________________
શીલપદેશમાલા ગ્રંથને આ તરફ દ્વારિકાની નજીક આવીને રુકિમણીની શરમને છોડાવતા કૃણે ફિમણીને મધુર શબ્દોથી કહ્યુંઃ મહેલની શ્રેણિઓમાં રહેલા રત્નોની કાંતિથી આકાશને પ્રકાશિત કરનારી અને દેએ બનાવેલી દેવપુરીની જેવી આ દ્વારિકા નગરી છે. અહીં નંદનવનમાં દેવાંગનાની જેમ કીડાગૃહ, ઉદ્યાને, સરોવરે અને મંદિરમાં કીડાઓ કરીને બગીચાને સફલ કર. આ વખતે અવસર પામીને રુકિમણીએ કૃષ્ણને કહ્યું હે સ્વામી! તમે નોકરડીની જેમ પકડીને મને અહીં લઈ આવ્યા. હું શું થઈશ? અર્થાત્ હવે મારી કેવી સ્થિતિ થશે? શેક્યના હાસ્યને મારે સહન કરવું પડશે. કૃણે તેને સર્વ રાણીઓમાં મુખ્ય બનાવીશ એમ કહીને સંતેષ પમાડ્યો. પછી જેમ વસંત (ઋતુ) મોગરાની વેલડીને રમાડે તેમ કૃષ્ણ વિલાસરૂપી સમુદ્રને તરવા નૌકાસમાન રુકિમણુને ગાંધર્વ વિવાહથી પરણીને રમાડી. કપટમાં કુશળ કૃણે ઉદ્યાનમાં લહમીદેવીના મંદિરમાં રહેલી જુની મૂર્તિને ખસેડીને ત્યાં રુકિમણીને રાખી, અને સૂચના કરી કે સત્યભામા આવે ત્યારે તારે લક્ષમીદેવીની જેમ નિમેષ રહિત રહેવું. આ પ્રમાણે રુક્િમણીને શિખામણ આપીને કૃષ્ણ સવારે ઘરે આવ્યા. અધિક ગુસ્સે થયેલી સત્યભામાએ પૂછયું: હે પૂર્ત ! સ્ત્રીને કયાં મૂકી ! કૃષ્ણ સ્પષ્ટ કહ્યું: બહાર લહમીદેવીના મંદિરમાં મૂકી છે. સંભ્રમ પામેલી સત્યભામાં પણ શક્યોની સાથે જલદી ત્યાં ગઈ. લક્ષમીદેવીના મંદિરમાં રુકિમણીને પ્રત્યક્ષ જેવા છતાં સત્યભામાએ આ લક્ષમીદેવી છે એમ માન્યું. તે બેલીઃ અહો ! ચિત્રકારનું કૌશલ્ય આશ્ચર્ય પમાડે તેવું છે. પછી તેના ચરણોમાં મસ્તક મૂકીને વિનંતિ કરી કે, હે લક્ષમીદેવી ! હું કૃષ્ણ નવી લાવેલી પત્નીના રૂપને જીતનારી બનું તેવી રૂપાળી મને બનાવ. મારી આ કામના પૂર્ણ થશે ત્યારે તારી પૂજા કરીશ. પછી આમ-તેમ જોઈને સત્યભામાએ કૃષ્ણને ફરી પૂછયું: હે ધૂર્ત ! પત્ની ક્યાં છે? કૃષ્ણ કહ્યું આગળ ચાલ, બતાવું. હવે રુક્િમણએ કૃષ્ણની આગળ ઊભી રહીને પૂછ્યું: આમાં મારે કેણુ નમવા લાયક છે? આથી કૃષ્ણ સત્યભામાને બતાવી. સત્યભામાએ કૃષ્ણને કહ્યું તમે જ આને (રુકિમણીને) કપટથી અતિશય ચતુરાઈ શિખવાડી છે. આ પણ નિર્લજજ છે કે જેથી એણે મને પિતાના ચરણોમાં નમાડી. કૃષ્ણ સ્મિત કરતાં કહ્યું: બહેનને વંદન કરવામાં શો દોષ છે? સંતોષ પામેલી આ જ તારા વાંછિતને પૂરશે. વાયુથી હલાવાયેલા પત્રની જેમ ક્રોધથી ધ્રુજતા શરીરવાળી સત્યભામા કૂદીને ખેદરૂપી સમુદ્રમાં ડૂબી. પછી તે પોતાના નિવાસમાં ગઈ. આ પ્રમાણે કૃષ્ણ રુમિણને સર્વ શક્યોથી અધિક સત્કાર કરવાપૂર્વક પટરાણી બનાવી. આ પ્રમાણે લોકોને નાશ કરતા અને અતિશયશવાળા શેક્યભાવને કરનારા પણ નારદ જે મોક્ષ પામે છે તે શીલને વિલાસ=પ્રભાવ છે. [૧૨] તપસ્વી પણ શીલરહિત હોય તે મેક્ષને પામતે નથી એ કહે છે –
दायावि तवस्सीवि हु, विसुद्धभावोवि सीलपरिभट्ठो । न लहइ सिवसुहमसम, ता पालह दुक्कर सीलं ॥१३॥