________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૧ સમુદ્ર પ્રગટ થયે છતે જીવેને ભાગ્યે જ સાધ્ય છે. જેમ ગુણે જીવને ન્યાય પાસે લઈ જાય ( =ન્યાય કરાવે, અન્યાય ન કરાવે તેમ બુદ્ધિમાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એ ચિત્ર મંત્રી પ્રદેશ રાજાને અશ્વો ખેલાવવાના બહાને ઉદ્યાનમાં લઈ ગયા. થાકેલે રાજ વૃક્ષની છાયામાં બેઠે. જેમ રેગી વીણાના નાદને સાંભળીને ઉદ્વેગ પામે તેમ રાજા ગુરુની વાણી સાંભળીને અતિશય ઉદવેગને પામ્યું. તેણે મુખ મરડીને ચિત્રમંત્રીને કહ્યું: દૂર રહેલે આ રોગથી પીડાયેલા માણસની જેમ નિરસ બરાડા કેમ પાડે છે ? એ આ પ્રમાણે કેમ બોલે છે એ તે નજીકમાં જઈને નિશ્ચય કરી શકાય એમ કહીને મંત્રી રાજાને નજીકમાં લઈ ગયા. રાજાએ દેશના સાંભળી. તે આ પ્રમાણે -
હ હા! વિવિધ યુક્તિઓવાળા અર્થોથી મનેહર તત્વને નહિ જાણતા મૂઢ જીવે અશુભ વાસનાથી નિરર્થક જન્મને હારી જાય છે. જે કદાગ્રહના કારણે નિરર્થક નરકના અતિથિ બને છે, પણ તત્ત્વને સ્વીકારીને શુભ ઊર્વગતિને આશ્રય લેતા નથી, અર્થાત્ સદ્દગતિમાં જતા નથી. કેવલ પ્રત્યક્ષ પ્રમાણ છે (અન્ય પ્રમાણે નથી) એમ બોલનાર અન્ય વસ્તુના પ્રમાણને કે અપ્રમાણને અથવા નિષેધને કહેવા માટે પણ સમર્થ નથી જ. એથી
ગિપ્રત્યક્ષથી અથવા અનુમાનથી આત્માનું અનુમાન કરવું જોઈએ. સિદ્ધ થયેલે પોતાને આત્મા અન્ય જી, કર્મ અને પરલેક વગેરેને સિદ્ધ કરે છે. આંખથી અલગ ન કરાયેલ કીકી જેમ આંખથી ભિન્ન નથી તેમ, આંખથી નહિ દેખાતા ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન વગેરે ભાવે ચૈતન્યથી ભિન નથી, અર્થાત્ ઈચ્છા વગેરે ભાવે આત્મા વિના થતા નથી, માટે ઈચ્છા વગેરે ભાવથી આત્માની સિદ્ધિ થાય છે. જેમાં જ્ઞાન-વિજ્ઞાનનું જે તારતમ્ય ઈષ્ટ છે તેમાં આત્મા ન જેવા છતાં જીવને ભાવ કેના ચિત્તમાં વર્તતે નથી ? અર્થાત્ જ્યાં આત્મા છે ત્યાં જ આ તારતમ્ય દેખાય છે જ્યાં આત્મા નથી ત્યાં આ તારતમ્ય પણ નથી. આથી જીમાં દેખાતા જ્ઞાન-વિજ્ઞાનના તારતમ્યથી આત્માની સિદ્ધિ થાય છે. ફલ વગેરે આંખથી જોવામાં આવે છે ત્યારે રસની સ્મૃતિ થાય છે અને અત્યંત હર્ષ થાય છે, એથી દાંતે એચિતા પાણીથી તરબળ બની જાય છે, અર્થાત્ ઓચિંતુ મેઢામાં પાણી આવી જાય છે. એથી નક્કી થાય છે કે ઇંદ્રિયથી ભિન્ન અને નહિ દેખાતે એ કઈ પદાર્થ છે કે જે પદાર્થ રૂપને જોઈને તેને અનુરૂપ રસનું સ્મરણ કરે છે. આ પદાર્થ તે જ આતમા છે. બાલ, વૃદ્ધ વગેરે અવસ્થામાં શરીર બદલાતું જાય છે. એટલે જે શરીર એ જ આત્મા હોય તે પૂર્વે અનુભવેલાનું સ્મરણ ન થઈ શકે. તેથી કેઈક ગુપ્ત પદાર્થનું અનુમાન કરવું જોઈએ કે જે પૂર્વે અનુભવેલાનું સ્મરણ કરે છે. પૂર્વે અનુભવેલાનું જે સ્મરણ કરે છે તે જ આત્મા છે. જેમ ભાંગી ગયેલી ભીંતને બરોબર થયેલી જોઈએ છીએ ત્યારે કઈ
1. સમુદ્ર પ્રગટ થાય એટલે તેમાં રહેલાં રત્ન પ્રગટ થાય, પણ તે રને જેનું ભાગ્ય હોય તે જ મેળવી શકે. આથી અહીં કહ્યું કે સમુદ્ર પ્રગટ થયે છતે છોને ભાગ્યે જ સાધ્ય છે, અર્થાત્ ભાગ્ય સિવાય બીજું કંઈ સાય નથી.