________________
૫૬
શીલપદેશમાલાગ્રંથને સ્વસ્થ ર્યા. તેથી ધન પિતાને ધન્ય માનવા લાગ્યું. તે મુનિની દેશના સાંભળીને ધન અતિશય વૈરાગ્યને પામ્યા. સાધુને ઘરે લઈ જઈને બંનેએ ખીર વહેરાવી. સાધુને માસકલ્પ સુધી ત્યાં રાખીને બંને ધર્મમાં દઢ પરિણામવાળા થયા. પિતાવડે રાજ્ય ઉપર બેસાડાયેલા ધને પૃથ્વીનું પાલન કર્યું. ધને ધનદત્ત અને ધનદેવ નામના બે ભાઈએ અને ધનવતીની સાથે સુગુરુની પાસે દીક્ષા લીધી. ક્રમે કરીને આચાર્યપદ પ્રાપ્ત કરીને ભવ્ય લેકેને પ્રતિબંધ પમાડ્યો. મરણ સમયે બે બંધુઓ અને ધનવતીની સાથે અનશન સ્વીકાર્યું. મહિનાના અંતે આયુષ્ય પૂર્ણ કરીને સ્નેહથી યુક્ત ધન અને ધનવતી સૌધર્મ દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવ થયા.
ત્રીજે ભવ ચિત્રગતિરત્નાવતી આ તરફ વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિનું આભૂષણ અને જાણે સૂર્યના તેજને પુજા હોય તેવું સૂરતેજ નામનું નગર હતું. તે નગરમાં વિદ્યાધરમાં ઉત્તમ અને નામ પ્રમાણે ગુણવાળે શૂર નામનો રાજા હતે. જેમ વિષ્ણુને લક્ષમી પત્ની હતી, તેમ તેને વિદ્યુન્મતી નામની પત્ની હતી. ધનને જીવ ત્યાંથી ચ્યવીને વિદ્યુમ્મતીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. તેનું ચિત્રગતિ નામ પાડવામાં આવ્યું. ક્લાસમૂહને પાર પામનાર તે શોભવા લાગે. વૈતાદ્યપર્વતની જ દક્ષિણ શ્રેણિનું આભૂષણ શિવમંદિર નગર હતું. તેમાં ચંદ્રના જેવા ઉજજવલ યશસમૂહવાળે અનંગસિંહ રાજા હતા. સૌધર્મ દેવકથી
વેલે ધનવતીને જીવ તે રાજાની શશિપ્રભા નામની પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તેનું રત્નાવતી નામ પાડવામાં આવ્યું. જેમાં સમુદ્રમાંથી ઘણું રત્નો પછી લમી ઉત્પન્ન થઈ તેમ રત્નાવતી ઘણા પુત્ર પછી ઉત્પન્ન થઈ. આથી તે માતા-પિતાને ઘણી પ્રિય હતી. જેમ લહમીદેવીને પતિ વિષણુ છે તેમ રતનવતીને શ્રેષ્ઠ વર કેણ થશે? એમ વિચારીને રાજાએ જ્યોતિષીને પૂછયું. જોતિષીએ કહ્યું : જેમ (દૂધ-પાણીને) સુવિવેક કરવાની બુદ્ધિવાળી હસલી માનસ સરોવરમાં લીલાપૂર્વક ખેલે, તેમ સુવિવેક કરવાની બુદ્ધિવાળી તમારી પુત્રી યુદ્ધમાં તમારા હાથમાંથી જે તલવાર ખેંચી લેશે અને નદીશ્વરદ્વીપમાં જેના મસ્તકે પુષ્પવૃષ્ટિ થશે, વિશુદ્ધ ઉભય પક્ષવાળા તેના ચિત્તમાં લીલાપૂર્વક ખેલશે, અર્થાત્ તે તમારી પુત્રીને વર થશે. રત્નાવતી પુત્રીને વરને જાણવામાં ઉપયુક્ત બુદ્ધિવાળા વિદ્યાધરે આ પ્રમાણે સાંભળીને જ્યોતિષીને દાનથી ખુશ કર્યો. - આ તરફ ભરતક્ષેત્રમાં ચક્રપુર નામના નગરમાં જાણે લક્ષમીદેવીના કંઠને અલંકાર હોય તે સુગ્રીવ નામને રાજા હતા. તેની યશસ્વતી અને ભદ્રા એ બે પત્નીએ હતી. તે બેને અનુક્રમે સુમિત્ર અને પ નામના બે ઉત્તમ પુત્ર હતા. તે બેમાં મેટે પુત્ર ગુણથી શ્રેષ્ઠ અને જૈનધર્મને જાણકાર હતા. બીજે તેનાથી વિપરીત સ્વરૂપવાળો, પાપી અને સર્ષની જેમ દૂર હતો. આ (ટે પુત્ર) હશે ત્યાં સુધી મારે પુત્ર રાજ