________________
૫૪
શીલેપદેશમાલા ગ્રંથો નામને મનુષ્ય છે. તેના પણ સ્વાભાવિકરૂપનું આલેખન કરવા હું સમર્થ નથી. મેં જે પ્રમાણે તેનું રૂપ જોયું તે પ્રમાણે યથાશક્તિ કંઈક આ આલેખ્યું છે. આ ધન કેણ છે એમ પૂછયું એટલે ચિત્રકારે કહ્યું : અચલપુરના સ્વામી શ્રી વિકમ નામના રાજાને આ ધન નામનો પુત્ર છે. રૂપનું સૌંદર્ય જોઈને અને ચિત્રકારનું વચન સાંભળીને ધનવતીના શરીરમાં તે જ ક્ષણે વિકસતા રોમાંચરૂપી અંકુરો પ્રગટ થયા. વારંવાર ધનનું રૂપ જોઈ જોઈને ધનવતી જાણે મૂછ પામી રહી છે અને કંઈક આ ખેલી રહી છે એમ જોઈને કમલિનીએ ચિત્રકારને કહ્યું : હે ચિત્રના ભંડાર ! સારું! સારું ! તેં ચિત્ર સારું ચિતર્ય છે. આ પ્રમાણે સ્પષ્ટ વક્રોક્તિ કહીને કમલિની બીજે જતી રહી. ધનવતી તેનું લાવણ્ય અતિશય પીને વિષ જેવા વનને છોડીને તૃષ્ણ સહિત ઘરે ગઈ. ધનમાં જ મનવાળી તે રાત-દિવસ બેસવામાં, સૂવામાં, જવામાં કે ભેજન કરવામાં એમ ક્યાંય ગરીબ માણસની જેમ સુખ ન પામી. એકવાર એકાંતમાં રહેલી તેને ખેદપૂર્વક સખીએ પૂછયું હે સખી! તું કૃષ્ણ પક્ષની ચંદ્રકળાઓની જેમ દરરોજ ક્ષીણ કેમ થાય છે? પાતળી કાયાવાળી ધનવતીએ જાણે રેષપૂર્વક કહેતી હોય તેમ કહ્યું હે સખિ ! તું મને સામાન્ય માણસને ઉચિત શું કહે છે? કારણ કે શું તારાથી પણ કંઈ ગુપ્ત છે? કમલિનીએ કહ્યુંહે માનિનિ ! તારી વાત સાચી છે. તું ધનને ઈચ્છે છે એ હું સમજું છું. તે ચિત્રદર્શનને નિધાનની જેમ હું ભૂલી ગઈ નથી. જાણવા છતાં મેં તને જે મશ્કરીવાળું વચન કર્યું તે માફ કર. કારણ કે હાસ્યથી કહેલું રેષા માટે થતું નથી. વળી ત્યારથી તને ધન વિષે અનુરાગવાળી જાણીને મેં બીજા જ દિવસે જતિષીને આ વિષે પૂછ્યું હતું કે, આ મારી સખીને જે પુરુષ ગમે છે તે પુરુષ તેને પતિ થશે? વિશ્વસનીય વચનવાળા તેણે પણ
એ પ્રમાણે થશે” એમ કહ્યું છે. તેથી તે નિર્મલ ધનવતિ ! તું કાયરતાને છેડીને ધૈર્યને ધારણ કર. કમલિનીથી આ પ્રમાણે કહેવાયેલી ધનવતી કંઈક સુખ પામી.
એકવાર તે શણગાર સજીને પિતાને વંદન કરવા ગઈ. તેને જોઈને રાજા વરની ચિતારૂપી સમુદ્રમાં ડૂબી ગયો. જાણે મહાત્માઓનાં ચિંતવેલાં કાર્યો (તત્કાળ) ફળે જ છે એમ ખરેખર ! તે જ વખતે વિક્રમરાજાની પાસેથી દૂત આવ્યા. રાજકાર્યની વિગત કહીને દૂત મૌન રહ્યો એટલે રાજાએ તેને પૂછ્યું: હે દૂત! અચલપુરમાં આશ્ચર્ય શું છે? તે કહ્યુંઃ હે દેવ! પરાક્રમ એ જ જેનું ધન છે એવા વિક્રમરાજારૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અને ત્રણ ભુવનમાં પણ જેની કિંમત ન કરી શકાય તેવું ધન નામના પુત્રરૂપી કૌસ્તુભ રન એ જ એક આશ્ચર્ય છે એમ આપ જાણે. હે નાથ ! તેવી રીતે કરવું જોઈએ કે
૩. તુજ શબ્દના ઊંચા દાંતવાળો, આગળ આવેલ, આગળ નીકળેલ વગેરે અનેક અર્થો છે. તમાં અહીં “ આગળ નીકળેલ ” અથ ઘટી શકે છે. રોમાંચરૂપી અંકુરો જેને આગળ નીકળ્યા છેઃ પ્રગટ થયા છે, એ શબ્દાર્થ થાય. ભાવાર્થ તે લખ્યા મુજબ જ છે.