________________
४८
શીલપદેશમાલા ગ્રંથો ગાથાથ યદુનંદન, મહાત્મા, જિનબંધુ, વ્રતધારી અને ચરમશરીરી એવા પણ શ્રીરથનેમીએ રાજીમતી પ્રત્યે રાગમતિ કરી. ખેદની વાત છે કે વિષયે ખેદને લાવનારા છે, અર્થાત્ દુજેય છે.
ટીકાથ-યદુનંદન=શ્રી સમુદ્રવિજય રાજાના પુત્ર. મહાત્મા–ઉપશાંત ચિત્તવાળા. જિનબંધુ=શ્રી નેમિજિનનાં લઘુબંધુ. વ્રતધારી-ચારિત્રધારી ચરમશરીરી.=તે જ ભવમાં મોક્ષગામી. રાજમતી–ઉગ્રસેન રાજાની પુત્રી. જે વિષયએ આવા પણ રથનેમીને વિકારોથી કાયર બનાવી દીધા તે વિષય કેનાથી જીતી શકાય? અર્થાત્ વિષને જીતવા કઠીન છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તે દષ્ટાંતથી જાણવો. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે
રથનેમિનું દૃષ્ટાંત વિરક્ત બુદ્ધિવાળા બાવીસમા શ્રી નેમિનિને રાજ્યો અને જિમતીને પણ ત્યાગ કરીને ગિરનાર પર્વત ઉપર દીક્ષા લીધી. તેમને નાનો ભાઈ રથનેમિ રાજિમતીની સાથે વિવાહ કરવાની ઇચ્છાથી તેને પ્રસન્ન કરવા માટે વિવિધ ભેટો મોકલવા લાગ્યો. પિતાના બંધુના પ્રેમથી મારા વિષે પ્રેમવાળો તે ભેટ મેકલે છે એમ વિચારીને રાજિમતી પણ તેના પ્રત્યે સ્નેહથી કઈ શંકા ર્યા વિના ભેટ સ્વીકારવા લાગી. એક દિવસ રથનેમિએ વિવાહ કરવાની ઈચ્છાથી રાજિમતીને પ્રાર્થના કરી. જિમતીએ મદન ફલ સુઘીને ઉલટી કરીને તેને કહ્યું કે, આ ખાઓ. રથનેમિએ કહ્યું? શું હું કૂતરે છું ? જેથી દુઃખી માણસની જેમ વમેલું ખાઉં. રાજિમતીએ કહ્યું કે તે પછી તમારા બંધુએ તજેલી (=વમેલી) મને ભગવાને તમે કેવી રીતે ગ્ય છે? વળી– હાથીને છોડીને ગધેડાને કેણ અધિક માને ? રતનને અનાદર કરીને કાચમાં કેણ બુદ્ધિ કરે ? આ બંધુના સ્નેહને અનુસરે છે એમ માનીને મેં ભેટો લીધી. જન્માંતરમાં પણ શ્રીનેમિજિન સિવાય બીજો કોઈ મારો વર ન થાઓ. શ્રીનેમિનિને કેવલજ્ઞાન થતાં પતિવ્રતા રાજીમતી દીક્ષા લઈને સાવી થઈ. વિહાર કરતાં ભગવાન એકવાર ગિરનાર પર્વત ઉપર સમવસર્યા. ત્યાં કૃષ્ણ વગેરે અંતઃપુરસહિત પ્રભુને વંદન કરવા ગયા. સંસાર પ્રત્યે વૈરાગ્યજનક ધર્મદેશના સાંભળીને રથનેમિએ શ્રીનેમિનિની પાસે દીક્ષા લીધી. રાજીમતીની પાસે ઘણી સ્ત્રીઓ દીક્ષા લઈને તેનું બરોબર પાલન કરતી હતી. ઉત્તમ ફળ આપનારાં કાર્યોમાં પુણ્યશાલીએ શું શિથિલ થાય? અર્થાત્ ન થાય.
એકવાર શ્રી નેમિજિનને વંદન કરીને જતા રથનેમિ રસ્તામાં વર્ષાદથી તકલીફમાં મુકાયા અને એથી પર્વતની ગુફામાં પેઠા. તે વખતે વર્ષાદથી તકલીફમાં મુકાયેલા રાજમતીએ પણ ત્યાં રથનેમિ છે એમ નહિ જાણવાથી તે ગુફામાં પ્રવેશ કર્યો. મારા ઉપર દષ્ટિ રાખીને રહેલા રથનેમિને રાજીમતીએ અંધકારથી ન જોયા. આથી તેમણે (ભિના થયેલાં) વસ્ત્રોને સુકાવવા માટે આજુ-બાજુમાં મૂક્યાં. જાણે સ્વર્ગલેકને જીતવા માટે હોય તેમ, તપશ્ચર્યાને કરતા, વમથી રહિત બનેલા અને પાતળી કાયાવાળા રામતીને જોઈને રથનેમિ અતિશય,