________________
૩૨૨
શીલપદેશમલા ગ્રંથને રાવણ યુદ્ધ કરવા માટે આવ્યા. રામ અને ભામંડલ વગેરે તેમની સામે થયા. મહાવાજિંત્રો વાગ્યા એટલે બન્ને પક્ષના વીર તલવાર અને બાણથી લડવા લાગ્યા, આકાશમાં રહેલા જેવાતા તે વિરે લાંબા કાળ સુધી લડ્યા. કેપથી બળેલા રાવણે બિભીષણ ઉપર ત્રિશૂલ ફેંકયું. જેમ શુભધ્યાનવાળો જીવ કર્મોને ચૂરે કરી નાખે તેમ શ્રીલક્ષમણે એ ત્રિશૂલને કણ કણ ચૂરે કરી નાખે.
તેથી અતિશય કેધ પામેલા રાવણે શ્રી લક્ષ્મણને છાતીમાં તીણ શક્તિ મારી. આથી શ્રીલક્ષમણ મૂછિત થઈને ભૂમિ ઉપર પડ્યા. આથી શેકથી દુખી બનેલું શ્રીરામનું સૈન્ય છાવણી તરફ પાછું વળ્યું. વિજયી રાવણે પણ યુદ્ધમેદાનમાંથી નીકળીને લંકામાં પ્રવેશ કર્યો. તે સાંભળીને મૂછથી ભાંગી પડેલા સીતાજી પૃથ્વી ઉપર પડ્યા. વિદ્યાધરીઓએ જલથી સિચન કર્યું એટલે સીતાજી ચૈતન્યને પામ્યા. જેના માટે પતિ અને દિયરને આ પ્રમાણે કષ્ટ આવ્યું, તે ભાગ્યહીન અને દુષ્ટાત્મા હું બાલ્યાવસ્થામાં જ કેમ મરી ન ગઈ? ઈત્યાદિ વિલાપ કરતા સીતાજીને કેઈ વિદ્યાધરીએ કહ્યું : હે દેવી ! શેક ન કરો. તમારા દિયર સવારે શલ્યરહિત બની જશે. તે વખતે સૂર્યોદયનું ધ્યાન ધરતા સીતાજી સ્વસ્થ થયા શ્રીલક્ષમણને ભૂમિ ઉપર પડેલા જોઈને શ્રીરામ પણ મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. મૂછ દૂર થતાં શ્રીરામ બોલ્યા : હે વત્સ! અકાળે મૂંગે કેમ રહે છે? પિતાના આ સેવકે વાણીથી કે દષ્ટિથી પણ સત્કાર કર. હે વત્સ! તે વખતે બિભીષણને લંકાનું રાજ્ય આપવાનું સ્વીકારીને હવે જેમ કૃષ્ણ શેષનાગની પીઠ ઉપર નિશ્ચિતપણે સૂએ છે તેમ તે નિશ્ચિતની જેમ કેમ સૂતે છે? હા વત્સ! તું અહીં રહે. હું રાવણને મારીને તેનું સ્થાન (=રાજ્ય) બિભીષણને આપું છું એમ કહીને શ્રીરામ ધનુષ્યનું આસ્ફાલન કરીને જેટલામાં ચાલ્યા તેટલામાં બિભીષણે તેમને હાથમાં લઈને આ પ્રમાણે કહ્યું: હે સ્વામી! મેહનો ત્યાગ કરીને ધીરજ રાખે. શક્તિથી હણાયેલ પુરુષ સૂર્યોદય સુધી જીવે પણ છે. તેથી મંત્ર-તંત્ર વગેરેથી પ્રતિકાર માટે પ્રયત્ન કરે. શ્રીરામે “હા” એમ કહ્યું એટલે ચારે દિશામાં સૈન્યથી યુક્ત સુગ્રીવ વગેરે વીર શ્રીલક્ષમણની ચારે બાજુ શસ્ત્ર ઉગામીને ઊભા રહ્યા. આ તરફ પ્રતિચંદ્ર નામના વિદ્યાધરે આવીને શ્રીરામને કહ્યું? શક્તિને કાઢવાને જે ઉપાય મેં અનુભવ્યું છે તેને તમે સાંભળે. ભારતના મામા દ્રોણમેઘ રાજાની વિશલ્યા નામની કન્યા છે. તેના સ્નાનજળથી સિંચન કરવાથી શક્તિ નીકળી જશે. પ્રતિચંદ્ર આમ કહ્યું એટલે શ્રીરામની આજ્ઞાથી ભામંડલ વગેરે જઈને વિશલ્યાને ત્યાં લઈ આવ્યા. તેના સ્નાનજળથી લક્ષમણને સિંચન કર્યું. પ્રકાશ કરતી શક્તિ બહાર નીકળી ગઈ. પછી સૂર્યને ઉદય થયું. શ્રીરામના સૈન્યમાં પ્રાતઃકાળે શુભસૂચક દુંદુભિઓ વાગી. ૧. શક્તિ દેવીસ્વરૂપ છે અને પ્રાપ્તિ વિદ્યાની બહેન છે, (જુએ ત્રિ. શ. પુ. ૨. પર્વ સાતમું )