________________
શીલપદેશમાલા (પાંચમે ભવ અપરાજિત–પ્રીતિમતી) આ તરફ પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટમાં તિલક સમાન પશ્ચિમ મહાવિદેહમાં પદ્મ નામનો વિજય છે. તેમાં સિંહપુરનગર છે. તેમાં દુશ્મનાવટરૂપી અગ્નિ માટે મેઘ સમાન હરિનંદી રાજા હતું. તેની કીર્તિથી આકાશમાં ચંદ્ર ટુકડા થયેલે દેખાતું હતું, અર્થાત્ રાજાની કીર્તિ સહન ન થવાથી ચંદ્ર જાણે ભાંગી પડ્યો હોય તેવું જણાતું હતું. તેની કામદેવ ઉપર દઢ શાસન કરનારી પ્રિયદર્શના નામની પત્ની હતી. તેના ચાંદની જેવા ઉજજવલ ગુણએ જગતને આશ્ચર્યથી રંગી દીધું હતું. ચિત્રગતિને જીવ મહેંદ્ર દેવલકથી ચ્યવીને તે બે પુત્ર છે. તેનું અપરાજિત નામ હતું. તે પવિત્ર બુદ્ધિવાળો હતે. અપરાજિતને વિમલબોધ નામને મંત્રીપુત્ર મિત્ર હતે. સુખમાં અને દુઃખમાં તે બંનેની બે નેત્રોની જેમ સમાન દશા હતી, અર્થાત એક સુખી હોય તે બીજે પણ સુખી રહેતો હતો અને એક દુઃખી હોય તે બીજો પણ દુઃખી રહેતું હતું. એકવાર તે બંને જંગલમાં અશ્વોને ખેલાવતા હતા. આ વખતે દુષ્ટ અશ્વો તેમને એક ક્ષણમાં દૂર મહાન જંગલમાં લઈ ગયા. તે બે અશ્વ ઉપરથી નીચે ઉતરીને લગામને ઢીલી કરે છે તેટલામાં ઘોડાઓ જલદી કૃતદન માણસની જેમ નીચે પડ્યા. માર્ગમાં થાકેલા અને તૃષાથી ઘેરાયેલા રાજપુત્ર અને મંત્રિપુત્ર કલિયુગમાં ન્યાય અને ધર્મની જેમ ક્ષણવાર નિસ્તેજ થઈ ગયા. મિત્ર જેવા સરોવરને પામીને અને અમૃત જેવા પાણીને પીને તે બંને જાણે સમુદ્રને પાર પામ્યા હોય તેમ સ્વસ્થ ચિત્તવાળા થયા. પછી રાજપુત્રે કહ્યું: હે મિત્ર! આપણી દેશાંતરમાં જવાની ઈચ્છા હતી તે (હમણાં) સફળ થઈ છે. જો કે માતા-પિતાની રજા લીધી ન હોવાથી તેઓને આપણે વિગ સહન કરવો પડશે, તે પણ તેઓ જેમ તેમ કરીને સહન કરી લેશે. તેથી આપણે આશ્ચર્યોથી પૂર્ણ પૃથ્વીતલ ઉપર ફરીએ. આ પ્રમાણે અનેક ચમત્કારોને જોવામાં પરાયણ તે બંને મદેન્મત્ત હાથીની જેમ ઈચ્છા મુજબ પૃથ્વી ઉપર ફર્યા. એક સ્થળે રાજપુત્રોથી ત્રાસ પમાડાયેલા અને શરણે આવેલા ચોરનું તેમણે રક્ષણ કર્યું, તથા રાજાના સૈન્યને જીતીને શ્રીકેશલરાજાની રૂપથી દેવસુંદરી જેવી કમલમાલા નામની પુત્રીને રાજપુત્ર પરણ્ય. એકવાર વિદ્યાધર રાજાની રત્નમાલા નામની પુત્રીનું એક વિદ્યાધરે અનુરાગથી અપહરણ કર્યું. તે કન્યા તેને ઈચ્છતી ન હતી. આથી તે રુદનપૂર્વક વિલાપ કરવા લાગી. તેના વિલાપથી આ જાણીને રાજપુત્રે વિવિધ શસ્ત્રોથી યુદ્ધ કરીને સૂર્યકાંત વિદ્યાધર પાસેથી તેને છોડાવી. સૂર્યકાંતે પણ તેના હૈયથી ખુશ થઈને ચાંદાને રુઝવનારી મહા મૂલ્યવંતી મણિસહિત મૂલિકા વનસ્પતિ તેને આપી, તથા તેના મિત્રને રૂપ પરાવર્તન કરનારી ગુટિકા આપી. કારણ કે તેવા પુરુષે ગૌરવ કરવાનું જાણતા હોય છે. રત્નમાલાને પિતાના પ્રત્યે અનુરાગવાળી જાણીને તેના માતા-પિતાની અનુજ્ઞાથી રાજપુત્ર પર.