________________
२६
શીલપદેશમાલા ગ્રંથને આનંદિત પણ કર્યો છે. આવડે સહેલાઈથી જિતાયેલા એવા મારા પૈયને, બળને, પરાક્રમને અને યશને પણ ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. મંત્રીએ કહ્યું: ખેદ ન કરે. કારણ કે આ પ્રતાપ આપને જ છે. અરુણ (=સૂર્યોદય પહેલાં થતો લાલ પ્રકાશ) અંધકારનો જે નાશ કરે છે તે સૂર્યને પ્રભાવ છે. હવે રાજાએ વૈરાગ્ય પામીને રાજ્ય પુત્રને આપ્યું અને પોતે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધ્યું. આવા પ્રતાપી પણ રિપુમર્દન રાજાને પત્નીએ દાસ બનાવ્યું તે બીજાઓની શી ગણતરી? [ ૧૭]. સ્ત્રીની આધીનતાને જ વિશેષપણે કહે છે –
मरणेवि दीणवयणं, माणधणा जे नरा न जंपति ।
तेवि हु कुणंति लल्लिं. बालाण य नेहगहगहिला ॥१८॥ ગાથાથ-માનને જ ધન માનનારા જે ઉત્તમ મનુષ્ય પ્રાણાતે પણ દીનવચન બોલતા નથી તે માની મનુ પણ સનેહના કારણે કદાગ્રહથી દબાઈને અવશ્ય સ્ત્રીઓની આગળ ગરીબની જેમ પ્રાર્થનાવીને અને ખુશામત ભરેલા વચને બેલે છે.
ટીકાથ-માનને જ ધન માને તેવા પુરુષો જ ઉત્તમ છે. કહ્યું છે કે-“અધમ પુરુષે ધનને ઈચ્છે છે, મધ્યમ પુરુષો ધન અને માનને ઈચ્છે છે, ઉત્તમ પુરુષે માનને ઈચ્છે છે, મોટાઓનું માન એ જ ધર્મ છે. અહીં વિજયપાલ રાજા અને લક્ષમીરાણીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે
વિજ્યપાલ રાજાલક્ષ્મીરાણીનું દષ્ટાંત પુરિમતાલ નામનું નગર હતું. તેમાં મહેલની અગાસીઓ ઉપર ચઢેલી સ્ત્રીઓના મુખેથી અકાળે ચંદ્રની ભ્રાતિ થતી હતી. તેમાં માનવંત મનુષ્યમાં શિરોમણિ વિજયપાલ નામનો રાજા હતા. તેની વધતા વિલાસના અભિમાનવાળી રંભા નામની રાણી હતી. એકવાર હાથી ઉપર બેસીને રાજવાટિકાએ જતા રાજાએ જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી લક્ષમી નામની શ્રેષિપુત્રીને જોઈ. રાજા તેના નેત્રરૂપ જાળથી તેના પ્રત્યે આકર્ષાયે. રાજવાટિકામાંથી પાછા ફરીને મહેલમાં આવ્યું. પછી તેના પિતાની પાસે માગણી કરીને રાજા લક્ષમીને પરણ્યા. રાજાનું ચિત્ત લક્ષમીમાં હતું. આથી તે રાત-દિવસ અંતઃપુરને છોડતા ન હતા=અંતઃપુરમાં જ રહેતું હતું, અને લક્ષમીની સાથે જ વિલાસ કરતે હતે.
રાજ્યની વ્યવસ્થા કરવાનું તેણે છેડી દીધું. લક્ષમીની સાથે ભેગવાતા ભોગથી નચાવાયેલે તે કીડાની જેમ આત્માને ભૂલી ગયે અને વિવેકરહિત બની ગયો. તેણે આ પ્રમાણે કેટલોક કાળ પસાર કર્યો. એકવાર મંત્રીએ કહ્યું: હે સ્વામી ! રાગને આધીન બનેલ સામાન્ય માણસ પણ લઘુતાને પામે છે તે રાજા કેમ ન પામે? ક્રમથી જ
૧. વાક્યરચના ફિલષ્ટ ન બને એ માટે પ્રસ્તુત શબ્દને અર્થ અનુવાદમાં લીધે નથી.