________________
ગુજરાતી ભાવાનુવાદ કામાતુર થયા. આથી તેમણે વિચાર્યું કે જાણે સૃષ્ટિનું સારભૂત ભેગું કરેલું હોય તેવી કાયાવાળી આ સ્ત્રીને મેં એકવાર પણ ભેગવી નથી. મારા નિરર્થક જન્મને ધિક્કાર થાઓ! જાણે ભાઈને વેર વાળવા માટે હોય તેમ, કામે રથનેમિને મર્મસ્થાનોમાં તે રીતે હણ્યા કે જેથી અંતરમાં વ્યાકુલ બનેલા તે પોતાના આત્માને પણ ભૂલી ગયા. નોકરની જેમ કંઈક ધ્રુજતા શરીરવાળા અને વ્યાકુલ બનેલા રથનેમિ ઉઠીને રાજમતીની આગળ આવીને આંખ ઊંચી કરીને ઊભા રહ્યા. પછી તેમણે રાજમતીને કહ્યું હે ભદ્ર! સ્વેચ્છાથી તું આવ. આપણે બંને (ભેગો ભેગાવીને) જન્મને સફળ કરીએ. પછી છેલ્લી અવસ્થામાં તપશ્ચર્યા કરીશું. નહિ સાંભળવા લાયક આ સાંભળીને સરળ ચિત્તવાળા સતી રાજમતીએ (સુરત) વસ્ત્રો પહેરી લીધા. પછી ધીરતા ધારણ કરીને રથનેમિને સ્પષ્ટ કહ્યું કે, હે મહાનુભાવ! ભવનું કારણ એ આ તમારે પ્રયત્ન છે? (પૂર્વે લીધેલી) તે પ્રતિજ્ઞાને યાદ કરો. દીક્ષાને ભૂલે નહિ. સાદવીની સાથે મિથુન સેવવું વગેરે બધિઘાતક છે એમ શ્રી નેમિનાથે જે કહ્યું હતું તે શું આજે જ ભૂલી ગયા? કહ્યું છે કે “સાદવીની સાથે મૈથુન સેવવાથી, ધર્મની અપભ્રાજના કરવાથી, મુનિને ઘાત કરવાથી અને દેવદ્રવ્યને વિનાશ કરવાથી બેધિને ઘાત થાય એમ ભગવાને કહ્યું છે.” પૂર્વે ગૃહસ્થાવસ્થામાં હતી ત્યારે મેં તમને વાણીથી ઈછયા નથી, તે આજે ચારિત્રાવસ્થામાં તમારે આદર કેવી રીતે કરું? હું ભેગવંશમાં ઉત્પન્ન થઈ છું અને તમે અંધક્કુળમાં ઉત્પન્ન થયા છે. આથી આવું અનુચિત કાર્ય બંનેની શરમને વધારનારું છે. અગંધનકુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ સર્પો પણ વમેલું ખાતા નથી. વમેલાને ખાવાની ઈચ્છાવાળા (=બંધુએ વમેલી મને ભેગવવાની ઈચ્છાવાળા) તમે તેનાથી પણ અધિક હીન છે. નિષ્કલંક શરીરવાળા પ્રાણીને આ જન્મ સફલ છે. ખંડિત બ્રહ્મચર્યવાળા પ્રાણીના જીવનને ધિક્કાર થાઓ ! અહો! જેનાં મૂળિયાં ઉખડી ગયાં છે તેવું વૃક્ષ પવનથી સ્થિર ન રહે તેમ, સ્ત્રીઓથી વ્યાપ્ત લેકમાં તમારું ચંચળ હૃદય ક્યાંય સ્થિર નહિ રહે. તેથી કેડિના (રમવાની કેડિલા) માટે કેડિને (એક ક્રોડ ધનને) નાશ ન કરે. માટે ધીરતાને ધારણ કરીને શુદ્ધ ધર્મને સારી રીતે આચરે. કામન્માદના બળરૂપી સર્ષ માટે અસાધારણ જાંગુલી સમાન એવી રામતીની વચનયુક્તિઓ સાંભળીને રથનેમિએ આ પ્રમાણે વિચાર્યું ગુણરૂપ સંપત્તિઓનું નિધાન આ રામતી સ્ત્રી હોવા છતાં ધન્ય છે, અને હું પુરુષ હોવા છતાં અશુભ કાર્યરૂપી સમુદ્રમાં ડૂબેલા મને ધિક્કાર થાઓ! અહા ! એ સી હોવા છતાં એનામાં નિર્મલ ધીરતા છે. હું પંચમહાવ્રતધારી પુરુષ હોવા છતાં મારી અધીરતાને ધિકાર થાઓ! મેં પૂર્વે અને હમણ અનુચિત આચરણ કર્યું. મને ધિક્કાર થાઓ. અથવા અવસ્થા પ્રમાણે પુરુષની લઘુતા અને મહત્તા થાય છે. આથી જે મહાસતીએ નરકરૂપ કૂવામાંથી મારે ઉદ્ધાર કર્યો છે તે જ મારા બંધુ છે, અથવા તે જ મારા ગુરુ