્ન થયા. વાસુદેવપણાની સમૃદ્ધિથી અલંકૃત કૃષ્ણ રામની સાથે ભરતાર્ધનું સામ્રાજ્ય ભોગવ્યું. આ પ્રમાણે શ્રીનેમિકુમારે કંસ પત્નીની પ્રતિજ્ઞાના કારણે થયેલા યુદ્ધના મંડપમાં લાખ રાજાઓને બાંધીને રાખ્યા અને જરાસંધને વધ કરાવ્યું. પરિજનની સાથે કીડા–વિલાસ કરતા અને વિષયથી અતિશય વિમુખ એવા શ્રી નેમિકુમારે યૌવનને પસાર કર્યું.
સ્વેચ્છા પ્રમાણે ફરનારા અને હજારો ખેચરી-ભૂચરી પત્નીઓથી પરિવરેલા પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમારને એક દિવસ દ્વારિકાના ઉપવન વગેરેમાં ક્રીડા કરતા જોઈને સમુદ્રવિજય અને શિવાદેવીએ શ્રીનેમિકુમારને આ પ્રમાણે કહ્યું: વિશ્વ ઉપર અસાધારણ વાત્સલ્યવાળા હે વત્સ! તારા લેકેત્તર ચરિત્રેથી પુત્રવાળા મનુષ્યમાં અમે જ શ્રેષ્ઠ પ્રતિષ્ઠાને ધારણ કરીએ છીએ. પણ હે પુત્ર! તું યુવાન બનવા છતાં લગ્ન કરતે નથી તેથી અમે બીજાની પત્નીઓને જોઈને દુઃખી થઈએ છીએ. વિધાતાએ આખું જગત બેથી જ ( બેના જ) સંબંધવાળું બનાવ્યું છે. જો, સુવર્ણના આશ્રય વિના માણેકારત્ન પણ શોભતું નથી. વહુના દર્શન માટે વિશેષ ઉત્સુક બનેલી હું શિવાદેવી ભૂમિમંડલમાં તે જ સ્ત્રીઓને ધન્ય માનું છું કે જે સ્ત્રીઓની આગળ આજ્ઞા પ્રમાણે કરનારી, સુંદર પોષાકવાળી અને ચક્ષુ માટે અમૃતના પારણું સમાન વહુઓ ફરી રહી છે. નેમિકુમારે માતા-પિતાને પ્રણામ કરીને મધુરવાણીથી કહ્યું જેનાથી પરિણામે દુઃખ મળે તેવી કન્યાને સ્વીકારવા માટે હું ઉત્સાહિત થતું નથી. જ્યારે હું કુશળ અને હિત કરનારી પ્રિયાને જોઈશ ત્યારે જ સ્વીકારીશ. તેથી આપે જરાપણ ખેદ ન કરવો. પંડિતમાં શ્રેષ્ઠ એવો કયે પુરુષ દુઃખની વેલડી જેવી અને ભયંકર જેવીતેવી સ્ત્રીઓને સ્વીકારીને દુઃખનું ભાજન થાય? નેમિકુમારે સરલ આશયવાળા માતા-પિતાને આ પ્રમાણે સમજાવી દીધા. અથવા તત્ત્વદષ્ટિવાળા પુરુષે પોતાનાથી અને બીજાઓથી કબૂલ કરાતા નથી
આ તરફ યશોમતીને જીવ અપરાજિત વિમાનમાંથી ચવીને ઉગ્રસેરાજાની પત્ની