________________
શીલપદેશમાહા ગ્રંથને બનેલા શંખને આવતે જોઈને આ શંખ જ છે એવી કલ્પના કરીને વિદ્યાધરે શત્રુ માટે કાળ સમાન તલવારને ખેંચી. પછી તેણે યશોમતીને કહ્યું: જાણે મારા ભાગ્યથી જ ખેંચાયેલ હોય તેમ તારો સ્વામી આ શંખ મને મળે છે, તે તું જે કે હમણાં જ એને દેવાંગનાઓનો અતિથિ કરું છું. તિરસ્કારપૂર્વક શંખ બોલ્યાઃ રે રે! અધમ વિદ્યાધર ! પરસ્ત્રીની ચેરી રૂપ પાપવૃક્ષનું ફળ તને(હમણાં જ)બતાવું છું. જેમ સિંહ૧રેકારને (=રે એવા અક્ષરને સાંભળીને) પગ ઠેકીને પૃથ્વીને કંપાવે, તેમ વિદ્યાધર શંખકુમારના વચન સાંભળીને પગ ઠેકીને પૃથ્વીને કંપાવતે શંખકુમારની સામે આવ્યા. કુમારે અગણિતપુણ્યના પ્રભાવવાળા વિદ્યાધરરાજાના અવંધ્ય શસ્ત્રોને પોતાનાં શસ્ત્રથી દૂર કર્યા. પછી લાઘવતાથી તેના હાથમાંથી બાણ ખેંચીને તે બાણથી યેગી જેમ (શુદ્ધ) આત્માથી (અશુદ્ધ) આત્માને હણે તેમ તેને હણ્ય. બાણના પ્રહારથી તે છેદાયેલ મૂળવાળા વૃક્ષની જેમ નીચે પડ્યો. તેને પવન વગેરેથી સચેતન કરીને ફરી યુદ્ધ માટે આહાન કર્યું. વિદ્યાધર બેઃ હે કુમાર ! ગુણાનુરાગવાળી આ જેમ તમારી પ્રિયા છે તેમ મને પણ આદેશ પ્રમાણે કરનાર તમારે નકર જાણે. તથા સિદ્ધાયતનની યાત્રાથી પુણ્યની વૃદ્ધિ માટે અને અમારા ઉપર અનુગ્રહ કરવા માટે વૈતાદ્યપર્વત ઉપર મારી સાથે ચાલો. શંખકુમારે તેને સ્વીકાર કર્યો. સેનાને પિતાનો વૃત્તાંત જણાવીને જલદી હસ્તિનાપુરમાં મોકલી દીધી. સ્વામી યુદ્ધમાં નીચે પડી ગયા, પણ શંખકુમારે એમને જીવાડ્યા, આથી તે સ્વામીના ઉપકારી છે, એમ વિચારીને મણિશેખરના સુભટે શંખકુમારને નમ્યા. યશોમતીની ધાવમાતાને ત્યાં બોલાવી લીધી. પછી વિદ્યાધરથી વિભૂષિત શંખકુમાર યશોમતી અને કન્યાની સાથે કામ કરીને વૈતાઢ્ય પર્વત ઉપર ગયે. ત્યાં શંખકુમારે યશોમતીની સાથે નિષ્કપટચિત્તથી સિદ્ધાયતનમાં શાશ્વતજિનેની પૂજા કરી. પછી મણિશેખર શંખકુમારને પિતાના નગર કનકપુરમાં લઈ ગયો. જાણે લક્ષમીદેવીની દાનશાળામાંથી આપતું હોય તેમ દિવ્યવશ વગેરેથી મણિશેખરે શંખકુમારની પૂજા કરી. ત્યાં શંખકુમારે શત્રુને સંહાર, રાજ્યનું દાન વગેરેથી વીર વિદ્યાધર ઉપર અનેકવાર ઉપકાર કર્યો. આથી ખુશ થઈને વિદ્યાધરોએ તેને અનેક વિદ્યાઓ આપી. શંખકુમારે ત્યાં તે વિદ્યાઓ સાધી. વિદ્યાધરએ તેને પોતાની કન્યાઓ પણ આપી. પણ શંખકુમાર યશામતીને પરણ્ય ન હોવાથી તે કન્યાઓને પણ પરણ્યો નહિ.
પિતાની પુત્રીઓથી યુક્ત વિદ્યાધરે અને યશોમતીની સાથે શંખકુમાર ચંપાનગરીમાં આવ્યું. આથી જિતારિ રાજાને ઘણો જ આનંદ થયો. ઘણી સમૃદ્ધિથી સ્વર્ગને પણ પરાભવ કરનાર તે નગરમાં શંખકુમાર વિદ્યાધર કન્યાઓની સાથે યશોમતીને પર. કર્તવ્યને જાણનારાઓમાં ઉત્તમ એ શંખકુમાર શ્રીવાસુપૂજ્ય સ્વામીની યાત્રા કરીને
૧. જેમ : પવ જાન, તેમ ? ઘા રેજા રે અવ્યય છે. તે નીચ વગેરેને લાવવામાં વપરાય છે.