________________
ગુજરાતી ભાવાનુવાદ
૫૧ ટીકાથ- જેમણે આત્માને વશ કર્યો છે તે જ નમસ્કારને ચગ્ય છે અને તે જ ધીર પુરુ વંદનીય છે. વીર પુરુષ વિદ્યાના બલવાળો હોય છે અને તે બીજાને છળથી પણ જીતે છે. કારણ કે તેમ કરવું એ તેને ધર્મ છે. એ પ્રમાણે કામદેવ પણ પિશાચની જેમ છેતરે છે. કહ્યું છે કે-“ સ્ત્રીઓના મધ્ય ત્રિવલિરૂપી ત્રિપથમાં અને પુષ્ટસ્તનરૂપી ચોકમાં જરા પણ ખલના પામેલા પુરુષને કામદેવરૂપી પિશાચ છેતરે છે.” [૩૫] શીલથી યશ પણ અવશ્ય મળે છે એમ ઉપદેશ અર્ધ
नियसीलवहणधनसार-परिमलेणं असेसभुवायल ।
सुरहिज्जइ जेहिं इमं, नमो नमो ताण पुरिसाण ॥३६।। ગાથાથ-ટીકા –જેઓ જાતે શીલને ધારણ કરેલ જીવિડીQUી ત્રણે ભુવનને સુગંધી બનાવે છે તે પુરુષોને વારંવાર નમસ્કાર થાઓ આ તાત્પર્ય એ છે કે જેમણે શીલથી સંપૂર્ણ જગતને વાસિત બનાવી દીધું છે તે જ વંદનીય છે. [૩૬].
(કામદેવના બાણેની) વિષમતાને વિશેષથી જણાવવા માટે કામદેવની દુજેયતાને
रमणीकडक्खविक्खेव-तिक्खबाणेहिं सीलसन्नाहो ।
जेसिं गओ न मेयं, नमो नमो ताण सुहडाणं ॥३७॥ ગાથાર્થ – જેમનું શીલરૂપી બખ્તર સ્ત્રીઓના કટાક્ષરૂપી નીહણ બાણેથી ભેદાયું નથી તે સુભટોને વારંવાર નમસ્કાર થાઓ.
ટીકાથ– જેમનું શીલરૂપી બખ્તર સ્ત્રીઓના કટાક્ષરૂપી તીક્ષણ બાણથી ભેદાયું નથી તેમને જ નમસ્કાર કરવા ગ્ય છે. ક્ય જીવ સ્ત્રીઓથી ખંડિત થયો નથી ? કહ્યું છે કે-“ધનને પામીને કણ અભિમાની બન્યો નથી? વિષયને અધીન બનેલા ક્યા પુરુષની આપત્તિઓ નાશ પામી છે? પૃથ્વી ઉપર સ્ત્રીઓથી કેનું મન ખંડિત નથી કરાયું? રાજાને કાણુ પ્રિય છે? કે કાળને વિષય બન્યો નથી? માગનાર કાણુ ગૌરવને પામ્યો છે? દુર્જનની જાળમાં ફસાયેલો યે પુરુષ કુશળપણે તેમાંથી બહાર નીકળ્યો છે?[૩૭] .
૧. મધ્યત્રિવલિ એટલે પેટ ઉપર પડતી ત્રણ કરચલીએ. ૨. ત્રણ માર્ગે જ્યાં ભેગા થતા હોય તેને ત્રિપથ કહેવામાં આવે છે.
૩. વિક્ષેત્રફેંકવું. વાકય કિલષ્ટ ન બને માટે અનુવાદમાં વિક્ષેપને અર્થ કર્યો નથી. સ્વયં સમજી લે.