________________
ગુજરાતી ભાવાનુવાદ અભ્યદય થયે. રાજાના ભંડારોમાં રત્નોની વૃષ્ટિ થઈ. જેમ લક્ષમી ચતુરાઈને, કવિની વાણ સારા અર્થને અને ખાણ અમૂલ્ય રત્નને ધારણ કરે તેમ શિવદેવીએ ગર્ભને ધારણ કર્યો. શિવાદેવીએ શરીર જાણે પ્રભુના પ્રભાવથી પ્રગટ થયેલ શુક્લધ્યાનરૂપી અમૃતથી લેપાયું હોય તેમ, પીળું ધારણ કર્યું, અર્થાત્ શિવાદેવીનું શરીર કંઈક પીળું થયું. શુભગર્ભના પ્રભાવથી શિવદેવીને થયેલા “કેદીઓને મુક્ત કરવા” વગેરે દહલાઓને રાજાએ પૂર્ણ કર્યા. રાજાએ જ્યારે જે 'પુંસવન વગેરે ક્રિયા કરવાની ઈચ્છા કરી ત્યારે તે ક્રિયા છે આવીને જલદી કરી દીધી છે એમ રાજા જેતે હતે. આશ્ચર્ય છે કે પ્રભુ મેટા થવા છતાં માતાનું ઉદર ન વધ્યું. સંપત્તિમાં કે વિપત્તિમાં મેટાઓમાં વિકૃતિ કયાંથી થાય? શ્રાવણ સુદ પાંચમની (મધ્ય) રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે અને લગ્ન સૌમ્ય ગ્રહથી યુક્ત થયું ત્યારે શિવાદેવીએ પુત્રને જન્મ આપ્યું. આસનના પ્રકંપથી છપ્પન દિકકુમારીએ ત્યાં આવી અને પોતાના આગમનને જણાવીને જિનને નમી. કેટલીક કુમારીએ સંવર્તવાયુથી એક જન સુધી સૂતિકાગ્રહને શુદ્ધ કરીને પ્રભુની પાસે ઊભી રહીને જિનના ગુણ ગાવા લાગી. બીજી કેટલીક કુમારીએ ભૂમિને સુગંધી પાણીથી સિંચીને પ્રભુથી દૂર રહીને નૃત્ય કરવા લાગી. કેટલીક હાથમાં ઝારી લઈને, કેટલીક હાથમાં દર્પણ લઈને, કેટલીક હાથમાં ચામર લઈને, કેટલીક હાથમાં પંખાને લઈને, કેટલીક હાથમાં દીવડીઓને લઈને, માતાની સાથે જિનને નમીને, પ્રભુની નજીક ઊભી રહીને, જિનના ગુણોને ગાવા લાગી. કેટલીક કુમારીઓએ જિનના નાલને છેદીને પૃથ્વીમાં દાટ્યો અને ખાડાને કપૂર વગેરે સુગંધી પદાર્થોથી પૂરી દીધો. કેટલીક કુમારીઓએ સૂતિકાગ્રહથી પૂર્વ, ઉત્તર અને દક્ષિણદિશામાં સિંહાસનથી યુક્ત ચેકવાળા મને હર ત્રણ કદલીગૃહે ક્ય. તે કદલીગૃહમાં (દક્ષિણદિશામાં) જિનને અને માતાને ઉદ્દવર્તન કર્યું, (પૂર્વ દિશામાં) સ્નાન કરાવ્યું, પછી ચંદન રસથી વિલેપન કરીને વઝ-અલંકાર વગેરેથી વિભૂષિત કર્યા. તે વખતે (ઉત્તરદિશામાં) ચંદનની ભસ્મ કરી, તે ભસ્મની રક્ષાપોટલી કરીને બંનેના હાથે બાંધી, પછી પર્વત તુલ્ય દીર્ઘ આયુષ્યવાળા થાઓ એમ કહીને બે ગેળા અફડાવ્યા.
હવે સૈધમે આસનકંપથી આવીને, સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરીને, જિન અને માતાને નમીને, માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, જાણે સ્પષ્ટપણે પ્રભુના પાંચ મહાવ્રતને માગવાની ઈચ્છાવાળો હોય તેમ, પાંચ રૂપ કર્યા. એક રૂપથી હાથમાં જિનને ધારણ કર્યા. એક રૂપથી જિન ઉપર છત્ર ધારણ કર્યું. બે રૂપોથી જિનને બે ચામર વીંઝવા. વારંવાર ડેકને વાળીને જિન મુખ ઉપર દષ્ટિ નાખતે તે પાંચમાં રૂપથી જિનની
૧. પુંસવન એટલે સ્ત્રીને ગર્ભ રહ્યા પછી અમુક સમયે કરવામાં આવતો એક પ્રકારને સંસ્કાર. ૨. ઉદ્વર્તન એટલે શરીરને સ્વચ્છ કરનાર ચૂર્ણ વગેરે રોળીને શરીરને સાફ કરવું.