________________
७४
શીલપદેશમાલા ગ્રંથને જીવે છે. આ સાંભળી જરાસંધને કપરૂપી અગ્નિ સળગી ઉઠયો. જાણે વાયુસમૂહથી હોય તેમ શિરને ધુણાવતા તેણે કહ્યું: હે વત્સ! ધીરી થા. આમ કહીને તેણે યુદ્ધપ્રયાણની ભેરી વગડાવી.
સહદેવ વગેરે પુત્રો તથા દુર્યોધન અને શિશુપાલ વગેરે હજારે રાજાઓ ચારે બાજુથી ભેગા થયા. પછી અપશુકનોએ રોકવા છતાં ક્રોધથી બળતા પ્રતાપી જરાસંધે સૂર્યની જેમ પશ્ચિમદિશા તરફ પ્રયાણ કર્યું. આકાશમાં ફરતા અને યુદ્ધ જેવાના કૌતુકવાળા નારદે કૃષ્ણને જરાસંધના પ્રયાણની વાત કહી. આ સાંભળીને હુંકાર કરતા કૃષ્ણ બાહુ અને સાથળમાં આસ્ફાલન કર્યું. પછી પ્રયાણની ઈચ્છાવાળા તેણે યુદ્ધપ્રયાણનો પટહ વગડાવ્યું. યુદ્ધ માટે તૈયાર થયેલા દશાર્તા પરિવાર સહિત ભેગા થયા. સાડા આઠ કોડ પુત્રો કૃષ્ણને ચારે બાજુથી ઘેરી વળ્યા. ઉગ્રસેન પણ ધર વગેરે પુત્રોની સાથે આવ્યું. શાંતનુ રાજાના પુત્રો મહાસન વગેરે પણ આવ્યા. જાણે પાંચ અવયને ધારણ કરતા હોય તેવા, અર્થાત્ એક જ આત્માના પાંચ અંગો હોય તેવા, મહાબલવાન પાંચ પાંડ ભેગા થયા. પત્ની, સાસુ વગેરેના સંબંધમાં જે રાજાઓ હતા તેઓ પણ તે વખતે ભેગા થયા. જ્યારે ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓએ યુદ્ધના પ્રયાણનું મંગલ કર્યું, સ્તુતિપાઠકે અને શુકનો પણ આ ઉદ્યમ વિજયકારી છે એવું સૂચન કરી રહ્યા હતા, વાજિંત્રોના લેકને ભરી દે તેવા મહાન ઇવનિરૂપી મંગલ થઈ રહ્યું હતું, ત્યારે કોર્ટુકિએ આપેલા વિજય નામના સુંદર મુહૂર્તમાં, દારુક નામના સારથિવાળા અને ગરુડના ચિહ્નવાળા રથ ઉપર બેસીને, સૈન્યસહિત કૃષ્ણ પૂર્વ—ઉત્તર (ઈશાની દિશામાં પ્રયાણ કર્યું. ગંભીર વનિવાળા સેના અને સમુદ્ર એ બંને વેગને આશ્રયીને સમાન થયા, અર્થાત્ સમુદ્ર જેટલા વેગથી વહેતે હતે=આગળ વધતું હતું તેટલા જ વેગથી સેના પણ આગળ વધતી હતી. તથા તે બને પ્રલયકાળના પવનથી ક્ષોભ પામેલા સાગિરિ અને વિધ્યગિરિ જેવા (=અસ્થિર) જણાતા હતા. તે વખતે સેના-રૂપાના મેટા મુકુટની કાંતિના મંડલથી (=ઘેરાવાથી) આકાશ હજારે ચંદ્ર-સૂર્યોથી યુક્ત બન્યું. હાથીઓને ગરવ, ઘેડાએને હેકારવ, રથને સત્કાર અને પાયદળ લશ્કરના સિંહનાદથી શબ્દમય બનેલું જગત શભા પામ્યું. અશ્વોની ખુરીથી ઉડેલી ધૂળથી ધૂસરા (કાળા-ધોળા મિશ્રરંગવાળા) બનેલા આકાશમાં અમાસની રાત્રિની જેમ ભૂતે અને રાક્ષસે સ્વેચ્છા મુજબ ફરવા લાગ્યા.
હંસ અને ડિભક એ બે મંત્રીઓની સાથે વિચારણા કરીને જરાસંધે શત્રુઓથી સંભવિત વિદનેના નાશ માટે હજાર આશાવાળું ચક્રવ્યુહ રચ્યું. એ ચક્રની અંદર
૧. પશ્ચિમદિશા તરફ વળેલા સૂર્યને અવશ્ય નાશ થાય છે, તેમ જરાસંધનો પણ નાશ થવાનો. હોવાથી અહીં “સૂર્યની જેમ” એમ ઉપમા આપી છે.