________________
૫૦
શીપદેશમાલા ગ્રંથો પણ છે, આમાં (જરાય) સંશય નથી. પુણ્યાત્મા રથનેમિ આ પ્રમાણે વિચારીને શ્રીનેમિનાથની પાસે ગયા. તેમની પાસે દુચરિત્રની આલોચના કરીને ગાઢ તપને સ્વીકાર કર્યો. રથનેમિએ ચાર વર્ષ પછી દીક્ષા લીધી, એક વર્ષ સુધી છવસ્થ રહ્યા, પાંચ વર્ષ સુધી કેવલી રહ્યા. નવસો ને એક વર્ષ જેટલું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સંપૂર્ણ વિશુદ્ધાત્મા રથનેમિ મેક્ષમાં ગયા. અહા! વિરતિવાળા આત્માને પણ પોતાને આધીન કર્યો તે આ વિષયે સર્વાધિક દુષ્ટ છે. [૩૨] પૂર્વોક્ત ત્રણ દષ્ટાંતેને ઉપસંહાર કરે છે –
मयणपवणेण जइ तारिसावि सुरसेलनिचला चलिया ।
ता पक्कपत्तसरिसाण इयरसत्ताण का वत्ता ॥३३॥ '' ગાથા-ટીકાથી – જે કામદેવરૂપી વાયુથી મેરુપર્વત જેવા ધીર શ્રી આદ્રક, નંદિષણ અને રથનેમિ વગેરે મહામુનિઓ પણ ચલિતચિત્તવાળા બની ગયા તે પછી પાકેલાં પાંદડાં સમાન અધિક હીન જીવોની શી વાત કરવી ? અર્થાત્ તેવા ચલાયમાન થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. [૩૩] કામદેવની જ દુજેયતાને કહે છે -
जिप्पंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा ।
इक्कच्चिय दुज्जेयो, कामो कयसिवसुहविरामो ॥३४॥ ગાથાથ-સિંહ, હાથી, સર્પ વગેરે મહાક્રર જીવો સુખેથી જ જીતી શકાય છેઃ તે તે ઉપાયથી વશ કરીને દમી શકાય છે, પણ મોક્ષસુખનો નાશ કરનાર એક કામદેવ જ
દુજેય છે.
ટીકાથ-કામદેવ દુજેય છે એ વિષે કહ્યું છે કે “ આ પૃથ્વી ઉપર મદન્મત્ત હાથીના કુંભસ્થળને ભેદવામાં શર મનુષ્યો (ઘણું) છે, કેટલાક પ્રચંડ સિંહને વધ કરવામાં પણ કુશળ છે, પણ હું વિદ્વાનેની આગળ હઠથી ( મક્કમતાથી) કહુ છું કે કામદેવના અભિમાનને ચૂરે કરવામાં સૂર પુરુષો વિરલા છે.” [૩૪]. કામને જીતનારાઓની જ પ્રશંસા કરે છે -
तिहुयणविमयणउब्भड-पयावपयडोवि विसमसरवीरो ।
जेहिं जिओ लीलाए, नमो नमो ताण धीराणं ॥३५॥ ગાથાર્થ-સ્વર્ગ, મનુષ્ય અને પાતાલ એ ત્રણ લેકમાં રહેનારા અને વશ કરવામાં સમર્થ એવા મહાભ્યથી યુક્ત પણ કામદેવ રૂપ સુભટને જેમણે રમતથી જીતી લીધો છે તે ધીર મહાત્માઓને વારંવાર નમસ્કાર હો.