________________
ગુજરાતી ભાવાનુવાદ
૫૭ કેવી રીતે બનશે એમ વિચારીને ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું. સુમિત્ર સંકટને પામે ત્યારે પવ હર્ષિત કેવી રીતે બને ! એમ ક્રુર ભદ્રાએ ન વિચાર્યું. સ્ત્રીઓને આવું વિચારવાની બુદ્ધિ ક્યાંથી હોય? વિષના વેગથી સુમિત્ર મૂછ પામી રહ્યો છે એમ સાંભળીને રાજા મર્મસ્થાનમાં હણાય. સંભ્રાન્ત બને તે મંત્રીઓની સાથે જલદી તેની પાસે ગયે. મંત્રીઓએ કરેલા મંત્ર-તંત્ર વગેરે અનેક ઉપાયોથી પણ દુર્જનની દુષ્ટબુદ્ધિની જેમ વિષને વેગ શાંત ન થયું. ભદ્રાએ વિષ આપ્યું છે એ પ્રમાણે લોકેક્તિને સાંભળીને ભદ્રા દુષ્ટ સર્પિણીની જેમ પલાયન થઈને ક્યાંક જતી રહી. રાજાએ સુમિત્રના પરલેકના ભાથારૂપ ધર્મ કર્યો, અને તેના ગુણેને યાદ કરી કરીને મુક્તકંઠે રુદન કર્યું. તે વખતે કૌતુક જોવાની આકાંક્ષાવાળા અને પૃથ્વી ઉપર ભમતા ચિત્રગતિએ સુમિત્રના દુઃખથી ચક્રપુરને દુઃખી થયેલું જોયું. પછી વિમાનમાંથી ઉતરીને સુમિત્રને વિષથી મૂછિત થયેલો જાણીને મંત્રથી પવિત્ર પાણી છાંટીને સચેતન કર્યો. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને સ્વસ્થ ચિત્તવાળા સુમિત્રે ઊભા થઈને “આ શું? એમ પૂછ્યું. અહો ! મંત્રને પ્રભાવ ઘણું છે. તેને સકલ વૃત્તાંત કહ્યો. ઉત્કર્ષને સન્મુખ થયેલ અને સર્વ આશાઓને અદ્દભુત રીતે પ્રદીપ્ત કરતા (=વધારતા) એવા સુમિત્રે પવને (=નાના ભાઈને) હર્ષિત બનાવ્યું. પછી તેણે ઊભા થઈને પ્રાણ આપવાથી ઉપકારી થયેલા ચિત્રગતિને નમીને તેનું કુ વગેરે ઉત્કંઠાપૂર્વક પૂછ્યું. (ચિત્રગતિના) મંત્રીના પુત્રની પાસે રહેલા ચિત્રગતિન અને અતિશય હર્ષને કરારું તેના વંશનું નામ વગેરે બધું કહ્યું. જેમ માટી
દતા કુંભારને નિધિનું દર્શન થાય તેમ, મને આપને સંગ થવાથી વિષ આપનારી પણ સાવકી માતા મારી ઉપકારિણી બની એમ સુમિત્રે કહ્યું. પછી સુમિત્રે બંદીજનની જેમ ચિત્રગતિની સ્તુતિ કરી. તથા માતા-પિતા સહિત તેણે આગ્રહપૂર્વક (પોતાના ઘરે લઈ જઈને) પિતાની સમૃદ્ધિ પ્રમાણે ચિત્રગતિની સેવા કરી. પિતાના ઘરે જવા ઉત્સુક બનેલા અને એથી પિતાના ઘરે જવા માટે પૂછતા ચિત્રગતિને સુમિત્રે પ્રાર્થના કરી કે અહીં કેવલી પધારે ત્યાં સુધી રહો.
કેટલાક દિવસો પછી પૂર્વ પરિચિત કેવલજ્ઞાની પધાર્યા. ચિત્રગતિ સુમિત્ર વગેરેની સાથે વંદન કરવા ગયા. પછી આગળ જઈને બેઠેલા સુગ્રીવ વગેરેને કેવલી ભગવંતે ફ્લેશને નાશ કરનારી દેશના આપી. તે આ પ્રમાણે -“આ ધર્મમેક્ષાભિલાષી જીવન જમીન થાય છે, અર્થાત્ સંસારરૂપી કેદમાંથી છેડાવે છે. તેથી બુદ્ધિશાળીએાએ
૧ બીજા અર્થમાં સુમિત્ર એટલે સૂય. સૂર્ય સંકટમાં હેય ત્યારે પદ્મ કમળ વિકસિત કેવી રીતે બને ?
૨. બીજા અર્થમાં દયને સન્મુખ થયેલા અને સર્વ દિશાઓને અદભૂત રીતે પ્રકાશિત કરતા સૂર્યો કમળને વિકસિત કર્યો.