________________
શીલપદેશમાલા,
બંધુઓ માંડલિક રાજા થયા. (સમય જતાં) અપરાજિત રાજાએ પુત્ર પદ્મને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પોતે બે બંધુઓ, મંત્રી અને પ્રીતિમતી પત્નીની સાથે દીક્ષા લીધી. મરણના અંતે અનશન પાળીને આયુષ્ય પૂર્ણ થતાં તે બધા આરણકલ્પમાં ઇંદ્રના સામાનિક દેવ થયા.
(સાતમો ભવ શંખ-યશેમતી) આ તરફ સુખરૂપી લતાઓની વૃદ્ધિ માટે જલમય પ્રદેશ સમાન પ્રથમ (=જબૂ) દ્વીપમાં રત્ન વગેરે ઘણું ઋદ્ધિઓથી સમુદ્ર સમાન શ્રી હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં હાથીઓથી દેવની સાથે સ્પર્ધા કરનાર શ્રીષેણ નામને રાજા હતું. તેની શ્રેષ્ઠ હાથીના જેવી ચાલવાળી શ્રીમતી નામની રાણી હતી. શંખના સ્વપ્નથી સૂચિત અપરાજિતને જીવ જેમ શંખ સમુદ્રમાં ઉત્પન્ન થાય તેમ શ્રીમતી રાણની કુક્ષિમાં અવતર્યો. સમય થતાં તેને જન્મ થયે. પિતાએ તેનું શંખ એવું નામ રાખ્યું. યૌવનની સન્મુખ બનેલે તે સર્વ કળાએથી પૂર્ણ બન્ય. વિમલબોધને જીવ સુબુદ્ધિમંત્રીને પુત્ર થયે અને મતિપ્રભ એવા નામથી પ્રસિદ્ધ થયે. પૂર્વભવની જેમ તેની સાથે શંખને મૈત્રી હતી.
એકવાર સીમાડાના પ્રદેશના લોએ શ્રીશ્રીષેણ રાજાને જણાવ્યું કે, વિશાલ શિખરવાળા પર્વતની પાસે શ્રીચંદ્ર શિશિરા નામની નદી છે. ત્યાં સૈન્યવાળો, બલવાન અને અતિશય કષ્ટથી પકડી શકાય તેવું સમરકેતુ નામનો પલિપતિ કિલે બાંધીને રહેલો છે. તે આપના દેશની લમીને લૂંટે છે. આ પ્રમાણે ન સાંભળી શકાય તેવું સાંભળીને નિષ્કપટ પ્રતાપથી સૂર્ય સમાન અને તેને નિગ્રહ કરવાની ઈચ્છાવાળા રાજાએ યુદ્ધપ્રયાણની ભેરી વગડાવી. પરાક્રમના ઉલ્લાસથી સિંહ સમાન શંખકુમારે રાજાને કહ્યું : હે પિતાજી! માત્ર પલિપતિને જીતવા આપ જાતે આટલે બધે ઉદ્યમ કેમ કરે છે? ખુશ થયેલા રાજાએ તેને જવા માટે આદેશ કર્યો. સૈન્યથી પૃથ્વીતલને ઢાંકી દેનાર શંખકુમાર પલ્લીની હદ પાસે આવ્યા. પદ્ધિપતિ નાસી ગયે, કિલ્લો છોડીને બીજી તરફ જતે રહ્યો. નીતિને જાણનાર યુવરાજ પણ સ્વયં ઝાડીમાં સંતાઈ ગયે. ગુપ્ત વિચાર
ને જાણનાર તેણે સારસૈન્યથી યુક્ત પોતાના સામંતવડે પદ્વિપતિના મજબૂત કિલ્લાને સારી રીતે ગ્રહણ કરાયેલે કરાવ્યું, અર્થાત્ પિતાના સામંતને સારસૈન્ય લઈને કિલ્લામાં પ્રવેશ કરાવ્યું. અરે ! અરે ! શંખને જીવતે જ પકડે પકડે એ પ્રમાણે આદેશ કરતા પદ્વિપતિએ સુભટેને ગાઢ પ્રેરણા કરી. મહાબળવાળા કુમારે પણ જેમ જીવ કર્મોવડે પિતાને વીંટી લે છે તેમ કિલ્લામાં રહેલા પોતાના સુભટની સાથે તેને ચારે બાજુથી વીંટી લીધા. તેને ચારે બાજુથી એવી રીતે ઘેરી લીધું કે જેથી તેને નાસી જવાને ક્યાંય અવકાશ ન મળે. આથી તે કંઠ (=અભા) ઉપર કુહાડે મૂકીને કુમારના શરણે ગયે.