________________
ગુજરાતી ભાવાનુવાદ ચિત્તાની જેમ છલાંગ મારીને તેના હાથમાંથી તલવાર ખેંચી લીધી અને મિત્ર સુમિત્રની બહેનને લઈ લીધી. ચક્રપુર જઈને સુમિત્રને તેની બહેન આપી. વિરક્ત બુદ્ધિવાળા અને બુદ્ધિશાલીઓમાં શ્રેષ્ઠ એવા સુમિત્રે રાજ્ય ઉપર પુત્રને મૂકીને દીક્ષા લીધી. મોટા તપોને કરતા સુમિત્ર રાજર્ષિ મગધદેશમાં ગયા. ત્યાં કેઈ ગામની બહાર કાયેત્સર્ગમાં રહ્યા. ઓરમાનભાઈ પવૅ કાત્સર્ગમાં રહેલા તેને જોઈને ધના આવેશથી ઘીની આહુતિની જેમ અગ્નિને પ્રજવલિત કર્યો. સુમિત્રને શત્રુ માનનાર, ક્રર સ્વભાવવાળા અને માતાની ગતિમાં જવાની ઈચ્છાવાળા તેણે ભાથામાંથી બાણ ખેંચીને પારધિની જેમ મુનિને મારી નાખ્યા. મહાત્મા પણ શુભધ્યાન અને આરાધના વગેરેથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને બ્રહ્મલેકમાં મહદ્ધિક દેવ થયા. મિત્ર ચિત્રગતિએ સુમિત્રના મૃત્યુને જાણીને શેક કર્યો. પછી નંદીશ્વરમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો. પુત્રી રત્નાવતી સહિત અનંગસિંહ તથા બીજા વિદ્યાધર તીર્થયાત્રા માટે નંદીશ્વરમાં હર્ષથી ભેગા થયા. ત્યાં આનંદિત ચિત્તવાળા ચિત્રગતિએ શાશ્વતા અરિહતેની દ્રવ્યપૂજા કરીને વિવિધ તેથી સ્તુતિ કરી. તે આ પ્રમાણે –હે સ્વામી! અનંત સંસારભ્રમણથી થાકેલા જીવને મારવાડમાં મહાન સરોવરની જેમ એક તું જ આનંદ માટે થાય છે. સંસારમાં ડૂબેલો. પણ હું જે તારું દર્શન પામે તેનાથી નિઃશંકપણે ઉત્તરોત્તર સમૃદ્ધિઓને પામીશ. અહીં દિવ્યઋદ્ધિનું મૂળ એવા ચિત્રગતિને આદરથી યાદ કરીને સુમિત્રદેવે તેના મસ્તકે પુષ્પવૃષ્ટિ કરી. અસંગસિંહ વિદ્યારે પુષ્પવૃષ્ટિને જોવાથી અને આ ખગ હરણ કરનાર છે એમ જાણીને “આ પુત્રીને વર છે? એ નિર્ણય કર્યો. તે વખતે દેવ અને ચિત્રગતિને પરસ્પર પ્રશંસા કરતા જોઈને ગર્વ રહિત બનેલા વિદ્યાધરો ચિત્રગતિને નમ્યા. તે વખતે રનવતીની દષ્ટિ લાવણ્યરૂપી અમૃતના સાગર એવા ચિત્રગતિમાં તેવી ડૂબી કે જેથી રત્નાવતી તે સ્થાનથી ન ખસી. રત્નાવતીને ચિત્રગતિ પ્રત્યે અનુરાગવાળી જઈને અને
જ્યોતિષીના વચનને યાદ કરીને રનવતીના પિતાએ સૂર રાજાને આ વાત કહી. પછી તે બંનેએ આનંદથી તેમને વિવાહ કરાવ્યું. કયે અજ્ઞાન માણસ પણ રત્નને સુવર્ણમાં ન જેડે ! ચિત્રગતિ ધનથી પુષ્ટ બનેલા અર્થ અને કામને રત્નાવતીની સાથે આચરતે હતે. ક્રમે કરીને તે ચેથા પુરુષાર્થને સાધશે. ધનદત્ત અને ધનદેવ એ બે દેવ સ્વર્ગથી ચ્યવીને ચિત્રગતિના મને ગતિ અને ચપલગતિ નામના નાનાભાઈ થયા. ચિત્રગતિએ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાડીને બે નાના બંધુઓ અને રનવતીની સાથે દીક્ષા લીધી. ઘણા તપને કરતા ચિત્રગતિમુનિએ ભવ્ય જીને ધર્મમાં પ્રવર્તાવ્યા. પાદપોગમન અનશનથી મૃત્યુ પામીને ચિત્રગતિમુનિ માહેંદ્ર નામના ચેથા દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયા. બે બંધુઓ અને રત્નાવતી એ ત્રણ પણ ત્યાં જ દેવ થયા. ચઢિયાતા સુખરૂપી લમીવાળા તે દેવે હર્ષની વર્ષોથી સુખમય જીવનવાળા અને ઘણુ સંપત્તિવાળા ચેથા દેવલોકમાં સાધિક સાત સાગરોપમ પ્રમાણ પોતાનું આયુષ્ય પસાર કર્યું.