________________
શીલપદેશમાલા ગ્રંથને આગળ વજને ઉછાળતે ચાલવા લાગે. અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પૂર્વ દિશામાં જિનને પિતાના મેળામાં પધરાવ્યા. તે વખતે બીજા ત્રેસઠ ઇદ્રો તે જ પ્રમાણે ભેગા થયા. આભિગિક દેએ બનાવીને મૂકેલા, એક યેાજન ઊંચા, તીર્થના પાણીથી ભરેલા, સોનું, રૂપું, રન અને માટી એ ચાર કેવલના (=મિશ્રણ વિના) પ્રત્યેકના બનાવેલા એક હજાર ને આઠ તથા સુવર્ણ-રૂપું, સુવર્ણ-રત્ન, રૂપું-રત્ન, સુવર્ણ–રૂ૫ - રત્ન એ પ્રમાણે મિશ્રણથી પ્રત્યેકના બનાવેલા એક હજાર ને આઠ કળશથી અને તેટલી જ ઝારીઓથી વાંજિત્રના નાદપૂર્વક ઇંદ્રોએ પ્રભુનું સ્નાત્ર (=જન્માભિષેક) કર્યું. ખુશમનવાળા અશ્રુત વગેરે ઇદ્રોએ ક્રમશઃ જિતેંદ્રનો અભિષેક કરીને, દિવ્યપુષ્પ વગેરેથી જિનેંદ્રની પૂજા કરીને સ્તુતિ કરી. હવે ઈશાનંદ્ર પાંચ રૂપ કરીને પ્રભુને પોતાના ખોળામાં લીધા. પછી પ્રભુને અભિષેક કરવા તત્પર થયેલા સધર્મેદ્ર ચાર દિશાઓમાં સ્ફટિક મણિના ચાર વૃષભ કરીને તેમના શિંગડાઓમાંથી ઉછળતા પાણીની ધારાઓથી પ્રભુને અભિષેક કર્યો. તુંબ (=ગંધર્વ જાતિને દેવ) સ્વામીના ગુણને ગાવા લાગ્યું. ઇંદ્ર સ્તુતિ કરવા લાગે. દેવાંગનાઓ વાજિંત્રના વિનિપૂર્વક પ્રકટ નૃત્ય કરવા લાગી. છે કે પ્રભુને સુગંધી કષાયરંગના વસ્ત્રથી લૂછીને, કલ્પવૃક્ષના પુષ્પોથી પૂછને, દિવ્ય બે વસ્ત્રો પહેરાવ્યાં. પ્રભુની આગળ દિવ્ય ચેખાઓથી અષ્ટ મંગલ આલેખીને ગવાતા મંગલ ગીતાપૂર્વક આરતીની વિધિ કરી. ઇદ્રની પુત્રી રંભા વગેરે અપ્સરાઓના નૃત્યપૂર્વક ઈંદ્ર નાટક કરાવ્યું. જેમના કંકણ અને નૂપુર રણકાર કરી રહ્યા છે તેવી નૃત્ય કરતી અપ્સરાઓએ નેત્રકટાક્ષાથી પુષ્પોની જેમ જિનનું પૂજન કર્યું. જેના બે હાથરૂપી કમલ ભેગા થઈ રહ્યા છે એવા ઇ પ્રભુના કંઠમાં પુષ્પમાળા પહેરાવીને કાવ્યરૂપી પુષ્પોથી પ્રભુની પૂજા કરી, અર્થાત્ સ્તુતિ કરી. તે આ પ્રમાણે - હે પ્રભુ ! આપની શરીરકાંતિરૂપી ઈંદ્રનીલમણિની શ્રેણિને જતી મારી હજાર આંખ આજે જ પ્રસન્ન થઈ રહી છે. હે યદુનાયક ! આપના શરીરની યમુના નદીના જલ જેવી શ્યામકાંતિ એ પૃથ્વી ઉપર ગંગાના જલ જેવા ઉજજવલ યશની ઉત્પત્તિ છે એ આશ્ચર્ય છે, અર્થાત્ શ્યામઢાંતિ ઉજજવલ યશને ઉત્પન્ન કરે છે એ આશ્ચર્ય છે. આ મેચૂલિકાની પૃથ્વી મહારત્નથી પૂર્ણ છે તે પણ અવશ્ય અમૂલ્ય રત્ન એવા આપનાથી જ રત્નવાળી થઈ છે. આપે આ દક્ષિણાવર્ત શંખને ખેળામાં ધારણ કર્યો છે તેથી ખરેખર! એ શંખ પૂજનારાઓનાં વાંછિતેને અવશ્ય પૂરે છે. આ પ્રમાણે સ્તુતિ કરીને જિનને ઈશાનેંદ્ર પાસેથી પોતાના બે હાથમાં લઈને પૂર્વ પ્રમાણે જ પાંચ
૧. અહીં “ગુરફુરત્યેક' એ શબ્દનો અથ વાક્ય ફિલષ્ટ થઈ જાય એ હેતુથી અનુવાદમાં કર્યો નથી. તેને ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં ઈંદ્રના હાથને કમળની ઉપમા આપી છે અને એ બે હાથરૂપી કમલ ભેગા થઈ ગયા (=બિડાઈ ગયા) એમ જણાવ્યું છે. કેમ ભેગા થઈ ગયા? એ પ્રશ્નને કલ્પનાથી ઉત્તર આપ્યા છે કે જાણે ભગવાનના મુખરૂપી ચંદ્રની કાંતિથી ઈંદ્રના બે હાથરૂપી કમલ ભેગા થઈ રહ્યા છે. સૂર્યવિકાસી કમળ ચંદ્રની હાજરીમાં બીડાઈ જાય છે.