________________
•
ગુજરાતી ભાવાનુવાદ
૭૧
રૂપા કરીને માતાની પાસે મૂકવા. જેમ સૂર્ય પદ્મિનીની નિદ્રાને (=સ કાચને) દૂર કરે તેમ ઇંદ્રે શિવાદેવીની અવસ્વાપિની નિદ્રાને દૂર કરી અને જિનના પ્રતિબિંબને સંહરી લીધું. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજય રાજાના ઘરમાં હને કરનારાં સુવર્ણ રત્નાની અનેકવાર વૃષ્ટિ કરી. ઈંદ્રે પ્રભુના અંગુઠામાં અમૃતના સંચાર કર્યાં. ભૂખ્યા થયેલા પ્રભુ એ અમૃત પીતા હતા. કારણ કે તીર્થંકરા સ્તનપાન કરતા નથી. તે વખતે ઇંદ્ર પાંચ અપ્સરાઓને પ્રભુની ધાવમાતા તરીકે રાખી. પછી ઇંદ્રે નંદીશ્વર દ્વીપમાં જઇને અષ્ટાહ્નિકા મહાત્સવ કર્યાં. પછી સવ દેવા પાતપેાતાના સ્થાને ગયા અને મહાત્સવા કર્યો.
તેટલામાં જાણે પ્રભુના તેજથી દૂર કરાઈ હોય તેમ રાત્રિ પૂર્ણ થઈ. લોકાને આનંદ આપનાર દક્ષિણ દિશાના પવન વાવા લાગ્યા. દિશાએ પ્રસન્ન થઈ. આખુ જગત હ મય થઇ ગયું. પૂર્વાંઈશાએ જાણે પ્રભુને ભેટ આપવાનુ ફૂલ હોય તેમ, સૂર્યને પ્રગટ કર્યાં, કમલ જેવા નયનેાવાળા શિવાદેવી પદ્મિનીની (=સૂર્યવિકાસી કમલિનીની ) જેમ જાગ્યા. શિવાદેવીએ જંગમ કલ્પવૃક્ષ સમાન પુત્રને જોચેા. દાસીએએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. વસંતઋતુમાં કાયલની જેમ રાજા તુરત પ્રસન્ન થયા. રાજાએ કેદીઓને બંધનથી મુક્ત કર્યા. રાજાઓએ લાવેલા શ્રેષ્ઠ હાથી અને અશ્વ વગેરે ભેટાંઓથી સમુદ્રવિજય રાજાનુ` માટું પણુ આંગણું સાંકડુ થઈ ગયું. રાજાએ લેાકમાં આશ્ચય કરે તેવા પુત્રના જન્મમહેાત્સવ કર્યાં. તે મહાત્સવમાં નૃત્ય કરતી વેશ્યાઓના નાદ સભળાતા હતા, તથા રાજાએ જ્ઞાતિજનાની અને નગરજનાની પૂજા કરી. છઠ્ઠા દિવસે જાગરણુ, સૂર્ય દર્શન, ચંદ્રદર્શન વગેરે કર્યું. ખારમા દિવસે નામકરણના ઉત્સવ કર્યો. માળક ગર્ભમાં હતા ત્યારે પણ લોકોના અરિષ્ટા=અનિષ્ટો નાશ પામ્યા હતા, આથી તેનુ' અરિષ્ટનેમિ એવુ' સાર્થક નામ પાડ્યું. કાઈ જાતના ભાર વિનાની બંધુઓની પત્નીએ ઘણા પુત્રાને રમાડ્યા હાવા છતાં જાણે ખાળકો જોયા ન હોય તેમ સ્પર્ધાથી પ્રભુને રમાડ્યા. રાજાએવડે એક હાથમાંથી બીજા હાથમાં લઈ જવાતા નેમિસ્વામી એક કમળથી બીજા ક્રમળમાં જતા રાજહંસની જેમ શાલ્યા. સ્વામીના કંઠમાં રહેલી મેાતીઆથી યુક્ત સેનાની માળા જાણે મુખરૂપી ચંદ્રની સેવા માટે તારાઓની શ્રેણિ ઉગી હોય તેમ શેાભી. પ્રભુના સ્વાભાવિક સૌભાગ્યથી લેાકાએ પ્રભુ માટે મ’ગલા કર્યા. શ્રીનેમિકુમાર માતા-પિતાના સેંકડા મનારથાની સાથે વૃદ્ધિ પામ્યા.
આ તરફ કૃષ્ણે કંસને મારી નાખ્યા. આથી કંસની પત્ની જીવયશા પેાતાના પિતા પ્રતિવાસુદેવ જરાસંધની પાસે ગઈ. રુદન કરતી તેણે કંસવધની વિગત કહી,
૧. ૭૦ (સિત્તેર)મા શ્ર્લાકમાં બહુ જ ટુંકમાં જણુાવ્યુ. હાવાથી વાંચનારને તેના ભાવ ખરાખર સમજાય એ માટે અનુવાદમાં અન્ય ગ્રંથના આધારે થાડા વિસ્તારથી જણાવ્યું છે. “તા હવે તેમાં પરિણામ શું આવશે તે કહે!” ત્યાં સુધીનું લખાણ ૭૦ (સિત્તેર)મા શ્ર્લાકનેા જ ભાવાનુવાદ સમજવેા,