________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯ કર્યા વિના જલદી રથ ઉપર ચઢ. ફેઈથી આદેશ અપાયેલી રુક્િમણી પણ રથ ઉપર ચઢી. પિતાના દોષને છુપાવવા ફેઈએ પિકાર કર્યો કે હા હા ! કૃણ બળાત્કારે રુકિમણીને ઉઠાવી જાય છે! કાર્યની સારી રીતે સિદ્ધિ થવાથી ઉત્સાહિત બનેલા કૃષ્ણ જાણે શત્રુઓને ઉત્પાત ન હોય તેમ શંખ પૂરીને (=વગાડીને) બલદેવની સાથે ચાલ્યા. સંગ્રામ માટે વાગેલાં વાજિંત્રોના અવાજથી આકાશને ક્ષુબ્ધ બનાવતા અને શસ્ત્રોના સમૂહથી જાણે પૃથ્વીને ભોજનની લાલસાવાળી બનાવતા હોય તેવા શિશુપાલ અને રુફમી રાજાને સૈન્યસહિત પિતાને પાછી લાવવા આવતા જાણુને રુકમિણી ભયથી ધ્રુજવા લાગી. તેણે કૃષ્ણને કહ્યું: હે નાથ ! તમે બંને એકલા છે, તે બે અસંખ્ય સૈન્યથી પરિવરેલા છે. તમને બેને મારા નિમિત્તે આ કષ્ટ આવ્યું, આથી હું વ્યાકુળ છું. કૃષ્ણ કહ્યુંઃ હે પ્રિયા ! તું ભય ન પામ. શત્રુનો વિનાશ કરનારા મારા પરાક્રમને તું છે. તેને ભયને દૂર કરવા કૃષ્ણ એક હાથથી તાડના અનેક વૃક્ષોને ઉખેડી નાખ્યા. હે પ્રિયા ! બિચારા અને કાગડાના જેવા ચંચલ આ બે મારી આગળ કેણ છે ? આમ કહીને કૃષ્ણ વીંટીના વજાનું કપૂરની જેમ ચૂર્ણ કરી નાંખ્યું. ધથી કૃષ્ણને યુદ્ધને આરંભ કરતા જોઈને બલદેવ પ્રિયા સહિત કૃણને આગ્રહપૂર્વક આગળ મોકલીને પોતે ત્યાં જ રહ્યો. રુકિમણીથી પ્રાર્થના કરાયેલા કૃષ્ણ બળદેવને કહ્યુંઃ તારે યુદ્ધના મેદાનમાં કૂર પણ ફમી રાજાને જીવતે રાખ. વેગવાળા રથથી કૃષ્ણ પ્રિયાની સાથે ઘર તરફ ચાલ્યા એટલે જેમ મેરુપર્વતથી 'સમુદ્રનું મંથન થયું હતું તેમ બલદેવે વૈરીઓના સૈન્યરૂપ સમુદ્રનું મન્થન કર્યું. શત્રુઓના બલનો નાશ કરનાર બલદેવે ઇંદ્રવજની જેમ હળથી હાથીરૂપ પર્વતને પાડી નાખ્યા. યુદ્ધના મેદાનમાં મરેલા અના પુછડારૂપી ચામરોથી પૃથ્વીએ જાણે વીર પુરુષનું વાળવાળું બિછાનું કર્યું હતું. યુદ્ધમાં પરાક્રમી સુભટની સાથે પડેલા અનેક રથી યુદ્ધભૂમિ જાણે વેતાલે જેવા હાડપિંજરથી ભયંકર થઈ. શિયાળ જેવો શિશુપાલ ભય પામીને બગલાથી મુક્ત થયેલા માછલાની જેમ પિતાના સૈન્યની સાથે નાસીને ક્યાંક જતો રહ્યો. યુદ્ધ ક્રીડામાં કુતૂહલવાળા નારદ આ વખતે આકાશમાં શિશુપાલ ઉપર અતિશય હસતાં હસતાં તાળીઓ પાડીને નાચ્યા. હવે જેણે ધનુષને કાનનું કુંડલ કર્યું છે એ રુકમી રાજા સિંહની જેમ બળથી ફાળ મારીને બલદેવની સામે આવ્યું. રુકમી રાજાની બાણશ્રેણીને તીકણબાણથી ઉતાવળે છેદતા બલદેવરૂપી હજામે રુકમીના મુખસહિત મસ્તકને મુંડી નાખ્યું. બલદેવે તેને કહ્યું: તું બંધુપત્નીને ભાઈ હોવાથી બંધુપત્નીના વચનથી તને જીવતે છોડી દઉં છું. તેથી ભિક્ષુની જેમ આત્માનું પોષણ કર, પણ મર નહિ. શરમના કારણે કુંડિનપુર જવા માટે અસમર્થ રુફમી ત્યાં ભોજકટ નામનું નગર વસાવીને રહ્યો. યુગાંત સુધી કીર્તિસ્તંભ-સમાન તે નગર વસાવ્યું એટલે કૃતકૃત્ય બનેલો બલદેવ ત્યાંથી દ્વારિકાપુરી ગયે.
૧. વેદિક ધર્મમાં “શંકરે મેરુપવાને રવૈયો બનાવીને સમુદ્રનું મંથન કર્યું” એવી માન્યતા છે.