________________
૩૨૦
શીલપદેશમાલા ગ્રંથને યુદ્ધ કરવું એવી નીતિ છે.) શ્રીરામે તે પ્રમાણે હો” એમ કહ્યું એટલે સુગ્રીવે સૂર્યપુરથી સર્વ કાર્યોમાં સમર્થ હનુમાનને બેલાવ્યા. સુગ્રીવે હનુમાનને શ્રીરામની આગળ કરીને શ્રીરામને કહ્યું હે દેવ! આ પરાક્રમી હનુમાન મારા રાજ્યનાં પ્રાણસ્વરૂપ છે. તેથી સીતાદેવીના સમાચાર માટે આને સ્વેચ્છાથી મેકલે. શ્રીરામે હનુમાનને (પિતાની) વીંટી આપીને સીતાજીને સંદેશો કહ્યો. તે આ પ્રમાણે :- હે હનુમાન ! લંકામાં જઈને સીતાજીને આ વીંટી સંકેત માટે આપજે અને કહેજે કે તમારા વિના રામ જગતને સીતામય જુએ છે. મારા વિરહમાં તમે નિરર્થક જ પ્રાણ ત્યાગ કરશે નહિ. કારણ કે જો હું સાચો રામ હઈશ તે તમને જલદી પાછા લાવીશ. હનુમાને “હા” એમ કહ્યું.
પછી હનુમાન શ્રીરામને નમીને આકાશમાર્ગથી જલદી લંકાનગરીમાં ગયા. ત્યાં હનુમાને બિભીષણને આ પ્રમાણે કહ્યું- હે કુલીન! હું તમારી જ પાસે ન્યાય અન્યાય કહું છું. તેથી જો તમે બંધુના કલ્યાણને ઈચ્છતા હે તે સીતાજીને મુક્ત કરાવે. બલવાન પણ તમારા બંધુ જેના કારાગૃહમાં રહ્યા હતા તેને પણ શ્રી રામે નાશ કર્યો છે એમ જાણીને સીતાજી જલદી પાછા આપ. બિભીષણ પણ બે અમેએ ભાઈને પહેલાં જ આ વાત કરી છે અને ફરી પણ કરીશું. કારણ કે કલ્યાણ કેને પ્રિય ન હોય? આ સાંભળીને હનુમાન જલદી દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશોક વૃક્ષની નીચે સીતાજીને જોયા. આ વખતે સીતાજી લાંબા નિસાસા નાખી રહ્યા હતા. તેમનાં અંગે કૃશ થઈ ગયા હતા અને વસ્ત્રો મલીન થઈ ગયા હતા. ગિનીની જેમ સતત રામ રામ એ પ્રમાણે ધ્યાન ધરી રહ્યા હતા અને રડી રહ્યા હતા. સતાજી બહુ ઉત્તમ સતી છે એમ વિચારી વિચારીને વિદ્યાથી અદશ્ય શરીરવાળા હનુમાને સીતાજીના ખેળામાં વીંટી નાખી. સીતાજીએ વીંટીને હર્ષના આંસુઓથી નવડાવીને પૂછ્યું: હે મુદ્રિકા! લક્ષમણ સહિત રામ કુશળ છે ને ? હવે હનુમાન બેલ્યાઃ તમારી શોધ માટે સ્વામીએ મને મેક છે. હું ત્યાં જઈશ એટલે શ્રીરામ શત્રુના નાશ માટે આવશે સીતાજીએ પૂછયું : હે વત્સ! તું સમુદ્રને કેવી રીતે ઓળંગી શક્યો? હનુમાને કહ્યું આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રને ઓળંગે છે. સીતાજીએ શ્રીરામની વિગત પૂછી એટલે હનુમાને શ્રીરામે કહેલી સઘળી વિગત કહી. શ્રીરામને વિશ્વાસ પમાડવા માટે હનુમાને શ્રી સીતાજીના ચૂડામણિની માગણી કરી. ચૂડામણિ આપીને સીતાજી બોલ્યાઃ હે વત્સ! અહીં નિર્દય રાક્ષસના સ્થાનમાં તને અનર્થ ન થાય એ માટે જલદી અહીંથી જતા રહે. હનુમાને કહ્યું: વાત્સલ્યથી યુક્ત મનવાળા હે માતાજી! તમે શંકા ન કરે. હું પૂજ્ય શ્રીરામને સુભટ છું (જેને તેને સુભટ નથી) એ બતાવીને જ જઈશ પછી હનુમાન સીતાજીને નમીને, અશક્યનને ભાંગીને, અક્ષકુમાર વગેરે રાક્ષસને મારીને, ૧. મુદ્રિકા એટલે વીંટી.