________________
૩૦૨
શીલપદેશમાલા ગ્રંથને પુરુષે પ્રયત્નથી આ ભીતને બરોબર કરી છે એમ આપણે અનુમાન કરીએ છીએ, કારણ કે પુરુષના પ્રયત્ન વિના ભાંગી ગયેલી ભીંત બરાબર ન થાય તેમ તૂટેલા અને ઉખડી ગયેલા વાળની વૃદ્ધિ વગેરે જે કાર્યો થાય છે તેને પ્રયત્નથી ર્તા કઈ હોવો જોઈએ. આ કર્તા તે જ આત્મા છે. બે આંખેથી કઈ વસ્તુને જોતાં રાગ-દ્વેષ વગેરે વિકાર થાય છે. ઉત્પન્ન થતા આ વિકારે પિતાને જનક કેઈ અદષ્ટ પદાર્થ છે એમ સ્પષ્ટ કહે છે =સૂચન કરે છે. આ અદષ્ટ પદાર્થ તે જ આત્મા છે. રૂપ વગેરેની જેમ સુખ વગેરે પણ ગુણે જ છે. એથી એ ગુણોને આધાર કેઈ ગુણી માન જોઈએ, અને તે ગુણી દષ્ટિથી નહિ દેખાતે આત્મા છે. હું સુખી છું, હું દુઃખી છું ઈત્યાદિ જે સંવેદન (=અનુભવ) થાય છે તેનાથી આત્મા પ્રત્યક્ષ છે. આથી આ ( =આત્મા છે કે નહિ એવા) નિરર્થક ભ્રમને છેડી દે.
સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થાય છે વગેરે બાબતે સર્વ કહેલી છે, અને તે બાબતે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, માટે સર્વ અવિસંવાદી વચન કહેનારા છે, એ યુક્તિથી સર્વને નિર્ણય કરે જોઈએ, જેમ ધુમાડે જોઈને અગ્નિને નિર્ણય કરીએ છીએ તેમાં જેમ ભીંતના આંતરે રહેલી વસ્તુઓને કોઈ જાણકાર હોય છે, તેમ સૂક્ષમ અને આંતરામાં રહેલી વસ્તુઓને કઈ જાણકાર હવે જોઈએ. ઈત્યાદિ અનુમાનથી સર્વાને અવશ્ય માનવા જોઈએ. આપ્તપુરુષના વચનથી અને અનુમાનથી સર્વને સ્વીકાર કરવો જોઈએ, અને મોક્ષલક્ષમી મેળવવા માટે સર્વ કહેલા સુમાર્ગને આશ્રય લેવા જોઈએ.
શ્રીકેશી ગણધરની આવી તત્ત્વગર્ભિત વાણીથી રાજાને આગ્રહ ઢીલ થયે. સંદેહથી ડોલાવાયેલો રાજા જલદી વ્યાખ્યાન સભામાં આવ્યું. આચાર્યની દૂધધારા જેવી સ્નેહવાળી દ્રષ્ટિથી રાજાને આંતર મલ જલદી દેવાઈ ગયો. તેણે સૂરિની મધુરવાણું સાંભળી. પછી તેણે સૂરિને પૂછયું: હે ભગવંત! આપના મતથી મારા પિતા નરકમાં ગયા છે. તમારા ઘર્મને જાણનારી મારી માતા ચક્કસ સ્વર્ગમાં ગઈ છે. હું મારા માતા-પિતાને જેટલે પ્રિય હતા તેટલે બીજે કઈ બીજા કેઈને પ્રિય ન હોય. તેથી મારા માતા-પિતા દેવલોકમાંથી આવીને મને સત્ય વસ્તુ કેમ જણાવતા નથી ? ગુરુએ કહ્યું પશુની જેમ કર્મથી બંધાયેલે નરકને જીવ પિતાની ઈચ્છા પ્રમાણે નરકમાંથી અહીં આવવા કેવી રીતે સમર્થ થાય ? સ્વર્ગમાં પરસ્પર પ્રેમવાળા દેવા વિષયોમાં આસક્ત હોય છે. તથા તેમને મનુષ્યને આધીન કેઈ કાર્ય હેતું નથી, આથી દેવે પૃથ્વી ઉપર કેવી રીતે આવે? આ પૃથ્વીથી પાંચસે જન સુધી ઉપર દુર્ગધ જાય છે. આથી દેવો અહીં આવતા નથી. અરિહતેનાં પાંચ કલ્યાણકના મહોત્સવમાં તથા તપથી આકર્ષાઈને દે મનુષ્યલેકમાં આવે છે, આ સિવાય આવતા નથી. ફરી રાજાએ પૂછ્યું: હે પ્રભુ! મેં જાતે એક ચારને કેઠીમાં નાંખીને કેઠીનું મુખ બંધ કરીને અંદર રાખે. અમુક વખત પછી જોયું તે તેનું શરીર કૃમિઓથી ભરેલું અને ચેષ્ટારહિત હતું. જીવને નીકળવાને માર્ગ ન હતું અને અન્ય જીવોને પ્રવેશવાને માર્ગ ન હતું. પછી તેના શરીરને