________________
શીલાપદેશમાલા
અજ્ઞાનરૂપી અંધકારના નિગ્રહ કરનાર આ ધર્મ કરવા જોઈએ. રાજાપણું, ક્રિપણું અને દેવપણુ' વગેરે આ સમૃદ્ધિએ સારી રીતે આરાધેલા આ ધર્મના જ પરમાણુએ છે. ધમ મેાક્ષ માટે છે. મેાક્ષ માટેના ધર્મ સાધુ અને શ્રાવકના ભેદથી બે પ્રકારના છે. તેમાં એક ધમ (=સાધુધર્મ) માક્ષના સરળ માર્ગ છે. બીજો કઈક વક્ર છે.” પછી ચિત્રગતિએ કહ્યું : હા! સંસારમાં હું છેતરાયે છું. કારણ કે આ ધર્મ સ્વાધીન હોવા છતાં મેં એક પ્રકારના પણ ધર્મ આચર્યો નથી. આથી તેણે તારૂપી શાખાએથી ચારે તરફ વીંટાયેલા અને નિરતિચારપણારૂપ પુષ્પોથી અલંકૃત એવા સમ્યક્ત્વરૂપી કલ્પવૃક્ષના આશ્રય લીધા. હવે નમતી ડોકવાળા (=નમતા મસ્તકવાળા) સુગ્રીવે મુનિને પૂછ્યું: સુમિત્રને વિષ આપીને તે ભદ્રા કયાં ગઈ? મુનિએ કહ્યું : તે અહીંથી નાસીને રસ્તામાં જઈ રહી હતી ત્યારે ચારેાએ તેનાં વસ્ત્રો અને અલંકારો લૂંટી લીધાં અને તેને પલ્લેિપતિની પાસે લઇ ગયા. પદ્ઘિપતિએ પણ તેને વિષ્ણુકાની પાસે વેચી. તેમની પાસેથી નાસી છૂટેલી તે દાવાનલમાં બળીને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળીને તિય "ચપણામાં અનંતભવા સુધી ભમશે. રાજાએ કહ્યું : જેના માટે પાપ કર્યું. તે પદ્મ જીવે છે અને પેાતે નરકમાં ગઈ. અહા! કર્મીની ગતિ વિચિત્ર છે. અસાર સ'સારમાં જીવા નિર માહ પામે છે. સવેગમાં ઉત્સાહવાળા સુમિત્રે પણ તે વખતે કહ્યું: હું પિતાજી! મને રજા આપેા, જેથી હું દીક્ષા લઉં. જેમાં સ્ત્રીએ શાકિનીની જેમ પુત્રાને પણ હણે છે તે દારુણુ શ્મશાન જેવા આ સંસારથી હું કંટાળી ગયા છેં. સયમરૂપી ઉદ્યાનમાં સારી બુદ્ધિવાળા સુગ્રીવે સુમિત્રને દીક્ષાના નિષેધ કરી પેાતાના રાજ્ય ઉપર બેસાડી સ્વયં દીક્ષા લીધી. નવા રાજા થયેલા મિત્ર સુમિત્રને નગરમાં પ્રવેશ કરાવી ચિત્રગતિ પાતાના નગરમાં ગયા. સુમિત્ર રાજાએ પદ્મને કેટલાંક ગામે આપ્યાં. પણ તે તેટલાં ગામે થી સતાષ ન પામ્યા અને ઈચ્છા મુજબ પૃથ્વી ઉપર ભમવા લાગ્યા.
૫૮
આ તરફ સુમિત્રની બહેન કે જે કલિંગ રાજાની પત્ની હતી, તેનુ અન ગસિંહના પુત્ર કમલ વિદ્યાધરે અપહરણ કર્યું. સુમિત્રની સાથે થયેલી મૈત્રીના આદર કરીને ચિત્રગતિ રાજાએ જાતે ત્યાં જઈને કમલની સાથે યુદ્ધ શરૂ કર્યું. પુત્રને સહાય કરવાની ઈચ્છાથી અન ગસિંહ ત્યાં આવ્યા. ચિત્રગતિએ યુદ્ધમાં તેને હથિયાર વિનાના કરી નાખ્યો. હવે રત્નવતીના પિતા અન`ગસિંહે ઘણા કાળ પૂર્વે દેવે આપેલા અને મારવામાં સર્વોત્તમ એવા ખડ્ગ મહારત્નનું સ્મરણ કર્યું. તે જલદી ખેલ્યા રે રે બાળક ! જલદી નાસી જા, અન્યથા હુ તીક્ષ્ણ તલવારથી કમલના નાલની જેમ તારા મસ્તકને કાપી નાખીશ. ચિત્રગતિએ સ્મિતપૂર્વક કહ્યું: હે વૃદ્ધ! શુ' તેં સાંભળ્યું નથી કે કાયરના હાથમાં રહેલુ શસ્ત્ર વીરપુરુષોનું જ આભૂષણ થાય છે. પછી ચિત્રગતિએ જલદી
:
૧. સુગ્રીવના શબ્દા` ‘સારી ડાકવાળા' એવા થાય. પણ તેવા અર્થ અહીં બંધ બેસતા જણાતા નથી. આથી સુગ્રીવ શબ્દના “ સારી બુદ્ધિવાળા ” એવા ભાવાથ લખ્યો છે.