________________
૭૩
ગુજરાતી ભાવાનુવાદ સહિત કિલો કર્યો. એકમાળ, બે માળ, ત્રણ માળ વગેરે માળવાળા, ગોળ વગેરે વિવિધશોભાવાળા અને વિમાન જેવા કેડે મહેલે કર્યા. આ મહેલ દશાર્થોના છે, આ બીજા મહેલે ઉગ્રસેન રાજાના છે, ઈત્યાદિ સ્પષ્ટતાથી દેએ રમતમાં મહેલે તૈયાર કર્યા. તે સર્વ મહેલ મણિ-સુવર્ણમય હતા, અર્થાત્ મણિ અને સુવર્ણના બનાવેલા હતા. સર્વ મહેલ કિલ્લાથી યુક્ત અને કલ્પવૃક્ષોથી ઘેરાયેલા હતા. આવા સુંદર મહેલે શેભતા હતા. વાસુદેવ માટે સર્વતૈભદ્ર નામને અઢાર માળવાળો અને બળદેવ માટે પૃથિવીજય નામનો અઢાર માળવાળો મહેલ કર્યો. તે બે મહેલની આગળના ભાગમાં રાજસભા કરી. પછી મંદિરની શ્રેણી કરી. કુબેરે માત્ર એક અહોરાત્રમાં આ નગરી બનાવી. પશ્ચિમ સમુદ્રના કાંઠે કૃષ્ણને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. દેવોએ કરેલા મહોત્સવ પૂર્વક કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશ કર્યો.
શ્રીનેમિકુમાર ત્રણ જ્ઞાનથી યુક્ત હોવા છતાં ઉદ્યાનમાં રામ વગેરેની સાથે અજ્ઞાનની જેમ બાલક્રીડાઓથી રમ્યા. તેમણે પણ પ્રભુને ઘણું રમતાથી રમાડ્યા. ઉંમરને અનુસરનારા ભાવે મેટાએને પણ બાધા કરે છે. હવે ઈચ્છા પ્રમાણે જેમને વૈભવ મળ્યું છે એવા પ્રભુ બાલ્યાવસ્થાને ઓળંગીને જેમ વૃક્ષ પુષ્પ–કુલની અવસ્થાને પામે તેમ યૌવનને પામ્યા. સમચતુરસસંસ્થાનવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને દશધનુષ ઊંચા
સ્વામી ગુણથી અનુપમ હતા. બધી જ કળાઓમાં પોતે જ પોતાના ઉપાધ્યાય બનીને કુશળતાથી તે તે વિષયનું વિશિષ્ટ જ્ઞાન મેળવીને પ્રભુએ ( લોકોના) હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. યૌવન વિકારી છે એવી જે શાશ્વતી પ્રસિદ્ધિ છે તેને પ્રભુએ સફલ કરી, પણ કામિનીઓમાં, પિતાનામાં નહિ, અર્થાત્ યૌવનને પામેલા પ્રભુને જોઈને સ્ત્રીઓ વિકારને વશ બનતી હતી, પણ પ્રભુ વિકારને વશ બનતા ન હતા.
આ તરફ વણિક ઘણું કરિયાણાં લઈને દ્વારિકામાં આવ્યા. ત્યાં કરિયાણું વેચ્યાં. દ્વારિકામાં થતા લાભથી વિશેષ લાભ મેળવવા રત્નકંબલેને વેચવા માટે તે વણિકે રાજગૃહનગરમાં ગયા. તે ઉત્તમ વણિકે એ જીવ શાને રત્નકંબલે બતાવી. જીવયશાએ અર્થો લાખ મૂલ્ય આપવાનું કહ્યું. આથી વણિકેએ કહ્યુંઃ ધિક્કાર થાઓ ! અમોએ દ્વારિકામાં એક લાખ મૂલ્ય મળતું હતું છતાં રત્નકંબલે ન આપી. કારણ કે અતિભ કેવળ જીવન મૂળનાશ માટે થાય છે. એ દ્વારિકા નગરી કેવી છે? એમ છવયશાએ તેમને પૂછયું. તેમણે વિરતારથી કહ્યું કે, સમુદ્ર આપેલા સ્થાનમાં દેએ તે નગરી બનાવી છે. . કુબેરે તેને ઘણા કાળથી ધન-ધાન્ય વગેરેથી પૂર્ણ બનાવી દીધી છે. તેમાં દેવકી અને વસુદેવને પુત્ર કૃષ્ણ રાજય કરે છે. આ પ્રમાણે સાંભળીને જાણે ભૂતના વળગાડવાળી હોય તેવી, છૂટાકેશવાળી અને માથું કૂટતી તેણે જરાસંધને કહ્યું કે કંસને શત્રુ હજી પણ