________________
* શીશાલા ગ્રંથને ત્યાં તે જીવ હદયમાં આંતરિક આનંદ અનુભવ કરતે હતા, તથા અરિહંતના ગુણ ગાનમાં સુખને અનુભવ કરતા હતા. આ રીતે તેણે ત્યાં તેત્રીસ સાગરોપમપ્રમાણ આયુષ્ય પસાર કર્યું.
(નવ ભવ નેમિનાથ-રાજીમતી) આ તરફ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં જાણે લક્ષમીને ભંડાર હોય તે શ્રીકુશા નામનો દેશ હતે. સર્વ પ્રકારના ધાન્યરૂપી સંપત્તિથી યુક્ત, લાંબા રેખાઓથી શોભિત તે દેશના ઉત્તમ ક્ષેત્રમાં 'નિરીતિતા એ એક દોષ હતું. તે દેશમાં પ્રગટ થયું છે અતિશય શૌર્ય જેમાં એવું શૌર્યપુર નામનું નગર હતું. તે નગરની લક્ષમીને જોવાના કુતૂહલવાળો ઇંદ્ર હજાર આંખવાળો થા. પૂજ્ય જૈનશાસનથી યુક્ત અને દશાર્યોમાં પ્રથમ એ સમુદ્ર વિજય તે નગરમાં તિષ્યક્રમાં ચંદ્રની જેમ રાજા હતા. વિષ્ણુને પાર્વતીની જેમ સમુદ્ર વિજ્યને શિવાદેવી પત્ની હતી. સાત અંગના દાનથી તે પતિને શંકરને જેટલી પાર્વતી પ્રિય હતી તેનાથી પણ અધિક પ્રિય હતી. આ તરફ કાર્તિક વદ બારસની મધ્યરાત્રિએ કન્યા રાશિમાં રહેલા ચંદ્રને ચિત્રા નક્ષત્રમાં એગ થયે ત્યારે ત્રણ જ્ઞાનથી વિભૂષિત તે શંખને જીવ અપરાજિત વિમાનથી ચ્યવને શિવાદેવીની કુક્ષિમાં અવતર્યો. આ સમયે ક્ષણવાર નારકેને પણ સુખ થયું, અને ત્રણ જગતમાં સર્વ તરફ ઉદ્યોત પ્રગટ્યો. હાથી, વજ, સિંહ, લક્ષમીદેવી, પુષ્પમાળા, રત્નપુંજ, બળતે અગ્નિ, ચંદ્ર, સૂર્ય, વિમાન, પદ્મસરોવર, સમુદ્ર, વૃષભ અને કુંભ એ ચદ સ્વપ્નને સુખમાં પ્રવેશતાં જોઈને માંરૂપી તરંગથી વ્યાકુલ બનેલા શિવાદેવી માતા જાગી ગયા. શિવાદેવીએ સમુદ્રવિજયને સ્વમની વિગત કહી. સાંભળીને આનંદ પામેલા સમુદ્રવિજયે પિતાના ક્રોખુકિ નામના નિમિત્તવેત્તાને સ્વેચ્છાથી વાણીથી સ્વમનું ફલ પૂછયું. પુણ્યથી તે જ વખતે ચારણશ્રમણ પણ ત્યાં પધાર્યા. તે વખતે મહાસ્વપ્નને સાંભળીને તે બેએ સ્વમનું ફળ આ પ્રમાણે કહ્યું - મહાપુણ્યથી પ્રાપ્ત કરી શકાય એવી સંપત્તિઓ જેમનાથી મળે તેવાં આ સ્વપ્નને તીર્થકરોની કે ચક્રવતીની માતા જુએ છે. આથી આપને ત્રણ જગતનું રક્ષણ કરવા માટે દીક્ષા લેનાર, જેનું દર્શન અભય આપનારું છે, સર્વ જીને આધાર, કુલને મુગુટ અને લકત્તર એ પુત્ર થશે. વિસ્તૃત ઉદયવાળા રાજા અને રાણી આ પ્રમાણે સાંભળીને આનંદ પામ્યા. બહુમાનપૂર્વક સત્કાર કરીને તે બંને જ્ઞાનીને જવાની રજા આપી.
આસનકંપથી બાવીસમા તીર્થંકરને ગર્ભમાં અવતરેલા જાણીને ઇદ્રો જિનને નમીને ખુશ થયા. લક્ષમીએ રાજાનું પોષણ કર્યું, અર્થાત્ રાજાની લક્ષમીની વૃદ્ધિ થઈ દેશને
૧. નિત તિઃ જમાત ત૬ નિતિ, નિતિનો મારઃ રિતિતા, આ વિગ્રહ પ્રમાણે નિરાતિતા એટલે ઈતિ–ઉપદ્રવને અભાવ એવો અર્થ થાય. પણ અહીં ગ્રંથકારે નિઝા રિ= મા રિમન ત૬ નિતિ, નિતિનો માવઃ નિતિતા, આવો વિગ્રહ કલ્પીને નિરીતિતાને દેષરૂપ જણાવેલ છે. આ વિગ્રહમાં નિરીતિતા એટલે રીતિને મર્યાદાને અભાવ એ અર્થ થાય.