________________
૨૫.
ગુજરાતી ભાવાનુવાદ આંગણામાં લાવ્યા. પૂર્વ મુજબ જ નર્તકીએ રાતે તેને સુવાડવો. એકવાર તેણે રાજાને કહ્યુંઃ હે સ્વામી ! મારા પગ બહુ દુઃખે છે. તમે મારી સખીને ઉઠાડે, જેથી તે ક્ષણવાર મારા પગ દબાવે. ત્રીજી વ્યક્તિના આગમનને સહન નહિ કરનારા રાજાએ જાતે તેની એવી પગચંપી કરી કે જેથી તે સુખપૂર્વક ઊંઘી ગઈ. સ્વપ્નમાં તેણે પોતાના મુખમાં પ્રવેશતા સંપૂર્ણ ચંદ્રને જે. પછી જાગેલી તેણે જોયું તે રાજા હજી પગ દબાવતો હતો. પગ દબાવવાનું બંધ કરાવીને તે સહસા ઊઠી. પછી તેણે રાજાની આગળ સ્વપ્નની વાત કરી. રાજાએ કહ્યું: હે ભદ્રા! તને સર્વોત્તમ પુત્ર થશે. તેટલામાં રાત્રિની સમાપ્તિને સૂચવતે શંખ વાગે. રાજા જલદી ઊઠીને પોતાના મહેલમાં ગયે. લીલાવતીએ ધર્મધ્યાન કરતાં કરતાં રાત્રિ પસાર કરી. સવારે સૂર્યોદય થતાં તે પિતાના ઘરે આવી. પિતાને રાત્રિને વૃત્તાંત કહ્યો. પોતાના ઘરનું બારણું બંધ કરી દીધું. એકાંતમાં રહીને ગર્ભનું સુખપૂર્વક પાલન કરવા લાગી.
બીજા દિવસે રાજાએ લીલાવતીની પાડોશણ બહેનને પૂછયું લીલાવતી ક્યાં ગઈ? તેણે કહ્યું હું જાણતી નથી. તેના વિના રાજા અત્યંત દુઃખી થઈ ગયો. રાજાએ કષ્ટથી રાત્રિ પસાર કરી. સવારે રાજાએ મંત્રીને પૂછયું: હે મંત્રી ! તમારા દેવમંદિરની બાજુમાં લીલાવતી નામની જે નર્તકી રહેતી હતી તે ક્યાં ગઈ તે જણાવો. મંત્રીએ કહ્યું છે દેવ! તે ખરાબ આચરણ કરનારી હતી તેથી મેં તેને મંદિરમાંથી કાઢી મૂકી છે. આથી તે કેઈકના ઘરે જઈને રાત પસાર કરે છે. તેથી તેના સ્થાને બીજી કઈ નર્તકી હોય તે શોધવી. આ પ્રમાણે સાંભળીને રાજા મૌન બન્યો અને આકારને છુપાવીને રહ્યો, અર્થાત્ પિતાના અંતરના ભાવોને બહાર જણાવા ન દીધા. સમય થતાં મંત્રી પુત્રીએ સર્વ અંગોમાં શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. કેમે કરીને મંત્રીએ તેને ગુપ્ત રીતે સર્વ કલાઓનો અભ્યાસ કરાવ્યું. એકવાર મંત્રી પુત્રસહિત પુત્રીને સભામાં લઈ ગયે. રાજાએ તેને પૂછ્યું: વઢથી મુખ ઢાંકનારી આ કોણ છે? મંત્રીએ કહ્યું હે નાથ! તે જ આ મારી પુત્રી અને તમારી પ્રિયા ભુવનાનંદા છે, આ તમારે પુત્ર અને મારો દોહિત્ર છે, એમ ધ્યાનમાં લે. (આ સાંભળીને ગુસ્સાના કારણે) કંપિત હોઠવાળો રાજા જેટલામાં કંઈક બોલે તેટલામાં મંત્રીએ તેના હાથમાં પોતાને ચોપડે આગે. મંત્રીપુત્રીની સાથે એકાંતમાં પણ જે કરાયું હતું અને જે બેલાયું હતું તે બધું જ લખેલું જોઈને રાજા આશ્ચર્ય પામ્યું. પ્રિયા તરફ શરમ અને સ્નેહરસથી મિશ્રિત થયેલી દષ્ટિને નાખતા રાજાએ પોતાના વર્તનને વારંવાર યાદ કરીને લાંબા કાળ સુધી માથું ધુણાવ્યું. પછી પુત્રને સર્વ અંગે આલિંગન કરીને પોતાના ખોળામાં બેસાડીને રાજ બલ્ય હે પુત્ર! આ રાજ્ય તારું છે અને બધી લક્ષમી તારી છે. અરે! મહાસતી તારી માતાએ પુત્રના જન્મથી અને પ્રતિજ્ઞાને પૂરી કરવાથી મને સહેલાઈથી જીતી લીધું છે અને