________________
४७
ગુજરાતી ભાત્રાનુવાદ આ વેશ્યા પણ મને હસે છે એ પ્રમાણે વિચારીને અતિશય ગર્વને અધીન બનીને નંદિષેણ મુનિએ લબ્ધિથી આકાશમાંથી તણખલાને ખેંચીને ધનની વૃષ્ટિ કરી. હવે વેશ્યા પણ દેડીને ભમરીની જેમ તેમના ચરણમાં પડી. ચરણોમાં પડીને તેણે કહ્યું: હે નાથ ! કલ્પવૃક્ષ સમાન આ૫ આંગણામાં આવીને અનાથ અને આપના પ્રત્યે અનુરાગવાળી મને છોડી દે એ બરાબર નથી. જેમ હાથી પ્રિયવચનથી અનુરાગવાળો બની જાય તેમ મહાત્મા પણ વેશ્યાના પ્રિય વચનથી અનુરાગવાળા બની ગયા અને ભોગોને વિષ (જેવા) જાણતા હોવા છતાં આત્માને પ્રેમથી બાંધે. રાગમાં મૂઢ બનેલા તે દેવીની વાણી અને વીરવચનને યાદ કરીને સાધુવેશ મૂકીને વેશ્યાને ઘરે રહ્યા. દશ કે દશથી અધિક પુરુષોને જે દિવસે પ્રતિબંધ ન પમાડું તે દિવસે મારે દીક્ષા લેવી એવી પ્રતિજ્ઞા તે વખતે નંદિષેણે લીધી. નંદિષેણ ઘણું ભેગોને ભોગવવા લાગ્યા. તથા દરરોજ દશને પ્રતિબંધ પમાડીને શ્રી વીર જિનની પાસે મોકલ્યા પછી ભોજન વગેરે કરતા હતા. હવે ભેગવવા યોગ્ય બળવાન કર્મના બંધનને ક્ષય થતાં એકવાર નવ પુરુષે પ્રતિબંધ પામ્યા, ટક્ક (=ભાટ) જાતિને દશમે પુરુષ પ્રતિબંધ ન પામે. સમયને જાણનારી વેશ્યાએ આ વખતે નંદિષેણને રસેઈ તૈયાર થઈ ગઈ છે એમ કહ્યું. અભિગ્રહ પૂરો ન થવાના કારણે તે ભોજન કરવા ઊભા ન થયા. (મહેનત કરવા છતાં) તે પ્રતિબંધ ન પામ્યું. તૈયાર થયેલું ભજન નીરસ થઈ જતાં વેશ્યાએ વારંવાર તેમને બેલાવ્યા. તે સ્વામી! બીજું (=બીજીવાર) ભજન તૈયાર થઈ ગયું છે. તેથી વિલંબ કેમ કરો છો? નંદિષેણે કહ્યુંઃ આજે (હજી સુધી) દશમો પુરુષ પ્રતિબંધ પામ્યો નથી. વેશ્યાએ સ્મિતપૂર્વક કહ્યું : હે સ્વામી! તમે જ દશમા થઈ જાઓ. નંદિષેણે હા કહી. ભેગફલવાળું કર્મ ક્ષય પામ્યું છે એમ જાણીને નંદિષેણે શ્રી મહાવીર પ્રભુની પાસે જઈને ફરી દીક્ષા લીધી. પોતાના દુશ્ચરિત્રની આલોચના કરીને પરીષહેને સહન કરતા અને વિશુદ્ધ આત્માવાળા નંદિષેણ મુનિ દેવલોકમાં ગયા. આવા પણ નંદિષેણ મુનિ વિષયોથી વશ કરાયા એમાં શું આશ્ચર્ય છે! કારણ કે સ્મરણ માત્રથી હણનારા વિષે વિષસમાન છે. [૩૧] તે જ ભવમાં મોક્ષગામીઓને પણ વિષયે દુજેય છે એમ જણાવે છે -
जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो । रहनेमी रायमई, रायमई कासि ही विसया ॥ ३२ ॥
૧. આયુર=સ્થિતિકાલ. ભાગ્ય છે સ્થિતિકાલ જે તે મોથાળુ. મોગ્યપુસ્ વિશ્વનનું ‘વિશેષણ છે. “ભોગવવા યોગ્ય સ્થિતિકાલ છે જેને એવા કર્મ બંધનને નાશ થતાં” આ પ્રમાણે શબ્દાર્થ થાય. પણ અનુવાદમાં ભાવાર્થ લખ્યો છે.