________________
શીલપદેશમાલા ગ્રંથનો
વે આ જ વિષયને દષ્ટાંતથી દઢ કરે છે -
निवधूया नियरूवा-वहत्थियासेससुंदरीवग्गा । घणसोहग्गा निरुवम-पिम्मा लायण्णरुइरम्मा ॥३८॥ કાનના રુવ, પરિરિયા સેન નેમિના
बंभव्वयधारीणं, पढमोदाहरणमेस जए ॥३९॥ ગાથા – પિતાના રૂપથી સર્વ સુંદરીઓને ઉપહાસ કરનાર, અતિશય સૌભાગ્યના કારણે સર્વથી અધિક સ્પૃહણીય, નિરુપમ પ્રેમવાળી (=નવભવના સ્નેહવાળી), સૌંદર્ય અને કાંતિથી મનહર એવી રાજપુત્રી રામતીને જે નેમિનાથ ભગવાને વૃદ્ધાવસ્થાથી શિથિલ થયેલા અંગવાળી વૃદ્ધાની જેમ ત્યાગ કર્યો તે નેમિનાથ ભગવાન જગતમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાઓમાં પ્રથમ દષ્ટાંત છે.
ટીકાર્થ વૃદ્ધા નીરસતાના કારણે યુવાનને ત્યાજ્ય હોય છે. નેમિનાથ ભગવાન વિરાગી હોવાથી તેમણે રાજીમતીને વૃદ્ધાની જેમ ત્યાગ કર્યો. આથી નેમિનાથ ભગવાન બ્રહ્મચારીઓમાં પ્રથમ દષ્ટાંતરૂપ થયા. દષ્ટાંત અર્થને દઢ કરે છે. કહ્યું છે કે-“યુક્તિથી અર્થને વિચાર કરનાર પુરુષના વિષયમાં આવેલો અર્થ જ્યાં સુધી ઉઠાડનાર=ઉભું કરનાર પુરુષની જેમ દષ્ટાંતને ટેકે ન લેવામાં આવે ત્યાં સુધી મગજમાં કુરતો નથી. (૩મગજમાં બેસતો નથી.)
આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ તે શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રથી જાણ. તે આ પ્રમાણે છે –
શ્રી નેમિનાથના નવભવની કથા
(પહેલો ભવ ધન-ધનવતી) જેમનું નવા નવા રસરૂપી અમૃતનું પોષણ કરતું નવભવનું ચરિત્ર નમનારા જીવને જાણે નવનિધિ પ્રગટ કરે છે=બતાવે છે તે નેમિનાથ શાંતિ માટે થાઓ. એમના લાંછનમાં રહેલી શંખાકારની રેખાઓ જાણે ત્રણ જગતમાં એમના જ ચારિત્રની રેખા= પ્રતિષ્ઠા છે એમ કહે છે. તેમનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે. અસંખ્ય દ્વીપશ્રેણિએમાં દીપક સમાન આ (=અંબૂ નામના) દ્વીપમાં સર્વ સંપત્તિઓનું સ્થાન એવું ભરતક્ષેત્ર છે. ચંચળ પણ લક્ષમી તેમાં અચલા (ઋસ્થિર) થઈને રહી તેથી જ જાણે તેમાં “અચલ' એવા નામનું પ્રસિદ્ધ શ્રેષ્ઠ નગર છે. તેમાં પરાક્રમથી અનેક રાજાઓને પરાભવ કરનાર વિક્રમ નામને રાજા હતા. યુદ્ધમાં લક્ષમી તેને પામીને વિષ્ણુના સૌભાગ્યને પામતી હતી, અર્થાત્ જેમ લક્ષમી વિષ્ણુને વરી તેમ યુદ્ધમાં લક્ષમી=સંપત્તિ વિકમ રાજાને વરતી હતી. તેની વિશુદ્ધ પાંખવાળી હંસલીના જેવી ધારિણી નામની પરની