________________
૨૪
શીલપદેશમાલા ગ્રંથને, તું પંડિતા છે. આથી તેને સર્વલક્ષણોથી યુક્ત પુત્ર ન થાય ત્યાં સુધી તારે મારા ઘરે ન આવવું. જરાક હસીને ભુવનાનંદાએ પણ કહ્યું: હે સ્વામી ! નક્કી પુત્ર થયા પછી
જ આપના ઘરે આવીશ. વળી બીજું પણ આપ સાંભળો કે ત્યારે ( મને પુત્ર થશે ત્યારે) * હું કયાંય પણ આપની પાસે મારા પગ ધોવડાવીશ અને મારા પગની મોજડીઓ ઉપડાવીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ભુવનાનંદ પિતાના પિતાના ઘરે ગઈ. એકાંતમાં મંત્રીની આગળ વૃત્તાંત કહ્યો. મંત્રીએ કહ્યું- હે પુત્રી ! મુશ્કેલીથી બની શકે તેવી આ ઘટના કેવી રીતે બની શકશે? ભુવનાનંદાએ કહ્યું- હે પિતાજી ! સારી રીતે જેલી, બુદ્ધિથી અસાધ્ય શું છે? નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ધનુર્ધારી વડે છેડાયેલું બાણ એકને જ હશે, અથવા એકને પણ ન હ, પણ બુદ્ધિમાનથી ઉપયોગ કરાયેલી બુદ્ધિ રાજાની સાથે આખા દેશને હણે છે.” મંત્રીએ કહ્યું. આ કાર્ય અતિશય ભાગ્યબળ સિવાય બુદ્ધિથી, દાનથી કે પુરુષાર્થથી શક્ય નથી. ભુવનાનંદાએ કહ્યું આપે કહ્યું તેમ જ છે, એમાં કઈ સંશય નથી. પ્રાણીઓને આ સંસારમાં બુદ્ધિ પણ ભાગ્યથી જ મળે છે. હે પિતાજી ! હવે આપ જલદી રાજાના આવાસની નજીકની ભૂમિમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર કરો. તેમાં સુંદર સ્ત્રીઓ ત્રિકાલ વાજિંત્રની સાથે ગીત ગાઈને મનોહર સંગીત કરે તેવું પણ કરે. જેમાં (માત્ર) સ્ત્રીઓ રહે તેવું મારું ઘર પણું (મંદિરની બાજુમાં) બનાવે. મંત્રણના મહાસાગર મંત્રીએ ભુવનાનંદાએ કહેલું કરાવ્યું. મંદિરમાં વાજિંત્રો વાગવા લાગ્યા, ગીત ગવાવા લાગ્યા. અતિશય શણગાર સજીને ભુવનાનંદ જાતે નૃત્ય કરવા લાગી. મારું સાચું નામ સાંભળીને કદાચ રાજા મને યાદ કરે એમ વિચારીને મંત્રીપુત્રીએ પોતાનું લીલાવતી” એવું બીજું નામ રાખ્યું. એકવાર મધુરપંચમસ્વરથી ગવાતા આદિનાથ ભગવાનનાં ગીત (=સ્તવન) મહેલની અગાસી ઉપર ચઢેલા રાજાએ સાંભળ્યાં. સામાન્ય રાજપુત્રનો વેશ ધારણ કરીને રાજાએ મંદિરમાં પશ્ચિમ તરફના દ્વારથી આવીને નાટક જોયું. રાજા નૃત્ય કરતી લીલાવતીના નેત્રબાણથી એ હણાયે કે જેથી તે સ્થાનથી ઉઠવાનું પણ ભૂલી ગયા. સંગીત પૂર્ણ થયા પછી લીલાવતી પાલખીમાં બેસીને પિતાના ઘરે ગઈ એટલે રાજા પણ તેના ઘરે ગયે અને તેના ઘરે જ ક્ષણવારની જેમ રાત્રિ પસાર કરી. રાજા આ પ્રમાણે દરરોજ મંદિરમાં નાટક જેતે હતું અને રાત લીલાવતીના ઘરે જ વીતાવતે હતું. રાજા ત્યાં જે જે ચેષ્ટા કરતા હતા તે બધું લીલાવતી તેના પિતાને જણાવતી હતી, અને તેને પિતા તે બધું ચેપડામાં લખતે હતે. એકવાર મેજડીઓ વિના પાલખીમાં બેસીને તેણે રાજાને કહ્યુંઃ મેજડીઓને ઉપાડનારી કેઈ સ્ત્રી નથી, માટે તમે આ મેજડીઓને હર્ષથી ઘરે લઈ આવે. રાજા પણ મોજડીઓને મસ્તકે મૂકીને ઘરના
૧. અહીં ધવડાવીશ એમ જણાવ્યું છે, પણ આગળ પગ દબાવવાનું જણાવ્યું છે, પગ દબાવવાની વાત બરોબર જણાય છે.