________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૩ ચૂર્ણ જેવું પીશીને જોયું તે કઈ પણ રીતે જીવ જવામાં કે જાણવામાં ન આવ્યા. એક ચારનું વજન કરીને તેના શ્વાસને રેકીને તેને મારી નાખ્યો. પછી તેનું વજન કર્યું. જીવતું હતું ત્યારે અને મરી ગયા પછી વજનમાં જરાય વધ-ઘટ જોવામાં ન આવી. ગુરુએ ઉત્તર આ લેઢાની કુંભીને બંધ કર્યા પછી અંદર રહેલે માણસ શંખ ફેંકે છે તે તેને શબ્દ બહાર કેમ સંભળાય છે? નીકળવા માગે છે તેમાં દેખાતું નથી. શબ્દ પુદગલ સ્વરૂપ છે. તેના સૂમપુદગલ કેઠીને ભેદીને બહાર નીકળી જાય છે. તે જ પ્રમાણે અરૂપી જીવ પણ શબ્દપુદગલની જેમ કાઠીમાંથી બહાર નીકળી ગયા.
જીવ સૂક્ષમ હવાથી નીકળે છે ત્યારે દેખાતું નથી. અરણિકાણને કાપવા છતાં તેમાં અગ્નિ જેવામાં આવતો નથી, છતાં તેમાં અગ્નિ છે. તે જ પ્રમાણે જીવના શરીરમાં જીવને સ્વીકાર કરો. જેમ પવનથી ભરેલી અને પવનથી રહિત મશકનું વજન કરવામાં ભેદ પડતું નથી તે રીતે હે ભૂપ! શું જીવમાં પણ ન મનાય? જો મૂર્ત પણ સૂક્ષમ પદાર્થોનું સ્વભાવથી આવું સ્વરૂપ છે તે અરૂપી આત્મા માટે શું કહેવું? હે મહારાજા! આત્માને જ્ઞાનમય, સૂમ, કર્મથી બંધાયેલ અને મહાબલવાન જાણીને શ્રી જેનશાસનમાં મતિ (=શ્રદ્ધા ) કરે. તેથી પરંપરાથી આવેલી પણ નાસ્તિકતાને છોડીને અને સુવર્ણની જેમ જૈનમતની પરીક્ષા કરીને કલ્યાણ માટે જેનમતને આશ્રય કરે. તેની મિથ્યાત્વરૂપી મુદ્રા ઓગળી ગઈ. અજ્ઞાનતાને નાશ થવાથી તે સમ્યગ્દર્શન પામ્ય અને સૂર્યની જેમ બાર પ્રકારના શ્રાવકધર્મને પામ્યા. શ્રાવકધર્મનું નિર્મલપણે પાલન કરતે રાજા બાહ્ય અને અત્યંતર વિષયોમાં વિરાગભાવને પામ્યા. અન્ય પુરુષમાં આસક્ત બનેલી તેની પત્ની સૂર્યકાંતાએ વિરક્ત બનેલા તેને પૌષધના પારણામાં (કપૌષધ પાર્યા પછી પારણું કરતા હતા ત્યારે ભેજનમાં) ઝેર આપ્યું. સૂર્યકાંતાએ મને ઝેર ખવડાવ્યું છે એમ જાણવા છતાં રાજાએ તેના ઉપર દ્વેષ ન કર્યો. પરમેષ્ઠિનમસ્કાર મંત્રનું સ્મરણ કરવામાં તત્પર ચિત્તવાળા તેણે પિતાના ચિત્તમાં ધૈર્ય ધારણ કરીને જાતે મહાવ્રતને સ્વીકાર કર્યો. મરીને તે સૌધર્મ દેવલેકમાં સૂર્યાભવિમાનમાં દેવ થયે. તે આ સૂર્યાભનામનો દેવ પિતાની બાધિને (=પૂર્વમાં થયેલી ધર્મપ્રાપ્તિને ) જાણીને પૃથ્વી ઉપર આવ્યા છે. ચાર પલ્યોપમ પ્રમાણ આયુષ્ય ભેગવીને દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મેક્ષમાં જશે. [૮]
૧. સૂર્યના બાર સ્વરૂપ છે અને શ્રાવકધર્મના પણ બાર પ્રકારે છે. માટે અહીં સૂર્ય ra એમ જણાવ્યું છે. જેમ સૂય બાર સ્વરૂપને પામે છે તેમ તે શ્રાવકધર્મના બાર પ્રકારને પામ્યો.
૨. બહારથી વિષયોને ત્યાગ કરવો તે બાહ્ય વિષયોમાં વૈરાગ્યભાવ છે, અને મનથી વિષયોની ઈચ્છા ન કરવી, અથવા શુભ-અશુભ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા એ અત્યંતર વિષયોમાં વૈરાગ્ય ભાવ છે. [મારા ક્ષપશમ મુજબ આ સ્પષ્ટીકરણ કર્યું છે. આની બીજી રીતે પણ ઘટના થઈ શકે તે કરવી. ]