________________
૫૫
ગુજરાતી ભાવાનુવાદ જેથી ધન અને ધનવતીનું સર્જન કરનાર વિધાતાને પણ પ્રયાસ સફલ થાય. રાજાએ કહ્યું ખરેખર ! મારા મનની વાત સમજીને તેં બરાબર કહ્યું છે. તેથી તું અચલપુર પાછો જા અને તારા વચનને સફલ કર. સખીએ આ વૃત્તાંત ધનવતીની આગળ કહ્યો. ધનવતીને સખીના વરપ્રાપ્તિના સૂચક વચન ઉપર વિશ્વાસ ન આવ્યું. આથી તેણે સખીને મોકલીને દૂતને પોતાની પાસે બોલાવ્યા. કારણ કે વિવેકી માણસો શંકાવાળા કાર્યમાં વિશેષ ઉદ્યમવાળા હોય છે. દૂતના મુખથી બધું સાંભળીને સુંદર મુખવાળી તે અતિશય આનંદ પામી. કંકુના પાણીથી પત્ર લખીને દૂતને આપ્યું. આ પત્ર ધનને પહોંચાડજે એમ કહીને તેને રજા આપી. આનંદિત મનવાળો તે દૂત જલદી અચલપુર ગયે. પછી દ્વારપાળ વડે સૂચન કરાયેલે (=રાજાને જણાવીને અંદર જવાની રજા અપાયેલ) તે સભામાં બેઠેલા રાજાની પાસે ઉપસ્થિત થયે. પછી દૂત બેલે હે દેવ ! વિસ્મયવાળા સિંહરાજાએ વિક્રમરાજાની કુશળતા પૂછી છે, અને ત્યાં (સિંહરાજાને) કુશળ છે. પણ આપના કુમારને પુત્રી ધનવતી આપવા માટે મને ઉતાવળે મેકલ્યો છે. ધનવતીના રૂપને અનુરૂપ વર ધન જ છે. તેથી સંતાનના સંગથી પણ તમારા બેને સ્નેહ વૃદ્ધિ પામે. “તેમ થાઓ” એમ સ્વીકારી તે રાજાએ તેને રજા આપી. પછી તે ધનની પાસે ગયે. જાણે મૂર્ત સ્નેહ હોય તે ધનવતીને પત્ર તેને આ. કુમારે જાતે પત્રને
લીને વાં. તે જ વખતે અવસર પામીને કામદેવના બાણથી હણ. પત્ર આ પ્રમાણે હતે:-“આપનાથી જિતાયેલ કામદેવ જાણે સ્પર્ધાથી મને હણે છે. તેથી મારી ઉપેક્ષા ન કરે. હે નાથ ! આ સિવાય બીજું કાંઈ હું માગતી નથી.” તેની ચતુરાઈથી ખુશ થયેલા કુમારે પણ પોતાના મનહર હારની સાથે શગારયુક્ત પ્રતિપત્ર દૂતને આપ્યું. વસ્ત્રાદિથી પ્રસન્ન કરીને મેકલાયેલ દૂત કુંકુમનગર ગયે. કાર્ય સિદ્ધ થયું છે, એમ જણાવીને સિંહરાજાને સંતેષ પમાડશે. પછી કુમારનો હાર સહિત પત્ર ધનવતીને આપે. તેણે એકાંતમાં ખેલીને પત્ર વાંચે. તે પત્ર આ પ્રમાણે હતે –“રમાંથી વિકસિત શરીરવાળા અને હૃદયમાં તેને ધારણ કરતા મને પણ કામદેવ સ્પષ્ટ પીડા કરે છે. તેથી લગ્ન કરીને આ શત્રુને છત જોઈએ.” આ પ્રમાણે ધનને કામદેવની આજ્ઞામાં રહેલ જાણીને જાણે (ધનકુમારના) ગુણેની શ્રેણિ હોય તેવા તેના હારને કંઠમાં ધારણ કર્યો. પછી સારા દિવસે સિંહ રાજાએ સ્વયંવરા (=જાતે વરને પસંદ કરનારી ) ધનવતીને અચલપુર મેકલી. ધને તેને પરણીને જન્મને સફલ બનાવ્યું.
એકવાર ઉદ્યાનમાં શ્રી વસુંધર નામના જ્ઞાની બિરાજમાન છે એમ જાણીને વિક્રમરાજા પરિવાર સહિત વંદન કરવા ગયે. દિવ્યપુરુષે આમ્રવૃક્ષને નવવાર રોપવાનું જે કહ્યું હતું તેનું ફળ પૂછયું. જ્ઞાની સાધુએ તેમનાથના નવભવનું ચરિત્ર કહ્યું. જિનમતમાં સ્થિર બનીને બધા ય પોતાના ઘરે ગયા. એક દિવસ ધન અને ધનવતી ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં કઈ મુનિને મૂછથી ચેતના રહિત જોઈને ભક્તિથી