________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧
ગાથા :-દાતા હાય, તપસ્વી હોય, અને વિશુદ્ધભાવવાળા હોય એવા પણ જીવ ને શીલથી ભ્રષ્ટ હોય તેા નિશ્ચયથી અસામાન્ય એવા મેાક્ષસુખને પામતા નથી. તેથી દુષ્કર શીલનું પાલન કરો.
ટીકા:-દાતા = સદા દાનમાં તત્પુર. તપસ્વી=છઠ્ઠું અને અઠ્ઠમ વગેરે દુષ્કર તપને કરવાના સ્વભાવવાળા, વિશુદ્ધભાવવાળા=નિર્મલ વિચારવાળા. અસામાન્ય=કેવલી પણ જેનું પૂર્ણ વર્ણન ન કરી શકે તેવું. શીલના આવા પ્રભાવ હાવાથી હે ભવ્યે! જો તમે મેાક્ષના અર્થી હા તેા દુષ્કર શીલનું પાલન કરેા. ઉદ્દેશ અને ઉપદેશમાં સંખ્યાની વિષમતા હાવા છતાં પ્રાકૃત ભાષા હેાવાથી દોષ' નથી. [૧૩]
હવે ફરી એ ગાથાએથી શીલપાલનની દુષ્કરતાને કહે છે ઃ– दीसंति अणेगे उग्गखग्गविसमंगणे महासमरे । भग्गेवि सयलसिन्ने, मंभीसादायिणो धीरा ॥ १४ ॥ दीसंति सीहपोरिस - निम्महणादलियमयगलगणा य । मयणसरपसरसमये, सपोरिसा केवि विरला य ॥१५॥
ગાથા: તીક્ષ્ણ તલવારોથી વિષમ આંગણુાવાળા મહાયુદ્ધમાં સકલસૈન્ય ભગ્ન થવા છતાં ભય ન પામેા એમ માલનારા ધીરપુરુષા દેખાય છે. (૧૪) સિંહના બળના નાશ કરનારા અને હાથીઓના સમૂહને ભેદી નાખનારાઓ પણ દેખાય છે. પણ કામદેવનું ખાણુ ફેલાય=વાગે ત્યારે કાઈક જ મર્દાનગીવાળા રહે છે. (૧૫)
ટીકા:-શત્રુના સુભટાએ પેાતાના સૈન્યને જુદી જુદી ક્રિશાએમાં પલાયન કરી દેવા છતાં સાહસ કરીને ગભરાએ નહિ, ભય ન પામે, એમ ખીજાઓને હિંમત આપે અને પોતે પણ યુદ્ધમાં ટકી રહે એવા પણ ધીરપુરુષા સંસારમાં હોય છે. કારણકે આવા જ પુરુષા સુભટની મર્યાદામાં પ્રવેશ કરી શકે છે, અર્થાત્ આવા જ પુરુષા સુભટ બની શકે છે. કહ્યું છે કે-“ મહાસુલટાનુ સૈન્ય ભગ્ન થવા છતાં જેઓ વેરીઆના સમૂહને લાત મારવામાં તત્પર છે, તેમને માતા મસ્તકે ધારણ કરે છે. કારણ કે તેવા સુભટો જ પૃથ્વીને ધારણ કરે છે. ” [૧૪]
સિંહના બળના નાશ કરનારા અને હાથીઓને ખંડિત કરનારા પણ ધીરપુરુષ સંસારમાં દેખાય છે, પણ કામદેવના ઉન્માદ જાગ્રત મને ત્યારે કોઈક જ મર્દાનગીવાળા રહે છે, અર્થાત્ કામરૂપી શસ્રના પ્રહાર થાય ત્યારે તેનાથી ખચવા માટે શીલરૂપી શસ્ત્રને ધારણ કરનારા વિરલા જ હાય છે. કહ્યું છે કે-દશ અવસ્થારૂપી દશમસ્તકવાળા અને દેવ-દાનવાથી દુજે ય એવા કામદેવરૂપી રાવણ શીલરૂપી શસ્ત્રથી જ જીતી શકાય છે.’ [૧૫]
૧. દાતા વગેરે ઉદ્દેશ એકવચનમાં છે, અને ‘પાલન કરે? એ ઉપદેશ બહુવચનમાં છે.