________________
૬૫
ગુજરાતી ભાવાનુવાદ
ચારાયેલી વસ્તુઓ જેમ જેમ આળખાણી તેમ તેમ સીમાડાના અંતે રહેનારા લોકોને આપી. પછી કિલ્લામાં પેાતાના સામંતને મૂકીને અને પદ્ઘિપતિને પેાતાની સાથે લઈને કુમાર ચાલ્યા.
રસ્તામાં જતા તે એક દિવસ રાતે છાવણીમાં સુખપૂર્વક સૂતેલા હતા. આ વખતે તેણે કરુણ શબ્દ સાંભળ્યા. આથી તે તે તરફ ગયા. એક સ્ત્રીને રડતી જોઇને તેણે પૂછ્યું: હું ભીરુ! તારા દુઃખનું કારણ શુ' છે ? વિશ્વાસ પામેલી તેણે આ પ્રમાણે કહ્યું: અંગદેશમાં ચંપકવૃક્ષાની સુગંધવાળી ચંપાનગરી છે. તેમાં જિતારિ રાજા છે. તેની કીર્તિમતી પત્ની છે. તેની કુક્ષિરૂપી છીપમાં મેતી સમાન યશેામતી નામની પુત્રી હતી. જાણે પૂર્વ ગુણાના અભ્યાસ કર્યો હાય તેમ, તે ગુણાથી પૂર્ણ હતી (અનુક્રમે ) તે યૌવનને પામી. એ ૧પક્ષથી ( =પડખાએથી) યુક્ત હોવા છતાં કલાસમૂહથી મનેાહર હતી. જેમ પદ્મિનીને ( =સૂવિકાસી કમલિનીને ) ચંદ્ર ન ગમે તેમ આને રાજાએ ન ગમ્યા. પણ એકવાર યુવાનાના ગુણ્ણાનું વધુ ન થઈ રહ્યું હતુ. ત્યારે શ્રીષેણુ રાજાના પુત્ર શંખને સાંભળીને (અર્થાત્ શંખના ગુણ્ણાને સાંભળીને)તેના વિષે અતિશય અનુરાગવાળી થઇ. તેને શંખ વિષે અનુરાગવાળી જાણીને પિતાએ તેની પ્રશ'સા કરી. એને આપવા માટે જિતારિ રાજાએ માણસાને જેટલામાં હસ્તિનાપુર માકલ્યા તેટલામાં મણિશેખર વિદ્યાધરે તેની માંગણી કરી. આ શ્રીષેણુના પુત્ર શંખને આપી દીધી છે એમ કહીને જિતારિએ તેને ના પાડી. જેમ સિચાણા ચલીનું અપહરણ કરે તેમ તેણે ક્રેધથી ચશેામતીનું અપહરણ કર્યું. તેની બાહુમાં વળગેલી હું આટલી ભૂમિ સુધી આવી. અહીં તે પાપીએ મને બલાત્કારે તેના હાથથી છેાડાવી દીધી. હું તેની ધાવમાતા છું. મારા વિના તે દુઃખથી રહેશે એવા વિચાર મને દુઃખી કરે છે. શંખે કહ્યું : હે મા ! રડ નહિ, ધીરતાને ધારણ કર. આ હું જાઉં છું. તે વિદ્યાધરને હણીને હમણાં જ તારી કન્યાને પાછી લાવું છું. આ પ્રમાણે કહીને વીરામાં ઉત્તમ શખ તેને શેાધવા માટે પ્રવૃત્ત થયા ત્યારે ખરેખર પૂર્વદિશાએ ઉદયાચલ પર્યંત ઉપર દીપકની જેમ સૂર્યને મૂકયો. વિશાળ શિખરવાળા પવ તની ગુફાના દ્વારમાં બેઠેલા અને યશેામતીને પ્રાના કરતા તે અધમ વિદ્યાધરને શખે જોયા. મારા પ્રાણપ્રિય સ્વામી શંખ જ છે, ખીન્ને કોઈ નહિ, આ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞાને ખેાલતી યશેામતીને શખે સાંભળી. ઉત્સુક
૧. અહીં બે અર્થવાળા શબ્દપ્રયાગ છે. એક અર્થમાં પક્ષચુતા એટલે એ પાંખથી યુક્ત ખે પાંખથી યુક્ત પક્ષી હાય. પક્ષીઓમાં કળા (=વિદ્યા) ન હેાય. પણ યશે।મતી એ પક્ષથી (=પડખાથી) યુક્ત હાવા છતાં તેનામાં કળાસમૂહ હતા. આથી અહીં !હ્યું કે તે બે પક્ષથી (=પડખાએથી) યુક્ત હેાવા છતાં કલાસમૂહથી મનેહર હતી.
૨. પદ્મિનીના પક્ષમાં રાખનૢ શબ્દને ચંદ્ર અથ છે.