________________
શીલાપદેશમાલા ગ્રંથના
જરાસંધે તેને કહ્યું તું રુન્નુન ન કર. હું કંસના ઘાતકાને પરિવાર સહિત મારી નાખીશ. પછી જરાસંધે દૂતને સઘળી વિગત સમજાવીને સમુદ્રવિજયની પાસે મેાકયાં. તે ત્યાં જઈને કહ્યું: તમારા સ્વામી જરાસંધ તમને આજ્ઞા કરે છે કે, કંસના ઘાત કરનારા રામ અને કૃષ્ણ એ એને અમને સોંપી દે. સમુદ્રવિજય આદિએ તારા સ્વામીની આ આજ્ઞા ચેાગ્ય નથી એમ અનેક રીતે તેને સમજાવ્યા. પછી કૃષ્ણ વગેરેએ ક્રાધમાં આવીને તેનુ અપમાન કર્યુ.. બીજા દિવસે સમુદ્રવિજયે પેાતાના સર્વ બાંધવાને એકઠા કરીને ક્રષ્ણુકિ નિમિત્તિયાને પૂછ્યુ... કે, હે મહાશય ! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના અધિપતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભેા થયા છે, તેા હવે તેમાં પરિણામ શું આવશે તે કહેા ક્રષ્ણુકિએ કહ્યું: કૃષ્ણ અને રામ થોડા જ કાળમાં અધ ભરતના અધિપતિ થશે, તેથી તમારે આ વિષે ખેદ ન કરવા. પણ હમણાં તે તમારે પશ્ચિમદિશામાં શ્રીવિષ્યપ ત તરફ જઈને સમુદ્રના કિનારે નિઃશંકપણે રહેવુ. કૃષ્ણની પત્ની સત્યભામા જ્યાં એ પુત્રને જન્મ આપે ત્યાં નગરી બનાવીને સુનિશ્ચિત રહેવું. ( ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયના પ્રાર`ભ થશે. ) યાદવેશ્વરાએ સાત કુલકોટિ યાદવાની સાથે શૌય - પુરથી પ્રયાણ કર્યું. ઉગ્રસેન રાજા અગિયાર કુલકોટિ યાદવાની સાથે ગયા. ક્રમે કરીને વિધ્યપ ત પાસે આવ્યા. ત્યાં આવ્યા ત્યારે યાદવાએ સાંભળ્યુ` કે યાઢવાને મારવા સૈન્ય લઈને આવતા જરાસંધના પુત્ર કાલ મૃત્યુ પામ્યા છે. કાલના મૃત્યુની વાત સાંભળીને (ક્રોષ્ટિએ સાચુ` કહ્યું એમ વિચારીને) યાદવાએ સત્યવાદી ક્રોકની પૂજા કરી. એકવાર માર્ગમાં જતા તેમને અતિમુક્તક મુનિ મળ્યા. સમુદ્રવિજય આદિએ વંદન કરીને તેમને પૂછ્યું: હવે પછી અમારું શું થશે? મુનિએ કહ્યું: તમારા પુત્ર ખાવીસમા તીર્થંકર થશે, તથા રામ અને કૃષ્ણ દ્વારિકા નગરીમાં રહેશે અને ભરતના અધિપતિ થશે. આ પ્રમાણે કહીને મુનિએ ખીજા સ્થળે વિહાર કર્યાં. આનંદ પામેલા યાદવાએ સૌરાષ્ટ્ર દેશમાં આવીને છાવણી નાંખી. ત્યારે સત્યભામાએ બે પુત્રાને જન્મ આપ્યા. તેના ભાનુ અને ભામર એવા નામ પાડ્યાં. હવે કૃષ્ણે સુસ્થિતદેવને સાધવા માટે અઠ્ઠમ તપ કર્યાં. પ્રસન્ન થયેલા તે દેવે પ્રત્યક્ષ થઈને રામને સુધાષ નામના અને કૃષ્ણને પાંચજન્ય નામના શંખ આપ્યા. પછી તેણે કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ઃ કામ કહા, તમે મને શા માટે યાદ કર્યા ? કૃષ્ણે કહ્યું : ( પૂર્વે થઈ ગયેલા) વાસુદેવે જે દ્વારિકાનગરીને પાણીમાં ડુબાડી દીધી છે તે હવે મને આપ. દેવે ઇંદ્રને વિનંતી કરી. ઈંદ્રે કુબેર દ્વારા નવાજન પહેાળી અને ખાર ચેાજન લાંબી દ્વારિકાનગરી કરાવી. તેમાં અઢાર હાથ ઊંચા, ખાર હાથ પહેાળા અને નવ હાથ ભૂમિમાં રહેલા ખાઈ
७२
૧ વિંધ્યષત પાસે જતાંજ તમારા શત્રુના ક્ષયના પ્રારંભ થશે એમ ક્રોષ્પષ્ટિએ પૂર્વે કહ્યું હતુ. વિંધ્યપવત પાસે જતાં કાલનું મૃત્યુ થયું આથી ક્રોકિનું કહેલું સાચું પડયું.