________________
શીલપદેશમલા
આ વખતે ઉત્તમ માલાથી યુક્ત, સખી સહિત અને જાણે દેવોને આકર્ષવારી સ્વર્ગમાંથી ઉતરેલી દેવી હોય તેવી પ્રીતિમતી આવી. તે કુમારીને જોતા બધા રાજાઓ તે રીતે કામથી મોહ પમાડાયા કે જેથી સ્થિર આંખવાળા અને જડ જેવા થઈ ગયા. પ્રતીહારિણી સ્ત્રીએ પ્રીતિમતીને કહ્યુંઃ આ સેંકડે ખેચર અને ભૂચર રાજાઓ બેઠેલા છે. એ રાજાઓમાં સરસ્વતીની જેમ પરીક્ષા કરીને શ્રેષ્ઠ વરને પસંદ કર. તે વખતે પ્રીતિમતીએ વાદિની (=વાદ કરનાર) થઈને અનેક પ્રશ્નો કહીને તેના ઉત્તર પૂછડ્યા. જાણે સ્ત્રી જાતિના પક્ષપાતથી સરસ્વતીએ અપરાધી માણસની જેમ સ્તંભિત કરી દીધા હોય તેમ, તે રાજાએ ઉત્તર ન આપી શક્યા.
આથી પ્રીતિમતીના પિતાએ વિચાર્યું ખરેખર ! વૃદ્ધ હોવાના કારણે ભૂલી જવાથી બ્રહ્માએ પ્રીતિમતીને અનુરૂપ વરનું સર્જન કર્યું નથી. મેં અહીં ચારે બાજુએથી બધા રાજાઓને ભેગા કર્યા. પણ તેઓમાં પુત્રીને ગ્ય કેઈ નથી. હા! હવે શું થશે? મંત્રીએ રાજાને કહ્યું હે મહારાજ! વિષાદ ન કરે. દુત્તા વસુવા= પૃથ્વી ઘણાં રત્નોવાળી છે. ગુણેથી અધિક પણ કેઈ પુરુષ હશે. તેથી હમણ રાહ જુઓ. પછી રાજાએ પટહથી ઘોષણા કરાવી કે- અહીં જે કઈ પ્રીતિમતીને જીતશે તે જ એનો વર થશે. આ સાંભળીને અપરાજિતે વિચાર્યું: મોટા માણસને સ્ત્રી સાથે વાદ કર એગ્ય નથી. કહ્યું છે કે-“બાળકની સાથે મિત્રતા, અકારણ હાસ્ય, ગધેડાનું વાહન, સંસ્કાર વિનાની વાણી, સ્ત્રીઓ સાથે વાદ અને ખલપુરુષની સેવા આ છમાં પુરુષ લઘુતાને પામે છે.” શ્રી જીતાઈ જાય તે પણ તેમાં પુરુષનો ઉત્કર્ષ ન થાય. આમ વિચારીને અપરાજિતે (થાંભલામાં રહેલી) પુતળીને દિવ્ય શક્તિવાળા મણિથી સ્પર્શ કર્યો. તેથી પૂતળીએ કહ્યુંઃ હે પ્રીતિમતિ! માનને છોડ, મારી સાથે વાદ કર. આ રાજાઓ તે માણસના આકારે પશુઓ છે. મારા ગુરુ આ રાજપુત્ર અપરાજિતે મારા ઉપર હાથ મૂકીને જે મહેરબાની કરી છે તે મહેરબાનીથી વાદમાં તત્પર બનેલી મને બૃહસ્પતિ પણ ન જીતી શકે. સરસ્વતીની પુત્રી જેવી પૂતળીએ આ પ્રમાણે કહ્યું એટલે પ્રીતિમતીનું મન ખુશ થઈ ગયું. આથી વાદ કરવા માટે આવીને પ્રીતિમતીએ પૂતળીને પ્રશ્નો પૂછયા, અને પૂતળીએ તેના ઉત્તર આપ્યા. તે આ પ્રમાણે પ્રશ્નઃ ગુરુ કેણ? ઉત્તરઃ તત્ત્વજ્ઞ. પ્રશ્નઃ ધર્મ કો? ઉત્તરઃ જીવદયા. પ્રશ્ન શું કરવું જોઈએ? ઉત્તરઃ ભવને છે. પ્રશ્નઃ શું સત્ય છે ? ઉત્તરઃ પ્રાણીઓનું હિત. પછી પૂતળીએ પ્રશ્ન પૂછો. બ્રહ્મચારીઓની પત્ની કઈ? મૈત્રી બ્રહ્મચારીઓની પત્ની છે એ આ પ્રશ્નને ઉત્તર છે. પણ પ્રીતિમતી મણિના પ્રભાવથી આ ઉત્તરને ન જાણી શકી. આ પ્રમાણે જિતાયેલી પ્રીતિમતીએ પૂતળીને કહ્યું શું આ માળા તારા કંઠે નાખું? પૂતળીએ ઉત્તર આપ્યઃ મારા ગુરુ આ અપરાજિતના કંઠમાં શ્રેષ્ઠ માળા પહેરાવ. મુશકેલીથી પૂરી કરી શકાય તેવી તારી પ્રતિજ્ઞાને ક્ષણવારમાં