________________
ગુજરાતી ભાવાનુવાદ
૬૧
ફરી અન્ય કેઈ નગરમાં ભુવનભાનું વિદ્યારે જ્યોતિષીના વચનથી રાજપુત્રને પિતાની બે કન્યા પરણાવી. પછી ઘાતકથી હણાયેલા સુપ્રભ નામના રાજાના ઘાને રાજપુત્રે મૂલિકાના પ્રભાવથી રુઝવી દીધું. આથી શુભ બુદ્ધિવાળો તે સુપ્રભ રાજાની અસાધારણ સ્વરૂપવાળા રૂપની શોભાથી દેવાંગનાઓને ત્રાસ પમાડનારી કન્યાને પરણ્ય.
ત્યાં જ ફરતા તે બે એકવાર કુંડનપુરમાં આવ્યા. ત્યાં કમળ ઉપર બિરાજમાન કેવલજ્ઞાનીને વંદન કર્યું. કર્ણરૂપી પાત્રમાં અમૃતના તરંગવાળી તેમની દેશના સાંભળીને તેમણે પૂછયું હે ભગવંત! અમે ભવ્ય છીએ કે અભવ્ય જ્ઞાનીએ કહ્યું તમે ભવ્ય છે. પછી જ્ઞાનીએ અપરાજિતને કહ્યું: તું બીજું સાંભળ, તું આ ભવથી પાંચમા ભવે નેમિ નામને બાવીસમા તીર્થંકર થઈશ. આ મંત્રીપુત્ર (તારે) પ્રથમ ગણધર થશે. આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા તે બે તને વંદન કરતા ફરવા લાગ્યા.
આ તરફ જનાનંદ નામના નગરમાં જિતશત્રુ રાજા હતા. તેની શીલરૂપી અલંકારને ધારણ કરનારી ધારિણી નામની પત્ની હતી. રત્નાવતીને જીવ માહે દ્રકલ્પથી ચ્યવીને ખાણમાં ઉત્તમ રત્ન ઉત્પન્ન થાય તેમ ધારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સમય થતાં જેમ ચંદ્રની પ્રજા સુધાને (=અમૃતને) જન્મ આપે (=ઉત્પન્ન કરે છે તેમ ધારિણીએ પુત્રીને જન્મ આપે. તેનું પ્રીતિમતી નામ પાડયું. તે કન્યા ગુણની સાથે વધવા માંડી. જાણે સરસ્વતીમાં લાંબા કાળ સુધી રહેવાથી ફલેશ થવાના કારણે ઉદ્દવિગ્ન બની હોય તેમ, સઘળી વિદ્યાઓ બીજો આધાર મેળવવાની ઈચ્છાથી તેને જ આશ્રય લીધે. ક્રમે કરીને યૌવનને પામેલી તેણે પ્રતિજ્ઞા કરી કે– મને વિદ્યાથી જે જીતી લે તેને જ હું વરીશ. વિચક્ષણ પુત્રીની અતિશય મુશ્કેલીથી પૂર્ણ થાય તેવી પ્રતિજ્ઞાને જાણીને પિતાએ પુત્રીના વર માટે સ્વયંવર કરવાનો પ્રયત્ન કર્યો. જે જે કળાઓમાં પ્રીતિમતી અતિશય કુશળ વિખ્યાત હતી તે કલાઓને અભ્યાસ કરવામાં રાજાઓની શ્રેણિ પ્રીતિવાળી બની. જિતશત્રુ રાજાએ બેલાવેલા ભૂચર અને ખેચર એ બધા ય રાજાઓ ત્યાં આવ્યા. પુત્રવિયેગની પિડાથી એક હરિનંદી રાવતા ન આવ્યું. કેટલાક કૌતુકથી આવ્યા, તે કેટલાક ભાગ્ય અને સૌભાગ્યના અભિમાનથી આવ્યા. ત્યાં આવેલા રાજાએથી (=એક જ સ્થળે બધા રાજાએ ભેગા થવાના કારણે) બાકીની પૃથ્વી જાણે રાજાએથી રહિત બની ગઈ. કલાકુશલતાની વિચારણારૂપ અમૃતનું પાન કરવાની ઈચ્છાથી અપરાજિત કુમાર પણ મિત્રની સાથે ત્યાં આવ્યા. પૂર્વે જેનાર કેઈ આપણને ઓળખી ન લે એમ વિચારીને તે બંનેએ મુખમાં ગુટિકા નાખીને જલદી રૂપપરાવર્તન કર્યું. આગળ ચાલતા પ્રતિહારીઓ જેમની ગુણશ્રેણિ ગાઈ રહ્યા છે તેવા વિદ્યાધર અને ભૂચર રાજાઓ ત્યાં ઊંચા મંચ ઉપર બેઠા.
૧. દેશમાં પ્રતિહારી એટલે દ્વારપાલ એવો અર્થ પ્રસિદ્ધ છે. પણ અહીં પ્રતિહારી એટલે સદા સાથે રહેનાર છડીદાર પુરુષ એવો અર્થ વધારે બંધ બેસતો જણાય છે. આ