________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૨૧ લંકાનગરીના ઘરને પાડીને, પિતાનાં બંધનોને તેડીને અને રાવણના મુગુટનો જલદી ચૂરે કરીને શ્રીરામ પાસે ગયા.
શ્રીરામને નમસ્કાર કરીને સીતાજીને ચૂડામણિ આપે. શ્રીરામે હનુમાનને ભેટીને સીતાજીના સમાચાર પૂછડ્યા. હનુમાને લંકાનાં ઘરે પાડી નાખ્યા વગેરે સઘળા સમાચાર કા. વિરાધ, જાંબવાન, નીલ, ભામંડલ, નલ અને અંગદથી યુક્ત શ્રીરામ આકાશ માર્ગથી લંકા તરફ ચાલ્યા. સુગ્રીવ વગેરે આગેવાનોની સાથે શ્રીરામ અને શ્રીલક્ષમણનું સૈન્ય માર્ગમાં વિદ્રવ વિના સમુદ્રની ઉપર ચાલવા લાગ્યું. સમુદ્ર ઉપર ચાલતા તે સર્વે વેલંધર પર્વત પર રહેલા વેલંધરનગર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામના બે દ્વીપનાયક (દ્વીપના રાજાઓ) હતા, તેઓ ઉદ્ધત થઈને રામના સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા, તેમાં નલે સમુદ્રરાજાને અને નીલે સેતુરાજાને બાંધી લીધા અને શ્રી રામને સેપ્યા. શ્રી રામની સેવામાં તત્પર બનેલા તે બેને શ્રી રામે ફરી તેમના રાજ્ય ઉપર બેસાડ્યા. પછી સુવેલ પર્વત ઉપર રહેલા વેલ નામના રાજાને શ્રી રામે જી. પછી લંકાની પાસે આવેલા હંસદ્વિીપમાં રહેલા હંસરથ રાજાને જીતીને શ્રી રામ ત્યાં આવા (=રહેવાનાં સ્થાને) બનાવીને રહ્યા. શ્રી રામને આવતા સાંભળીને યુદ્ધમાં શુર રાવણે પણ જેમ મિથ્યાદષ્ટિ જીવ દુર્ગતિને તૈયાર કરે (ત્રદુર્ગતિમાં જાય તેવું કર્મ કરે) તેમ સૈન્ય તૈયાર કર્યું. હવે બિભીષણે રાવણને નમસ્કાર કરીને કહ્યું : હે દેવ! પ્રસન્ન થાઓ અને પિતાના પણ ભવિષ્યના શુભ પરિણામને વિચાર કરે, પહેલાં તમે કરેલા પર સ્ત્રીના અપહરણથી કુલ લજજા પામેલું છે, પણ હમણું સર્વ વિનાશ ન કરો, સીતાજીને પાછા સેંપી દે. ઈત્યાદિ બિભીષણના વચનથી કેધ પામેલા રાવણે બિભીષણને તે પ્રમાણે તિરસ્કાર્યો કે જેથી પરિવાર સહિત તેણે શ્રીરામચંદ્રનું શરણ સ્વીકાર્યું. સમયને જાણનારા શ્રીરામે પણ બિભીષણનો સત્કાર કરીને તેને પોતાની પાસે રાખ્યું અને પવિત્ર એવા તેને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકાર્યું.
જેમ પહેલા ગુણસ્થાને રહેલા જીવને કર્મ પ્રકૃતિઓ ઘેરી લે તેમ, હવે શ્રીરામની આજ્ઞાથી વાનરોએ ક્ષણવારમાં લંકાનગરીને ઘેરી લીધી. રાવણના હસ્ત, પ્રહસ્ત, મારીચ, શુક અને સારણ નામના સેનાપતિઓ યુદ્ધ કરવા માટે લંકાનગરીના કિલ્લામાંથી બહાર નીકળ્યા. જેમ પવન ધાન્યના ફતરાના ઢગલાને ક્ષોભ પમાડે (=ઉડાડી દે) તેમ યુદ્ધ કરતા મહાબળવાન વાનરોએ રાક્ષસેના સઘળા સૈન્યને ક્ષોભ પમાડ્યો. પછી બંધુ સહિત
૧. રાવણના પુત્ર ઈન્દ્રજિતે હનુમાન ઉપર નાગપાશ શસ્ત્ર છોડયું હતું. આથી તે પગથી મસ્તક સુધી બંધાઈ ગયા હતા. નાગપાશના બંધન સહિત હનુમાનને રાવણની પાસે લઈ ગયો હતો. ત્યાં હનુમાને નાગપાશ તોડી નાખ્યો હતો અને રાવણને મુગુટને પગની પાટુથી ચૂરી નાંખ્યું હતું.
૪૧