________________
૫૩
ગુજરાતી ભાવાનુવાદ હતી. તેણે એક દિવસ રાત્રિના અંતે સ્વપ્નમાં આમ્રવૃક્ષ જોયું. પછી કોઈ દિવ્યપુરુષે તેને કહ્યું: આ વૃક્ષને હું નવ વાર રોપીશ. તેથી ઉત્તરોત્તર એનું ઉત્કૃષ્ટ ફલ થશે. પહેલાં હું એને તારા આંગણે રેપીશ. સવારે જાગેલી રાણીએ રાજાને સ્વપ્ન કહ્યું : રાજાએ પંડિતેને તે સ્વપ્નનું ફળ પૂછયું. પંડિતાએ કહ્યું : આ સ્વપ્નનું પુત્ર પ્રાપ્તિરૂપ મોટું ફળ થશે. આમ્રવૃક્ષને નવ વાર રોપવાનું ફળ શાથી અમે જાણતા નથી, તેને તે જ્ઞાની જાણે. ધારિણીએ હર્ષના ભારની સાથે ગર્ભ ધારણ કર્યો. સમય થતાં કવિની વાણી જેમ સુંદર કાવ્યને જન્મ આપે તેમ- ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ દશ દિવસ સુધી પુત્રનો જન્મ મહોત્સવ કરાવ્યું. તેમાં કેદીઓને છોડાવ્યા, અને (ઘણું) દાન આપ્યું. રાજાએ બારમા દિવસે સ્વવંશમાં ઉત્પન્ન થયેલા લોકોને વઆદિથી પૂજ્યા અને પુત્રનું “ધન” એવું સુંદર નામ રાખ્યું. ક્રમે કરીને કળાએથી અને વયથી વધતે તે રીઓને મોહ પમાડનારા અને રતિને ક્રીડા કરવા માટે વન સમાન યૌવનને પામ્યું.
આ તરફ કુંકુમનગરમાં સિંહ નામનો રાજા હતા. તેને નિર્મલ આશયવાળી વિમલા નામની પત્ની હતી તથા જાણે કોના તાપને દૂર કરનારી સ્વર્ગમાંથી ઉતરેલી ગંગ હોય તેવી “ઘનવતી” નામની પુત્રી હતી. તે કલ્યાણકારી લક્ષણેથી યુક્ત હતી. તેના ૧રતિ અને પ્રીતિ ઉપર વિજય મેળવવા માટે જાણે ફલક હોય તેવા બે ગાલા હતા. તે દુર્ગધરૂપી અઘાડા (વનસ્પતિ)ને દવા દાતરડા સમાન હતી, અર્થાત્ તેનું શરીર સુગંધી હતું. તેનું મુખ નિર્મલ ચંદ્ર જેવું હતું. તેની કમળના જેવી દીપતી બે આ હતી. જાણે યૌવનરૂપી સમુદ્રનું અવગાહન કરવા (=સમુદ્રમાં પેસવા) સ્તનરૂપી ઘડાઓ જેણે મેળવ્યા છે એવી તે શોભતી હતી. તે એકવાર લહમીદેવી કમળના વનમાં રમે તેમ ચમેલીવૃક્ષની સુગંધથી મનહર ઉદ્યાનમાં જઈને વેચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી. વનમાં ભ્રમરીની જેમ ભમતી તેણે ચિત્રપટ્ટથી યુક્ત કઈ પુરુષને અશેકવૃક્ષની નીચે બેઠેલે છે. આમાં શું છે? એમ બોલતી ધનવતીની સખી કમલિનીએ કૌતુકથી તેના હાથમાંથી ચિત્ર સહિત ચિત્રપટ્ટને ઝુંટવી લીધું. ચિત્ર જોઈને તેણે કહ્યું : સુર, અસુર અને રાજાઓમાં આવું રૂપ સંભવિત નથી. તેથી ચક્કસ કઈ એ પિતાની ઈચ્છાથી પિતાનું કૌશલ બતાવવાની ઈચ્છાથી આ ચિત્ર આલેખ્યું છે. અહ! અને અમૃતના પારણું સમાન આ રૂપ કેવું સુંદર છે ! આમાં સામાન્ય ચિત્રકારની રેખામાત્ર પણ નથી એમ હું સમજુ છું, અર્થાત્ આ ચિત્ર કોઈ સામાન્ય ચિત્રકારે આલેખ્યું નથી. કમલિનીનું વચન સાંભળીને મિતપૂર્વક ચિત્રકારે કહ્યું ઃ આ કેઈ દેવ કે દાનવ નથી, કિંતુ ધન
૧, રતિ અને પ્રીતિ એ બંને કામદેવની પત્નીઓ છે.
૨. ખેડતો ખેતરને ખેડવા માટે હળની અંદર લોઢાનું અણીદાર સાધન રાખે છે. તેને ફલક ફળું કહેવામાં આવે છે.